Industry Business and Management

ચલણ (currency)

ચલણ (currency) કોઈ પણ દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી કાયદેસર અને સર્વસ્વીકૃત હોય એવી વસ્તુ અને તેની પ્રથા. દરેક દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી વસ્તુ કે ચલણ જુદું જુદું હોય છે. ચલણનો અર્થ નાણું નથી; પરંતુ કોઈ પણ એક જ દેશના સંદર્ભમાં ચલણ અને નાણું પર્યાય તરીકે વપરાય છે. જુદા…

વધુ વાંચો >

ચલણ (ભારતીય)

ચલણ (ભારતીય) : દેશની સરકાર દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ. કોઈ પણ દેશના બધા જ લોકો દ્વારા વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરવાના માધ્યમ તરીકે વપરાતા ધાતુના સિક્કા કે ખાસ પ્રકારના કાગળની નોટો. તે દેશની સરકાર અથવા મધ્યસ્થ બૅંક બહાર પાડે છે અને તે સમગ્ર દેશમાં કાયદેસર અમર્યાદિત સ્વીકૃતિ ધરાવે છે, જેને સરકારના…

વધુ વાંચો >

ચલણી નોટ

ચલણી નોટ : આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે જ્યારે વધુ…

વધુ વાંચો >

ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ

ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ (જ. 1 માર્ચ 1929, નૈરોબી, કેન્યા) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ કેન્યામાં લીધું હતું. ભારતમાં આવીને 1949માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (રસાયણ અને ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવ્યા બાદ 1950માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાંથી બી. એસ. (એન્જિનિયરિંગ) અને 1951માં એમ. એસ.(એન્જિનિયરિંગ)ની પદવીઓ પ્રાપ્ત કરી. 1951માં આફ્રિકા પરત આવી…

વધુ વાંચો >

ચૉથ અને સરદેશમુખી

ચૉથ અને સરદેશમુખી : ચૉથ એટલે જમીનની ઊપજના ચોથા ભાગ જેટલો કર, અને સરદેશમુખી એટલે કુલ મહેસૂલના 10 % જેટલો કર. શિવાજીના આધિપત્ય હેઠળના પ્રદેશોને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા : એક, સીધી હકૂમત-તંત્ર હેઠળનો પ્રદેશ, જેને સ્વરાજ્ય તરીકે ઓળખવામાં આવતો હતો. બીજા વિભાગમાં મુઘલાઈ પ્રદેશ, એટલે સામાન્ય રીતે મુઘલો…

વધુ વાંચો >

છૂટક વેપાર

છૂટક વેપાર : નાના નાના જથ્થામાં વસ્તુઓનું વેચાણ કરવું તે. ફ્રેન્ચ ભાષાના શબ્દ ‘રીટેઇલ’ પરથી અંગ્રેજી ભાષામાં ‘રીટેઇલર’ શબ્દ આવેલો છે. ઉત્પન્ન થયેલો માલ તેના ગ્રાહક સુધી પહોંચાડવા માટે અનેક કડીઓ જોવા મળે છે. ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચેની આ કડીઓમાં ગ્રાહકની દિશાએથી જોતાં તેની નજીકમાં નજીકની કડી એટલે છૂટક વેપારી.…

વધુ વાંચો >

જકાત

જકાત : ચીજવસ્તુઓની પ્રાદેશિક હેરફેર દરમિયાન તેના પર લેવાતો કર. વિદેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર દેશમાં નાખવામાં આવતા કરને આયાત જકાત, દેશમાંથી વિદેશો ખાતે નિકાસ થતી ચીજવસ્તુઓ પર નાખવામાં આવતા કરને નિકાસ જકાત અને કોઈ ત્રીજા દેશની આયાતી અથવા નિકાસી ચીજવસ્તુઓ દેશની રાષ્ટ્રીય સરહદમાંથી પસાર થતી હોય તેના પર નાખવામાં…

વધુ વાંચો >

જકાત મંડળ

જકાત મંડળ : જુઓ કસ્ટમ યુનિયન

વધુ વાંચો >

જથ્થાબંધ વેપાર

જથ્થાબંધ વેપાર : માલસામાનના વેચાણ-વિતરણની પરોક્ષ રીતમાં ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટેની એક કડી. જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરી, સંગ્રહ કરી, બજારને અમુક અમુક ભાગમાં વિભાજિત કરી, માગ અને પુરવઠાને સમતુલિત કરી વેચાણ કરે છે તથા યોગ્ય માહિતીસંચાર કરવાનું અને છૂટક વેપારીઓને મદદ કરવાનું કાર્ય કરે છે.…

વધુ વાંચો >

જનરલ ઍગ્રિમેન્ટ ઑન ટ્રૅડ ઍન્ડ ટેરિફ

જનરલ ઍગ્રિમેન્ટ ઑન ટ્રૅડ ઍન્ડ ટેરિફ : જુઓ ગૅટ

વધુ વાંચો >