Industry Business and Management
ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો
ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો : ઉચિત પ્રતિનિધિત્વ દ્વારા ઔદ્યોગિક તંત્રની નિર્ણયપ્રક્રિયાના પ્રત્યેક સ્તરના વ્યવસ્થાપનમાં શ્રમિકોની ભાગીદારી. આ ભાગીદારીનું સ્વરૂપ અને તેનો વ્યાપ પ્રત્યેક દેશની સામાજિક-આર્થિક વિચારસરણી, નીતિ અને ધ્યેય ઉપર અવલંબે છે. વ્યવસ્થાપનની ર્દષ્ટિએ જોઈએ તો તેનો અર્થ નિર્ણય પહેલાંનો સંયુક્ત પરામર્શ એમ થઈ શકે. શ્રમિકોની ર્દષ્ટિએ તે સામુદાયિક નિર્ણય…
વધુ વાંચો >ઔદ્યોગિક સંબંધો
ઔદ્યોગિક સંબંધો આધુનિક ઔદ્યોગિક સમાજમાં ઉત્પાદન એકમો પર માલિકી ધરાવતા વર્ગ તથા શ્રમજીવી વર્ગ વચ્ચેના આર્થિક સંબંધોમાંથી ઉદભવતા વ્યવહારો અને રીતિનીતિની હારમાળા. 1760-1830 દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે પાયાના ફેરફારો થયા તે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ નામથી ઓળખાય છે. તેને પરિણામે એક નવી ઉત્પાદનપદ્ધતિનું સર્જન થયું અને તેની સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા, એકબીજાને પૂરક…
વધુ વાંચો >કન્ટેનરાઇઝેશન : જુઓ આધાનપાત્ર પરિવહન
કન્ટેનરાઇઝેશન : જુઓ આધાનપાત્ર પરિવહન.
વધુ વાંચો >કમિશન એજન્ટ
કમિશન એજન્ટ : જથ્થાબંધ અને છૂટક માલ વેચતા વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરનાર વ્યક્તિ. તે વેપાર અને વાણિજ્યના કાર્યક્ષેત્રના નિષ્ણાત તેમજ અનુભવી હોય છે. તેમની સેવા બદલ તે જે મહેનતાણું કે સેવામૂલ્ય વસૂલ કરે છે તેને ‘કમિશન’ કહેવામાં આવે છે અને આ રીતે સેવા આપનારને કમિશન-એજન્ટ કહેવામાં આવે છે. કમિશન-એજન્ટ તેના…
વધુ વાંચો >કમિશનર ઇન્કમટૅક્સ
કમિશનર, ઇન્કમટૅક્સ : આયકર ખાતાના પ્રાદેશિક સ્તરના સર્વોચ્ચ અધિકારી. કેન્દ્ર સરકારે દાખલ કરેલા આયકર અને અન્ય પ્રત્યક્ષ કરવેરાની વસૂલાતનું નિયંત્રણ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડ (Central Board of Direct Taxes) કરે છે. તેમના હાથ નીચે આયકર આયુક્ત એટલે કે કમિશનર તેમનું કાર્ય કરે છે. સામાન્ય રીતે તેમનું અધિકારક્ષેત્ર એકથી વધારે જિલ્લા…
વધુ વાંચો >કરજની કબૂલાત
કરજની કબૂલાત (I.O.U.) : રોકડ કરજ ચૂકવવાની જવાબદારીની કબૂલાતરૂપે દેવાદાર તરફથી લેણદારને અપાતી લેખિત ચિઠ્ઠી. આવી ચિઠ્ઠી વચનચિઠ્ઠી નથી; છતાં આ ચિઠ્ઠી પરથી દાવો થઈ શકે છે અને દાવા સમયે ફક્ત રોકડ દેણાની સાબિતી તરીકે તે રજૂ કરી શકાય છે. આ ચિઠ્ઠી પર દસ્તાવેજની ટિકિટ લગાડવાની જરૂર હોતી નથી. સામાન્ય…
વધુ વાંચો >કરાર
કરાર : બે અથવા તેના કરતા વધુ પક્ષો વચ્ચે પછી તે વ્યક્તિ, પેઢી કે સંસ્થા હોય, કોઈ કાર્ય અથવા કૃત્ય કરવા કે ન કરવા સંબંધી સ્વેચ્છાથી થયેલ અને કાયદા દ્વારા લાગુ કરવા યોગ્ય ગણાય તેવી સમજૂતી. કરારમાં જોડાનાર એક પક્ષ કોઈ મોંબદલાની અવેજીમાં કોઈ કૃત્ય અથવા કાર્ય કરવા સંમત થાય…
વધુ વાંચો >કરારનો ધારો (ભારતીય) – 1872
કરારનો ધારો (ભારતીય), 1872 વ્યક્તિએ આપેલાં ‘વચન’ કયા સંજોગોમાં તેને બંધનકર્તા બને તે નિર્ધારિત કરતો ભારતમાં અમલ ધરાવતો ધારો. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે થયેલી સમજૂતીમાંથી ઉદભવતા ફરજસ્વરૂપના વિવિધ વ્યવહારોના આધારે પ્રસ્થાપિત થતા કાયદેસર સંબંધોની વ્યાખ્યા તથા તેને આનુષંગિક બાબતોનો આ કાયદામાં સમાવેશ થાય છે. વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આવા ‘કાયદેસર સંબંધો’ સ્થાપે એટલે…
વધુ વાંચો >કર્મચારી સંચાલન-વ્યવસ્થા
કર્મચારી સંચાલન-વ્યવસ્થા : યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહક વેતન દ્વારા કર્મચારીઓ પાસેથી અસરકારક પરિણામ મેળવવાની તંત્રવ્યવસ્થા. કામનાં સ્વરૂપ અને ગુણવત્તાના સંદર્ભમાં યોગ્ય કર્મચારીઓની ભરતી કર્યા પછી તેમની વચ્ચે કાર્યની વહેંચણી કરવી, તેમને સંતોષ થાય તેવી કામની શરતો નિર્ધારિત કરવી, તેમને જરૂરી તાલીમ આપવી, તેમની બઢતીનાં ધોરણો નિર્ધારિત કરવાં, સંતુષ્ટ કર્મચારીઓ ટકી…
વધુ વાંચો >કસ્ટમ ડ્યૂટી : જુઓ સીમાશુલ્ક
કસ્ટમ ડ્યૂટી : જુઓ સીમાશુલ્ક.
વધુ વાંચો >