Indian culture
પ્રકૃતિ
પ્રકૃતિ : જુઓ પ્રકૃતિવાદ (2)
વધુ વાંચો >પ્રકૃતિવાદ (2)
પ્રકૃતિવાદ (2) : ભારતના સાંખ્યદર્શનનો સૃષ્ટિની ઉત્પત્તિ વિશેનો મત. સાંખ્ય દ્વૈતવાદી છે. તે મૂળભૂત બે તત્વોને માને છે – પ્રકૃતિ અને પુરુષ. પુરુષ ચેતન, નિર્ગુણ, અપરિણામી અને અનેક છે. અહીં ગુણનો અર્થ છે સત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ ગુણો. પ્રકૃતિ જડ, ત્રિગુણાત્મક પ્રતિક્ષણ પરિણામી અને એક છે. તે…
વધુ વાંચો >પ્રભુપાદ શ્રીલ સ્વામી
પ્રભુપાદ શ્રીલ સ્વામી (જ. 1 સપ્ટેમ્બર 1896, કલકત્તા; અ. 14 નવેમ્બર 1977, વૃંદાવન ) : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન, International Society for Krishna Consciousness)ના સ્થાપક. વૈદિક તત્વજ્ઞાન, ધર્મસાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વિષયોના લેખક. તેમનું નામ અભયચરણ ડે હતું. ગૌરમોહન ડે તેમના પિતાનું નામ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું અનુસરણ કરનારા પરિવારમાં જન્મ.…
વધુ વાંચો >પ્રસાદ
પ્રસાદ : હિંદુ ધર્મની માન્યતા મુજબ દેવતાને ધરવામાં આવેલી અથવા દેવતા, ગુરુ વગેરેએ પ્રસન્ન થઈને આપેલી વાનગી – ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેમાંની કોઈક વસ્તુ. પૂજા, પુરાણકથા, ભજન વગેરે હિંદુ ધાર્મિક વિધિને અંતે દેવતા વગેરેને ધરાવેલી નૈવેદ્યની વસ્તુ પ્રસાદ તરીકે હાજર રહેલી વ્યક્તિઓને વહેંચવાની પ્રથા ભારત દેશમાં પ્રચલિત છે. દેવતા વગેરેની…
વધુ વાંચો >પ્રાર્થના
પ્રાર્થના : દરરોજ ઈશ્વરની સ્તુતિ કરીને મનુષ્ય ઈશ્વર પાસેથી કશુંક માગે તે. જગતના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપમાં પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવેલો છે. પ્રાર્થના શબ્દ સંસ્કૃત ઉપસર્ગ प्र + अर्थ् ધાતુમાંથી બન્યો છે. પ્રાર્થના એટલે માગવું, ઇચ્છા કરવી, વિનંતી કરવી. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે પ્રાર્થના ધન, સંપત્તિ,…
વધુ વાંચો >પ્રેતભોજન
પ્રેતભોજન : મરણ પછી બારમા દિવસે હિંદુ પરંપરા મુજબ અપાતું સમૂહભોજન. પુરાણ પ્રમાણે મરેલ મનુષ્યનો દેહ બળી ગયા પછી તે અતિવાહિક કે લિંગશરીર ધારણ કરે છે. જ્યારે તેને અનુલક્ષીને પિંડ વગેરે દેવામાં આવે છે ત્યારે તેને પ્રેતશરીર કે ભોગશરીર પ્રાપ્ત થાય છે. આ શરીર સપિંડીકરણ સુધી રહે છે અને પછી…
વધુ વાંચો >બાવન જિનાલય
બાવન જિનાલય : બાવન દેરીઓ સહિતનું જૈન મંદિર. કેટલાંક જૈન મંદિરોમાં બાંધકામની વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે. મૂલપ્રાસાદ(મુખ્ય મંદિર)ની ચારેય બાજુ સ્તંભાવલિયુક્ત પડાળીમાં દેવકુલિકાઓ(નાની દેરીઓ)ની હારમાળા કરેલી હોય છે. સામાન્ય રીતે પડાળીમાં દેવકુલિકાઓની સંખ્યા બાવન હોય તો આવું મંદિર બાવન જિનાલય તરીકે ઓળખાય છે, પરંતુ વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં દેવકુલિકાઓની સંખ્યા…
વધુ વાંચો >બુદ્ધ (વૈદિક પ્રતીક)
બુદ્ધ (વૈદિક પ્રતીક) : બુદ્ધના લોકોત્તર રૂપનું વૈદિક પ્રતીક. બુદ્ધના માનુષી રૂપ – ગૌતમ બુદ્ધ વિશે સાહિત્યે ગમે તેવાં વર્ણનો કર્યાં હોય પણ બુદ્ધના લોકોત્તર રૂપનો આધાર તો વૈદિક પ્રતીક છે. ‘લલિત વિસ્તર’માં બુદ્ધની જીવનલીલાનાં વર્ણનનો વિસ્તાર એ ધર્મના લોકોત્તરવાદી આચાર્યોએ વૈદિક પ્રતીકોના આધારે કર્યો છે. દા. ત., તુષિત સ્વર્ગનો…
વધુ વાંચો >બૃહદારણ્યક ઉપનિષદ
બૃહદારણ્યક ઉપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >બૅનરજી, જિતેન્દ્રનાથ એન.
બૅનરજી, જિતેન્દ્રનાથ એન. : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત તથા પાલિના વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ એન્શિયન્ટ ઇંડિયન કલ્ચર ઍન્ડ હિસ્ટરી તથા ડિપાર્ટમેન્ટ ઑવ્ પાલિ ઍન્ડ સંસ્કૃતના પ્રાધ્યાપક અને વિભાગીય વડા. કલકત્તા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રો. બૅનરજીને હિંદુ મૂર્તિશાસ્ત્રના વ્યવસ્થિત અને ઝીણવટભર્યા અભ્યાસ માટેની સામગ્રીની જરૂર જણાઈ આવી. તેમના…
વધુ વાંચો >