German literature
આઇકેનડૉર્ફ, જોસેફ
આઇકેનડૉર્ફ, જોસેફ (જ. 10 માર્ચ 1788, રટિબૉર, પ્રશિયા; અ. 26 નવેમ્બર 1857, પ્રશિયા) : જર્મન કવિ અને નવલકથાકાર. સિલેસિયન અમીર કુટુંબમાં જન્મ. 1807માં હાઇડલબર્ગમાં કાયદાનો અભ્યાસ કરતાં કરતાં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો, જેનાથી રંગદર્શી કવિઓમાં એમની ગણના થઈ. બર્લિનમાં 1809-10 દરમિયાન આગળ અભ્યાસ કરતાં રંગદર્શી રાષ્ટ્રીય આંદોલનના નેતાઓને તે મળ્યા.…
વધુ વાંચો >કાનેટ્ટી, એલિયાસ
કાનેટ્ટી, એલિયાસ (જ. 25 જુલાઈ 1905; રુસે, બલ્ગેરિયા; અ. 14 ઑગસ્ટ 1994, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન ભાષામાં લખતા સ્પૅનિશ સાહિત્યકાર. 1981ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1911માં તેમનું કુટુંબ બલ્ગેરિયાથી આવી ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટરમાં રહ્યું. 1913થી 1914 વચ્ચે એલિયાસ કાનેટ્ટી વિયેના, ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં રહ્યા હતા. 1924માં તેઓ વિયેના આવ્યા અને…
વધુ વાંચો >ક્લાઇસ્ટ, હાઇન્રિખ વૉન
ક્લાઇસ્ટ, હાઇન્રિખ વૉન (Kleist Heinrich Von) (જ. 18 ઑક્ટોબર 1777, ફ્રૅન્કફર્ટ એન ડર ઑર્ડર, પ્રુશિયા; અ. 21 નવેમ્બર 1811, વાનસી, બર્લિન પાસે) : ઓગણીસમી સદીના મહાન જર્મન નાટ્યકાર. ફ્રાન્સ તથા જર્મનીના વાસ્તવવાદી, રાષ્ટ્રવાદી, અભિવ્યક્તિવાદી તથા અસ્તિત્વવાદી વિચારધારાના કવિઓએ તેમને પોતાના પ્રેરણાપુરુષ માન્યા. આ કવિને કોઈ દૈવી પ્રતિભાના પરિણામે આધુનિક જીવન…
વધુ વાંચો >ક્લૉપસ્ટૉક, ફ્રેડરિક
ક્લૉપસ્ટૉક, ફ્રેડરિક (જ. 2 જુલાઈ 1724, ક્વેદ્લિંગબર્ગ, સૅક્સની, અ. 14 માર્ચ 1803, હેમ્બર્ગ) : પ્રથમ અર્વાચીન જર્મન કવિ. જર્મન સાહિત્યના નવવિધાનકાળને સમૃદ્ધ કરવામાં તેમણે મોટો ફાળો આપ્યો છે. શ્લેગલ, શીલર, લેસિંગ, ગટે આદિ કવિજનો સામે ક્લૉપસ્ટૉકે તૈયાર કરેલી અર્વાચીન ઊર્મિકવિતાની એક ભૂમિકા હતી. મિલ્ટનની સીધી અસર નીચે આ ક્લૉપસ્ટૉકે ઈશુની…
વધુ વાંચો >ગેઑર્ગ, શ્ટેફાન
ગેઑર્ગ, શ્ટેફાન [જ. 12 જુલાઈ 1868, બિન્ગેન (Bingen), જર્મની; અ. 4 ડિસેમ્બર 1933, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ] : ‘કલા ખાતર કલા’ના આંદોલનના પ્રવર્તક જર્મન પ્રતીકવાદી કવિ. હરાઇનને કિનારે આવેલા એક ગામમાં જન્મ. તેમણે પૅરિસ, મ્યૂનિક બર્લિનમાં અભ્યાસ કર્યો હતો; જોકે બર્લિન યુનિવર્સિટીમાં ત્રણ સેમેસ્ટરના અભ્યાસ પછી યુનિવર્સિટી શિક્ષણ છોડી દીધું હતું. તે…
