History of Gujarat
ખુમાણ લોમો
ખુમાણ લોમો : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ખેરડી ગામનો કાઠી સરદાર. બહાદુરશાહ પછી ગુજરાતના સુલતાનોની સત્તા નબળી પડતાં તેના ઘોડેસવારો ધંધૂકા સુધીના પ્રદેશમાં લૂંટફાટ કરતા હતા. ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો (1561-73) મીરજાખાનના લશ્કરથી બચવા નાસભાગ કરતા હતા ત્યારે લોમા ખુમાણે 1583 સુધી તેમને ખેરડીમાં આશ્રય આપ્યો હતો. 1590માં ભૂચર મોરીના…
વધુ વાંચો >ખુરશેદજી અરદેશર
ખુરશેદજી અરદેશર : જુઓ વાડિયા અરદેશર ખુરશેદજી
વધુ વાંચો >ખુંદમીર
ખુંદમીર : અમદાવાદના મુસ્લિમ સંત. સૈયદ ખુંદમીરના વડવા ઈરાનથી પાટણ અને પાટણથી અમદાવાદ આવ્યા હતા. ઉરઝી સૈયદોમાં એમનું નામ ખૂબ જાણીતું છે. ઈ. સ. 1454માં ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને સૈયદ ખુંદમીર બિન સૈયદ વડા, બિન સૈયદ યાકુબની મા બીબીજી માટે અમદાવાદમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ હાલતા મિનારાવાળી મસ્જિદ રાજપુર-હીરપુરમાં બંધાવી હતી. તે…
વધુ વાંચો >ગંજ મઆની
ગંજ મઆની : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બહાદુરશાહના શાસનકાળ વખતે કવિ-લેખક મુતીઈએ લખેલ ઇતિહાસગ્રંથ. 1530માં હજયાત્રા કરી મુતીઈ એડનના કિનારે આવેલ મોખા બંદરથી જહાજ દ્વારા ગુજરાત આવવા નીકળ્યા અને 1531માં સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરે ઊતર્યા. આ વખતે બહાદુરશાહે ત્યાં પડાવ નાખી લશ્કરી જમાવટ કરી હતી. મુતીઈ પણ બહાદુરશાહ સાથે…
વધુ વાંચો >ગાંધી, મથુરાદાસ લાલજીભાઈ
ગાંધી, મથુરાદાસ લાલજીભાઈ (જ. 1875; અ. 6 ઑગસ્ટ 1957, મોડાસા) : મોડાસા પંથકમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા સાબરકાંઠાના સ્વાતંત્ર્યસેનાની. પિતા લાલજીભાઈ પીતાંબરદાસ ગાંધી અને માતા સંતોકબહેન. તે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને પિતાની સાથે દહેગામની શાળામાં માત્ર 15 વર્ષની ઉંમરે માસિક રૂપિયા સાતના પગારથી મદદનીશ શિક્ષક બન્યા. પરંતુ ટૂંકો પગાર ન…
વધુ વાંચો >ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ
ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ (જ. 1897, રાજકોટ; અ. 8 જૂન 1953, મુંબઈ) : જૂનાગઢની આરઝી હકૂમતના સરનશીન અને પત્રકાર. ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર. માતાનું નામ નંદકુંવરબા અને પત્નીનું નામ વિજયાબહેન. તેમને કિશોર અને હેમંત નામના બે પુત્રો અને પુષ્પા તથા મંજરી નામની બે પુત્રીઓ હતી. કિશોર…
વધુ વાંચો >ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >