History of India

આમ્રપાલી

આમ્રપાલી (ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : વૈશાલી નગરીની પ્રસિદ્ધ નર્તકી. ઉદ્યાનમાં આમ્રવૃક્ષ નીચેથી તે મળી આવી હતી. તેને ઉદ્યાનના માળીએ ઉછેરી હતી. તેના યૌવનની પૂર્ણકળાએ તેના સૌન્દર્યને પામવા લિચ્છવી રાજપુત્રો અંદરોઅંદર લડવા લાગ્યા; પરંતુ વૈશાલીમાં કાયદો હતો કે સૌન્દર્યવતી યુવતીએ નગરવધૂ બનવું અને અપરિણીત રહેવું. પરિણામે આમ્રપાલી લોકરંજન માટે…

વધુ વાંચો >

આયર, વંચી

આયર, વંચી (જ. આશરે 1880, શેનકોટા, તામિલનાડુ; અ. 11 જૂન 1911, મણિયાચી, તિરુનેલ્વેલી જિલ્લો) : દેશભક્ત ક્રાંતિકાર. તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. કિશોરાવસ્થામાં વંચી આયર ભારતી, વી. વી. એસ. આયર અને નીલકંઠ બ્રહ્મચારી જેવા ક્રાંતિકારોથી પ્રભાવિત થયા હતા. તેમની પાસેથી આયરે ક્રાંતિકારનો જુસ્સો આત્મસાત્ કર્યો. તે એમ માનવા લાગ્યા કે…

વધુ વાંચો >

આયંગર, એન. ગોપાલસ્વામી

આયંગર, એન. ગોપાલસ્વામી (જ. 31 માર્ચ 1882 ચેન્નાઇ ; અ. 10  ફેબ્રુઆરી 1953 ચેન્નાઇ ) : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં જન્મ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક થયા. શરૂઆતમાં ચેન્નાઈની કૉલેજમાં પ્રાધ્યાપક. પછી રાજ્યની સનંદી નોકરીમાં ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર તરીકે  નીયુકતી થઇ. 1937 માં તેઓ કાશ્મીરના દીવાન…

વધુ વાંચો >

આયંગર, એમ. અનંતશયનમ્

આયંગર, એમ. અનંતશયનમ્ (જ. 4 ફેબ્રુઆરી તિરુચેન્નુર, ચેન્નાઇ 1891 ; અ. 19  માર્ચ 1978, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : ભારતની લોકસભાના પૂર્વઅધ્યક્ષ. વતન તિરુપતિ. શાળાકીય શિક્ષણ તિરુપતિમાં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈ ખાતે લીધું હતું. 1915માં તેમણે ચિત્તુર ખાતે વકીલાત શરૂ કરી. વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતથી જ તેઓ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ લેતા…

વધુ વાંચો >

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ (જ. 11 સપ્ટેમ્બર 1874 રામનાથપુરમ્ ; અ. 19 મે 1941 ચેન્નાઇ ) : દક્ષિણ ભારતના એક રાષ્ટ્રવાદી નેતા. પિતા રામનાથપુરમના જમીનદાર. મદુરાઈ અને ચેન્નાઈમાં શિક્ષણ લીધું. 1895માં પ્રેસિડેંસી કૉલેજ, ચેન્નાઈમાંથી કાયદાના સ્નાતક બન્યા. 1898થી વકીલાત શરૂ કર્યા બાદ 1920માં ઍડવોકેટ જનરલની જગ્યાનું રાજીનામું. રાજકારણમાં પ્રવેશ બાદ 1926માં…

વધુ વાંચો >

આર્દ્રક

આર્દ્રક : ભારતના શુંગ વંશના પુષ્યમિત્રના પૌત્ર વસુમિત્ર પછી થયેલો રાજા. તેનું નામ પુરાણોમાં અન્તક, આન્ધ્રક, આર્દ્રક કે ભદ્રક આપ્યું છે. પ્રયાગ પાસે આવેલા પભોસામાં મળેલા અભિલેખમાં જણાવેલ ઉદાક રાજા પ્રાય: આ આર્દ્રક હતો. એના પછી શુંગ વંશમાં પાંચ રાજા થયા. શુંગ વંશે ઈ. પૂ. 185થી ઈ. પૂ. 73 સુધી…

વધુ વાંચો >

આર્ય

આર્ય : ભારતીય પરંપરામાં સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, નેતા વગેરે અર્થોમાં પ્રયોજાયેલો શબ્દ. આપણી સાંસ્કૃતિક પરંપરામાં आर्य શબ્દ ઋગ્વેદયુગથી પ્રચારમાં છે. ઋગ્વેદમાં આ શબ્દ 36 વખત પ્રયોજાયો છે. તેય કેવળ માણસના સંદર્ભે જ નહીં પણ વાદળ, વરસાદ, પ્રકાશ, સોમરસ વગેરેના સંદર્ભે પણ. આ બધી વખત આ શબ્દ સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, પૂજ્ય,…

વધુ વાંચો >

આર્યાવર્ત

આર્યાવર્ત : ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં ઉત્તર ભારત માટે ‘આર્યાવર્ત’ શબ્દનો પ્રયોગ મળે છે. મનુસ્મૃતિમાં આર્યાવર્તની સીમાઓનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હિમાલય, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત અને પૂર્વ તથા પશ્ચિમમાં સમુદ્રતટ સુધીનો એનો વિસ્તાર છે. આર્યાવર્ત માટે બીજાં પાંચ ભૌગોલિક નામોનો ઉલ્લેખ મળે છે – ઉદીચી (ઉત્તર), પ્રતીચી (પશ્ચિમ),…

વધુ વાંચો >

આલમખાં

આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ…

વધુ વાંચો >

આલમગીરનામા

આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ. આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું…

વધુ વાંચો >