Industry Business and Management
નામું
નામું : નાણાકીય લેવડદેવડનો હિસાબ રાખવાની પદ્ધતિ. વેપારીઓ, ઉત્પાદકો કે અન્ય વ્યક્તિઓ બીજા લોકો સાથે નાણાંને લગતી અથવા નાણાંના મૂલ્યવાળી વાણિજ્ય પ્રકારની લેવડદેવડ કરે છે. તેની વિશ્લેષણાત્મક વિગતો યોગ્ય માળખાવાળા હિસાબી ચોપડામાં નિયમિત પદ્ધતિસર રાખવામાં આવે છે. વેપારધંધા દરમિયાન વાણિજ્ય પ્રકારની બધી લેવડદેવડોનું (1) કાયમી અને સંપૂર્ણ દફતર રાખવું, અને…
વધુ વાંચો >નારાયણમૂર્તિ, એન. આર.
નારાયણમૂર્તિ, એન. આર. (જ. 20 ઑક્ટોબર 1946, સિદ્દલઘાટ, જિલ્લો કોલાર, કર્ણાટક) : વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની ઇન્ફોસિસ ટૅકનૉલૉજી સૉફ્ટવેર કંપનીના સ્થાપક ચૅરમૅન. પિતા શાળાના શિક્ષક તથા માતા જમીનદાર પરિવારમાં જન્મેલાં. કુટુંબમાં બે પુત્રો તથા પાંચ પુત્રીઓ; જેમાં નારાયણમૂર્તિ પાંચમું સંતાન. પરિવારનું કદ મોટું, પિતાની માસિક આવક આશરે…
વધુ વાંચો >નિકાસ
નિકાસ : દેશમાં પેદા કરવામાં આવેલી વસ્તુ કે સેવા અન્ય દેશના નાગરિકોને વેચવામાં આવે છે. આવું વેચાણ બે રીતે થઈ શકે : એક, દેશની વસ્તુઓને પરિવહન દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે, એટલે કે વસ્તુઓનું દેશાન્તર થાય. બીજું, વિદેશના નાગરિકો આપણા દેશમાં આવીને આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે તે પણ આપણી…
વધુ વાંચો >નિકાસ-આયાત બૅંક (Exim Bank; Export-Import Bank of India)
નિકાસ-આયાત બૅંક (Exim Bank; Export-Import Bank of India) : જુઓ એક્ઝિમ બૅન્ક (Exim Bank Export Import Bank of India)
વધુ વાંચો >નિકાસપત્ર (shipping bill)
નિકાસપત્ર (shipping bill) : જહાજ દ્વારા મોકલવા માટે જહાજમાલિકને હવાલે કરેલા માલ અંગે જહાજમાલિકે નિકાસકારને આપેલી પાકી પહોંચ. નિકાસપત્ર એ તેમાં દર્શાવેલા માલનો માલિકીહક દર્શાવતો દસ્તાવેજ છે. નિકાસકાર પોતાનો માલ વહાણ ઉપર ચઢાવે ત્યારપછી તે વહાણવટા કંપની પાસે જઈને વહાણ પર માલ ચઢાવ્યાની કાચી રસીદ રજૂ કરવાથી કંપની દ્વારા તેને…
વધુ વાંચો >નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India)
નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India) : નિકાસકારોને તેમની નિકાસોના બદલામાં વિદેશોમાંથી થનાર ચુકવણીઓમાં રહેલા જોખમ માટે વીમા દ્વારા રક્ષણ પૂરું પાડતું કૉર્પોરેશન. માલની નિકાસ જે દેશમાં કરવામાં આવી હોય તેમાં રાજકીય અશાંતિ સર્જાય, સરકાર વિદેશી ચુકવણી પર પ્રતિબંધ ફરમાવે, વિદેશી આયાતકાર નાદારી નોંધાવે વગેરે…
વધુ વાંચો >નિયમન (control)
નિયમન (control) : વિશિષ્ટ કાર્ય અથવા ઉદ્દેશ અસરકારક રીતે દક્ષતાપૂર્વક પાર પાડવાની ખાતરી આપતી સભાન, આયોજિત, સંકલિત અને સંમિલિત પ્રક્રિયા. ધંધાકીય એકમોનાં વિશાળ કદ, અન્ય ઉત્પાદકો તરફથી હરીફાઈ, સરકારી દરમિયાનગીરી, સામાજિક વિચારસરણીમાં પરિવર્તન, પર્યાવરણના ફેરફારો વગેરે પરિબળોએ નિયમનપ્રક્રિયાની જરૂરિયાત ઊભી કરી છે. ઉત્પાદનપ્રવૃત્તિ, નાણાકીય સંચાલન અને કર્મચારીવિષયક નિર્ણયો નિયમન વગર…
વધુ વાંચો >નિયમનવ્યાપ (span of control)
નિયમનવ્યાપ (span of control) : ધંધાકીય એકમમાં કર્મચારીઓ, સાધનો, પદ્ધતિઓ અને કાર્યપરિણામો ઉપર અસરકારક નિયમન રાખવા માટે નિશ્ચિત કરેલા માળખાનું કાર્યક્ષેત્ર. ધંધાકીય એકમમાં ઉત્પાદનનું કાર્યદક્ષ આયોજન કરવું હોય તો (1) કર્મચારીઓની સંખ્યા અને લાયકાત, (2) સાધનોની ઉત્પાદકતા અને ઉપયોગિતા, (3) પદ્ધતિઓ અને કાર્યવિધિઓની અસરકારકતા, તથા (4) વાસ્તવિક કાર્યપરિણામોની ગુણવત્તા અંગે…
વધુ વાંચો >નિયંત્રક અને નિયંત્રિત કંપની
નિયંત્રક અને નિયંત્રિત કંપની : અન્ય કંપની પર અંકુશ ધરાવતી અને અન્ય કંપનીના અંકુશ નીચે રહેતી કંપની. અન્ય કંપનીની શૅરમૂડીના 50 % કરતાં વધારે હિસ્સાની માલિકી ધરાવતી હોય, અન્ય કંપનીમાં 50 % કરતાં વધારે મતાધિકાર ધરાવતી હોય, અથવા અન્ય કંપનીના સ્થાપનાપત્ર (memorandum of association) અને સ્થાપનાનિયમો(articles of association)ના આધારે તે…
વધુ વાંચો >નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા
નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા : વીમાના કરાર અંતર્ગત જોખમનું ચોક્કસ પ્રીમિયમ ગણવા માટે જરૂરી હોય તેવી બધી વિગતો વીમો લેનાર વ્યક્તિએ નિ:સંકોચ આપવી પડે તેવી અપેક્ષા રાખવાનો વીમો ઉતારનાર વ્યક્તિને અધિકાર આપતો વીમાવ્યવહારનો પાયાનો સિદ્ધાંત. વીમાકરારનો આ સિદ્ધાંત વીમાકરારને બીજા સામાન્ય વેપારી કરારથી જુદો પાડે છે. સામાન્ય વેપારીકરારમાં ‘ખરીદનાર સાવધ…
વધુ વાંચો >