વધુ વાંચો >ગેટે, યોહાન વૉલ્ફગાન્ગ
ગેટે, યોહાન વૉલ્ફગાન્ગ (જ. 28 ઑગસ્ટ 1749, ફ્રેન્કફર્ટ-આમ-માઇન; અ. 22 માર્ચ 1832, વાઇમાર, જર્મની) : જર્મન ભાષાના બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રસિદ્ધ સાહિત્યકાર. કિશોરવયમાં જ ગેટે પર ફ્રેન્ચ કવિતાની અસર પડી. પછી ત્યાં રજૂ થતાં ફ્રેન્ચ નાટકો અને ઑપેરા જોઈ નાટકો પ્રત્યે રુચિ થઈ. 16 વર્ષની ઉંમરે તો તેમને ફ્રેન્ચ ઉપરાંત…
વધુ વાંચો >ગ્રાસ, ગુન્ટર
ગ્રાસ, ગુન્ટર (જ. 16 ઑક્ટોબર 1927, ડેન્ઝિગ, જર્મની; અ. 13 એપ્રિલ 2015, લ્યૂબેક, જર્મની) : જર્મન કવિ, નાટકકાર, નવલકથાકાર. 1999ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. જર્મન પોલિશ વંશના આ લેખક ડૅન્ત્સિગના મુક્ત રાજ્યમાં ઊછર્યા. નૅશનલ સોશિયાલિસ્ટ પાર્ટીએ ડૅન્ત્સિગ કબજે કર્યું ત્યારે એમની ઉંમર 11 વર્ષની. 1944–45માં જર્મન લશ્કરમાં જોડાયા. હિટલરના…
વધુ વાંચો >જર્મન સાહિત્ય
જર્મન સાહિત્ય પૂર્વ અને પશ્ચિમ જર્મની (હવે એક જ) ઉપરાંત મોટા ભાગના ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે જર્મન ભાષાનો વ્યવહાર થાય છે. વિશ્વની તે એક સમૃદ્ધ ભાષા છે. ઐતિહાસિક ર્દષ્ટિએ તેના Old High German – ઓલ્ડ હાઈ જર્મન, Middle High German – મિડલ હાઈ જર્મન અને New High German – ન્યૂ…
વધુ વાંચો >ટૉલર, અર્ન્સ્ટ
ટૉલર, અર્ન્સ્ટ (જ. 1 ડિસેમ્બર 1893, સામોત્શિન, પૉલૅન્ડ; અ. 22 મે 1939, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ટોડ, સર ઍલેકઝાંડર રૉબટ્ર્સટૉનકિનનો અખાતજર્મન કવિ અને નાટ્યકાર. જન્મ યહૂદી માતાપિતાને ત્યાં. નવમા વર્ષે કવિતા લખવી શરૂ કરેલી. તેરમા વર્ષે તેમણે પિતા ગુમાવ્યા, અઢારમા વર્ષે અભ્યાસ માટે ફ્રાન્સ ગયેલા. 1914માં વિશ્વયુદ્ધ આવ્યું એટલે જર્મનીમાં પાછા…
વધુ વાંચો >દુરેમાત, ફ્રેડરિચિ
દુરેમાત, ફ્રેડરિચિ (જ. 5 જાન્યુઆરી 1921, બેર્ન; અ. 14 ડિસેમ્બર 1990) : જર્મન સાહિત્યકાર. જન્મે સ્વિસ. તેમનો જન્મ બેર્નના કોનોલ્ફિન્ગેનમાં થયો હતો. યુનિવર્સિટી ઑફ ઝુરિકમાં અભ્યાસ પ્રારંભ્યો અને 1941માં યુનિવર્સિટી ઑફ બેર્નમાં ગયા, પરંતુ 1943માં લેખક અને નાટ્યકાર થઈ અભ્યાસ છોડ્યો. વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં ખ્યાતનામ બનેલા નાટ્યકાર મૅક્સ ફ્રિસ્ચના સમકાલીન.…
વધુ વાંચો >