Industry Business and Managment

હરાજી (લીલામ)

હરાજી (લીલામ) : અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયા. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. હરાજી કરવાનો સૌથી પહેલો નિર્ણય વેચનાર કરે છે. પોતાની ચીજ અથવા…

વધુ વાંચો >

હુસૈન, શહનાઝ

હુસૈન, શહનાઝ (જ. 5 નવેમ્બર, 1944, હૈદરાબાદ) : આયુર્વેદિક સૌંદર્ય પ્રસાધનોનાં પ્રણેતા અને ભારતનાં અગ્રણી મહિલાઉદ્યોગપતિ. વિશ્વભરમાં પ્રશંસા અને ખ્યાતિ મેળવનારાં શહનાઝ હુસૈન પિતા નસીર ઉલ્લાહ બેગ અને માતા સઈદાબેગમનાં તેઓ પુત્રી છે. તેમના પિતા અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનાં માતા હૈદરાબાદ નિઝામનાં વંશજ અને ચુસ્ત રૂઢિવાદી મુસ્લિમ હતાં. દસ…

વધુ વાંચો >

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો : અમેરિકાની વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપની – શિકાગોના હૉથૉર્ન નામના કારખાનાના શ્રમજીવીઓએ કામગીરી માટેની જુદી જુદી પરિસ્થિતિમાં કરેલા માનવીય વર્તનનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરવા માટે કરવામાં આવેલા પ્રયોગો. કર્મચારીઓના કામની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તા વધારવાના અનેક ઉપાયો પૈકી એક ઉપાય એમને વધારાની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તાના બદલામાં વધારે મહેનતાણું આપવાનો છે.…

વધુ વાંચો >