Hindi literature
શેઠિયા, કનૈયાલાલ
શેઠિયા, કનૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજનગઢ, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદીના કવિ. તેઓ સમાજસેવક તથા સ્વાતંત્ર્યસૈનિક છે. તેઓ 1973-77 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; રાજસ્થાની સાહિત્ય અકાદમી, ઉદયપુર; રાજસ્થાની સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી તથા હરિજન સેવક સંઘના સભ્ય રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં…
વધુ વાંચો >શૈલેન્દ્ર
શૈલેન્દ્ર (જ. 30 ઑગસ્ટ 1923, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 14 ડિસેમ્બર 1966, મુંબઈ) : ગીતકાર તથા ચલચિત્રનિર્માતા. મૂળ નામ શંકરસિંહ. પિતા કેશરીલાલ સિંહ બ્રિટિશ સેનામાં કૅન્ટીન-મૅનેજર હતા. તેઓ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના વતની હતા. દલિત હોવાને કારણે સ્થાનિક જમીનદારોના ત્રાસથી વાજ આવીને કેશરીસિંહે રાવલપિંડીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને…
વધુ વાંચો >સક્સેના, બાબુરામ
સક્સેના, બાબુરામ (જ. 1897, જિ. લખીમપુર, ઉત્તરપ્રદેશ) : ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર હિન્દીના વિદ્વાન. પ્રયાગ વિશ્વવિદ્યાલય, બનારસહિંદુ યુનિવર્સિટી તેમજ ‘લંડન સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ સ્ટડિઝ’ જેવી સંસ્થાઓમાં રહીને ડી. લિટ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અવધી ભાષા વિશે ઇંગ્લૅન્ડમાં રહીને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. ટર્નરના સહયોગથી પૂર્ણ કરેલ એમના સંશોધનકાર્ય ‘ઇવૅલ્યુએશન ઑવ્…
વધુ વાંચો >સક્સેના, સર્વેશ્વર દયાલ
સક્સેના, સર્વેશ્વર દયાલ (જ. 15 સપ્ટેમ્બર 1927, બસ્તી, ઉત્તર-પ્રદેશ; અ. 24 સપ્ટેમ્બર 1983) : હિંદીના કવિ, નાટ્યકાર અને પત્રકાર. તેમના કાવ્યસંગ્રહ ‘ખૂંટિયા પર ટાંગે લોગ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે શિક્ષક, કારકુન તથા આકાશવાણીના કાર્યક્રમ-નિર્માતા તરીકે વિવિધ કામગીરી…
વધુ વાંચો >સત્યાર્થી, દેવેન્દ્ર
સત્યાર્થી, દેવેન્દ્ર (જ. 28 મે 1908, ભાદૌર, જિ. સંગરુર, પંજાબ; અ. 12 ફેબ્રુઆરી 2003) : પંજાબી તથા હિંદી લેખક અને લોકસાહિત્યકાર. તેઓ 1948-56 દરમિયાન હિંદી માસિક ‘આજકાલ’ના સંપાદક રહેલા. તેઓ લોકગીતોના સંગ્રાહક તરીકે વધુ જાણીતા હતા. તેઓ બંગાળી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ તથા પંજાબી ભાષાના જાણકાર હતા. લોકગીતોનો સંગ્રહ કરવા તેમણે…
વધુ વાંચો >સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ)
સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ) (જ. 13 જાન્યુઆરી 1911; અ. 12 મે 1993) : ‘નયી કવિતા’નાં નામે ઓળખાતી આધુનિક હિંદી કાવ્યધારાના પ્રમુખ કવિઓમાંના એક. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. એ પછી 1935-36માં ઉકીલભાઈઓ પાસેથી કલા વિદ્યાલયમાં પેઇન્ટિંગની તાલીમ પણ લીધી હતી. જુદા જુદા તબક્કે ‘કહાની’, ‘નયા સાહિત્ય’ અને ‘નયા પથ’ જેવાં હિંદીનાં…
વધુ વાંચો >સરાવગી અલકા
સરાવગી, અલકા (જ. 1960, કોલકાતા) : હિંદી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની કૃતિ ‘કલિકથા : વાયા બાઇપાસ’ બદલ તેમને 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હિંદી ઉપરાંત અંગ્રેજી અને બંગાળીની જાણકારી તેઓ ધરાવે છે. તેમને ઇતિહાસ, પ્રકૃતિ-અધ્યયન તેમજ સંગીતમાં…
વધુ વાંચો >સહગલ, મનમોહન
સહગલ, મનમોહન (જ. 15 એપ્રિલ 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખક. તેમણે ફિલૉસૉફી અને હિંદીમાં એમ.એ.; તથા બી.ટી.; પીએચ.ડી. અને ડી.લિટ.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ યુજીસી પ્રૉજેક્ટ પર કાર્ય કરતી પંજાબી યુનિવર્સિટીના હિંદી વિભાગમાં પ્રાધ્યાપક અને વડા રહ્યા. તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 50થી વધુ ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >સહલ, કન્હૈયાલાલ
સહલ, કન્હૈયાલાલ (જ. 1911, નવલગઢ, શેખાવતી, રાજસ્થાન; અ. 1977) : રાજસ્થાની સંશોધક, વિવેચક. તેમણે હિંદી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ ગુજરાતી, મરાઠી અને બંગાળીના સારા જાણકાર હતા, શરૂમાં તેઓ પિલાનીમાં અધ્યાપક અને પછી બિરલા કૉલેજમાં હિંદીના પ્રાધ્યાપક રહ્યા. છેલ્લે આચાર્ય તરીકે સેવાનિવૃત્ત થયા. ‘રાજસ્થાની કહાવતેં એક અધ્યયન’ નામક…
વધુ વાંચો >સહાની, ભીષ્મ
સહાની, ભીષ્મ (જ. 8 ઑગસ્ટ 1915, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં); અ. 11 જુલાઈ 2004) : હિંદી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. 1937માં તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી અંગ્રેજી સાથે એમ.એ. તથા 1958માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પંજાબ તથા દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા. 1965-67 ‘નઈ કહાનિયાઁ’ નામના ટૂંકી વાર્તાઓના હિંદી જર્નલના સંપાદક.…
વધુ વાંચો >