History of India

અશ્વપતિ

અશ્વપતિ : પ્રાચીન કાળમાં ઉલ્લેખાયેલા આ નામના ભારતના ત્રણ રાજવી : (1) એક દાનવ, (2) મદ્ર દેશનો એક રાજા અને (3) દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીનો પિતા કેકયરાજ. આમાંનો બીજો તે સાવિત્રીનો પિતા. સત્યવાન-સાવિત્રીનું પૌરાણિક કથાનક જાણીતું છે. કેકયદેશના રાજા અશ્વપતિ, કહેવાય છે કેમકે, તેઓ પક્ષીઓની ભાષાના જાણકાર હતા. એમણે…

વધુ વાંચો >

અસફખાન

અસફખાન : નૂરજહાંનો ભાઈ અને મુમતાઝ બેગમનો પિતા. નૂરજહાંએ મુમતાઝ અને શાહજહાંનો લગ્નસંબંધ ગોઠવી આપ્યો હતો. અસફખાન સામાન્ય રીતે નૂરજહાંનો પક્ષ લેતો, પરંતુ જહાંગીરના પાછલા વખતમાં તે મહોબતખાન સાથે મળી ગયો હતો. જહાંગીરને બંદીખાને રાખવા બદલ નૂરજહાંએ તેને ઠપકો આપ્યો હતો. જહાંગીરના અવસાન બાદ અસફખાને પોતાના જમાઈ ખુર્રમ(શાહજહાં)ને ગાદીએ બેસાડવા…

વધુ વાંચો >

અસફજાહ, નિઝામુલ્મુલ્ક

અસફજાહ, નિઝામુલ્મુલ્ક (જ. 20 ઑગસ્ટ 1671, આગ્રા, ઉત્તરપ્રદેશ;  અ. 1 જૂન 1748, બુરહાનપુર, મધ્યપ્રદેશ) : હૈદરાબાદમાં નિઝામશાહીનો સ્થાપક. નિઝામુલ્મુલ્ક તરીકે જાણીતા મીર કમરુદ્દીન ચિન કિલિચખાન હેઠળ દખ્ખણનો સૂબો (પ્રાંત) સ્વતંત્ર થયો હતો. 17મી સદીના મધ્યમાં તેના પિતામહ ખ્વાજા આબિદ શેખ ઉલ્ ઇસ્લામ બુખારાથી ભારત આવીને ઔરંગઝેબની નોકરીમાં જોડાયા હતા. નિઝામુલ્મુલ્કની…

વધુ વાંચો >

અસમ

અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…

વધુ વાંચો >

અસહકાર

અસહકાર : અનિષ્ટ સામેના પ્રતિકારનું ગાંધીપ્રયુક્ત અહિંસક શસ્ત્ર. સત્ય અને અહિંસા જેમ અનાદિકાળથી ચાલ્યાં આવે છે તેમ અનિષ્ટ પણ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એના સ્વરૂપ વિશે જુદા જુદા ધર્મોની જુદી જુદી માન્યતાઓ છે. બૌદ્ધ અને જૈન ધર્મ અનિષ્ટને સત્ય તરીકે સ્વીકારે છે, જ્યારે હિંદુ ધર્મ તેને મિથ્યા તરીકે ઓળખાવે છે.…

વધુ વાંચો >

અસંધિમિત્રા

અસંધિમિત્રા (જ. ?; અ. ઈ. પૂ. 238) : મૌર્ય સમ્રાટ અશોકની એક રાણી. શ્રીલંકાના પાલિ ગ્રંથોની અનુશ્રુતિ અનુસાર એ અશોકની અગ્રમહિષી (પટરાણી) હતી. આ પરથી એનું ખરું નામ આસંદીમિત્રા (રાજ્યારોહણ સમયની ધર્મપત્ની) હોવાનું સૂચવાયું છે. એ વિદિશાની રાણી દેવીથી ભિન્ન છે. અસંધિમિત્રા અશોકના રાજ્યના ૩૦મા વર્ષે મૃત્યુ પામી હતી. હરિપ્રસાદ…

વધુ વાંચો >

અસિકની

અસિકની : ઋગ્વેદ(8-2૦-25 અને 1૦-75-5)માં ઉલ્લિખિત નદી. ગ્રીકો એને ‘અકેસીસીની’ કહેતા. વેદકાલમાં અસિકની (શ્યામા) તરીકે ઓળખાયેલી નદીનું મૂળ નામ આગળ જતાં સદંતર લુપ્ત થયું ને એ ‘ચન્દ્રભાગા’ એવા નવા નામે ઓળખાઈ. એ હાલની ચિનાબ છે, જે પંજાબની પાંચ નદીઓમાંની એક છે. વેદકાલમાં એનો સમાવેશ સપ્તસિંધુ(સાત નદીઓ)માં થતો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

વધુ વાંચો >

અહમદખાન, સૈયદ સર

અહમદખાન, સૈયદ સર : જુઓ, સૈયદ, અહમદખાન

વધુ વાંચો >

અહમદનગર (શહેર)

અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…

વધુ વાંચો >

અહમદશાહ–1

અહમદશાહ–1 (જ. 1391–92, દિલ્હી; અ. 12 ઑગસ્ટ 1442, અમદાવાદ) : ગુજરાતનો ત્રીજો સુલતાન. નામ અહમદખાન. ઈ. સ. 1411ના જાન્યુઆરી માસની 10મી તારીખે પોતાના પિતામહ મુઝફ્ફરશાહ પહેલાને ઝેર અપાવી વીસ વર્ષની વયે ગાદીએ બેસીને પોતે નાસિરુદ્દીન્યાવદ્દીન અબૂલ-ફતહ અહમદશાહ નામ ધારણ કર્યું હતું. રાજ્યારોહણના વર્ષમાં જ સાબરમતીને તીરે આસાવલના સાન્નિધ્યમાં નવું શહેર…

વધુ વાંચો >