Industry Business and Managment

મઝૂમદાર-શૉ, કિરણ

મઝૂમદાર-શૉ, કિરણ (જ. 23 માર્ચ, 1953, બૅંગાલુરુ) :  પ્રથમ પેઢીનાં ભારતીય મહિલાઉદ્યોગસાહસિક, ભારતમાં ટોચના ધનિકોમાં 91મું સ્થાન ધરાવતા, બાયૉકોન લિમિટેડ અને બાયૉકોન બાયૉલૉજિક્સ લિમિટેડનાં સ્થાપક. દેશવિદેશમાં ‘બાયૉટેક મૅગ્નેટ’ તરીકે પ્રસિદ્ધ કિરણ મઝૂમદાર-શૉએ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. દેશની કોઈ પણ આઇઆઇએમ સંસ્થાના બોર્ડનાં ચૅરપર્સન બનેલ પ્રથમ મહિલા.…

વધુ વાંચો >

મસ્ક, ઇલોન

મસ્ક, ઇલોન (જ. 28 જૂન, 1971, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ. ટેસ્લા, સ્પેસX, X (અગાઉ ટ્વિટર) અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)માં નેતૃત્વ માટે પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક ઇલોન રીવે મસ્ક. વર્ષ 2021થી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ અને મે, 2025માં ફૉર્બ્સના અંદાજ મુજબ નેટવર્થ 424.7 અબજ ડૉલરની છે. 2024માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની…

વધુ વાંચો >

મહિન્દ્રા ,આનંદ

મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં…

વધુ વાંચો >

મહેતા, ધીરજલાલ

મહેતા, ધીરજલાલ (જ. 27 એપ્રિલ 1936; અ. 22 એપ્રિલ 2024) : જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સમાજસેવક. કૉર્પોરેટ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એમનું યોગદાન – વિશેષ કરીને ગ્રામ્ય ભારતમાં ગરીબ વર્ગના ઉત્કર્ષ માટે સમર્પિત જીવન-કટોકટીના વિરોધમાં જયપ્રકાશજીના આંદોલનમાં સક્રિય. સીડનહામ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઝ ઇન્સ્ટિટ્યૂટના ફેલોમેમ્બર–બજાજ…

વધુ વાંચો >

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…

વધુ વાંચો >

મિત્તલ, સુનિલ ભારતી

મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ,  ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18…

વધુ વાંચો >

હરાજી (લીલામ)

હરાજી (લીલામ) : અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયા. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. હરાજી કરવાનો સૌથી પહેલો નિર્ણય વેચનાર કરે છે. પોતાની ચીજ અથવા…

વધુ વાંચો >

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો

હૉથૉર્ન (Hawthorne) પ્રયોગો : અમેરિકાની વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપની – શિકાગોના હૉથૉર્ન નામના કારખાનાના શ્રમજીવીઓએ કામગીરી માટેની જુદી જુદી પરિસ્થિતિમાં કરેલા માનવીય વર્તનનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરવા માટે કરવામાં આવેલા પ્રયોગો. કર્મચારીઓના કામની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તા વધારવાના અનેક ઉપાયો પૈકી એક ઉપાય એમને વધારાની ઉત્પાદકતા અને/અથવા ગુણવત્તાના બદલામાં વધારે મહેનતાણું આપવાનો છે.…

વધુ વાંચો >