Industry Business and Management

કૉન્સ્યુલર ઇન્વૉઇસ

કૉન્સ્યુલર ઇન્વૉઇસ : માલની આયાતનિકાસ અંગે એલચી કચેરી તરફથી અપાતું પ્રમાણપત્ર. માલની નિકાસવિધિ દરમિયાન નિકાસકાર કેટલાક દસ્તાવેજો મેળવવાની જે વિધિ કરે છે તેના દસ્તાવેજોમાં કૉન્સ્યુલર ઇન્વૉઇસ અને ઉત્પત્તિસ્થાન સંબંધી પ્રમાણપત્ર (certificate of origin) મહત્વનાં છે; જે જકાતવિધિ સરળ અને ઝડપી બનાવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર-સંબંધો સ્થાપિત થયેલા હોય તે દેશવિદેશમાં પોતાનાં…

વધુ વાંચો >

કૉર્પોરેશન આવકવેરો : જુઓ કંપનીવેરો.

કૉર્પોરેશન આવકવેરો : જુઓ કંપનીવેરો

વધુ વાંચો >

ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…

વધુ વાંચો >

ક્રેડિટ-કાર્ડ

ક્રેડિટ-કાર્ડ : વ્યાપારી બૅન્કો દ્વારા પ્રતિષ્ઠિત અને સંપન્ન ગ્રાહકોને આપવામાં આવતું એક વિશિષ્ટ પ્રકારનું ઓળખપત્ર; જેમાં ગ્રાહકની વ્યક્તિગત ઓળખાણની વિગતો, સહીનો નમૂનો વગેરે દર્શાવવામાં આવેલ હોય છે અને કાર્ડને આધારે મુકરર કરેલ વેપારી પેઢીઓ પાસેથી જરૂરી ચીજવસ્તુઓ અને સેવા શાખ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાંથી છૂટક…

વધુ વાંચો >

ક્વોટેશન

ક્વોટેશન : જુઓ કથિત મૂલ્ય

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત વેપારી મહામંડળ

ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce & Industry) : ગુજરાત રાજ્યનાં ઉદ્યોગ તથા વ્યાપારનાં હિતોનું પ્રતિનિધિત્વ કરતી મધ્યવર્તી સંસ્થા. તેની સ્થાપના ફેબ્રુઆરી 1949માં થઈ હતી. 1948–49 દરમિયાન અમદાવાદ નગરના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ સારાભાઈ છોટાલાલ કાશીપારેખ, ગિરધરલાલ દામોદરદાસ, ભોગીલાલ સુતરિયા અને આનંદી ઠાકોરના પ્રયાસને પરિણામે આ સંસ્થા સ્થપાઈ. તેના…

વધુ વાંચો >

ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી)

ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી) (જ. 28 ઑક્ટોબર 1955, સિયૅટલ, વૉશિંગ્ટન) : વિશ્વનો અને ઇતિહાસનો સૌથી નાની વયનો ધનકુબેર. માઇક્રોસૉફ્ટ કૉર્પોરેશનનો માલિક અને મુખ્ય વહીવટકર્તા. સૉફ્ટવેરનો સર્વોચ્ચ સોદાગર. તેને 12 વર્ષની નાની વયથી કમ્પ્યૂટરનું ભારે આકર્ષણ હતું અને એ જ અરસામાં સૉફ્ટવેરની શરૂઆત કરી કમ્પ્યૂટરની બેઝિક લૅંગ્વેજ વિકસાવી. 15 વર્ષની વયે…

વધુ વાંચો >

ગોદરેજ અદી

ગોદરેજ અદી (જ. 3 એપ્રિલ, 1942, મુંબઇ -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું…

વધુ વાંચો >

ગોદામ

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >