Geology
હિમનદીઓ (Glaciers)
હિમનદીઓ (Glaciers) નદીની જેમ વહન પામતો અને ગતિશીલતા ધરાવતો હિમજથ્થો. હિમ અને હિમસ્વરૂપો : વાતાવરણમાં જુદા જુદા વાયુઓ સહિત જલબાષ્પ અને રજકણો રહેલાં હોય છે. ગરમીને કારણે જલાવરણમાંથી ઉદભવતી બાષ્પ વાતાવરણમાં ભેજસ્વરૂપે જળવાય છે. આ ભેજ ઊંચા અક્ષાંશો તથા ઊંચાઈવાળા પર્વતપ્રદેશોમાં ઠંડી આબોહવાની અસર હેઠળ ઠરીને સૂક્ષ્મ કણિકાઓના સ્વરૂપે પડે…
વધુ વાંચો >હિમનદી-નિક્ષેપો
હિમનદી-નિક્ષેપો : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમપ્રપાત
હિમપ્રપાત : જુઓ હિમનદીઓ
વધુ વાંચો >હિમશિલા
હિમશિલા : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમસ્રોતાન્તર અશ્માવલિ
હિમસ્રોતાન્તર અશ્માવલિ : જુઓ હિમનદીઓ.
વધુ વાંચો >હિમ–હિમવર્ષા (snowsnowfall)
હિમ–હિમવર્ષા (snowsnowfall) : વર્ષા અથવા વૃષ્ટિનું એક સ્વરૂપ. તે અતિસૂક્ષ્મ હિમસ્ફટિકોના દળથી બનેલું હોય છે. આવા સ્ફટિકો ઠંડાં વાદળોમાં જલબાષ્પમાંથી વિકસતા હોય છે. વિકસ્યા પછી તે અન્યોન્ય અથડાય છે, જોડાય છે અને તેમાંથી હિમપતરીઓ રચાય છે. હિમપતરીઓનાં કદ જુદાં જુદાં હોય છે, ક્યારેક 100 જેટલા હિમસ્ફટિકો અન્યોન્ય જોડાય તો 25…
વધુ વાંચો >હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. તેની ઉત્તર સીમાએ જમ્મુ અને…
વધુ વાંચો >હિમીભવન (Glaciation) – હિમયુગો (Ice-Ages)
હિમીભવન (Glaciation) – હિમયુગો (Ice-Ages) : ઠંડી આબોહવાની અસર હેઠળ ભૂમિ કે સમુદ્રપટ પર બરફના જથ્થાની મોટા પાયા પર આવરણ રૂપે એકત્રિત થતા જવાની ઘટના. આ ઘટનામાં હિમનદીઓ, હિમાવરણ, હિમચાદરો બનવાની તેમજ તેમનાથી થતી ઘસારાજન્ય અને નિક્ષેપજન્ય ક્રિયાઓનો પણ સમાવેશ થઈ જાય છે. ખંડો અને સમુદ્ર-મહાસાગરોનાં વિશિષ્ટ લક્ષણોના ભૂસ્તરીય અભ્યાસ…
વધુ વાંચો >હિરાકુડ બંધ
હિરાકુડ બંધ : ઓરિસામાં વહેતી મહાનદી પર સંબલપુરથી આશરે 15 કિમી. અંતરે ઉત્તરમાં હિરાકુડ સ્થળે 1956માં બાંધવામાં આવેલો બંધ. આ બંધની નજીકમાં તિરકપાડા અને નરાજ ગામે બીજા બે સહાયકારી બંધનું નિર્માણકાર્ય પણ કરવામાં આવેલું છે. ભારત સ્વતંત્ર થયા બાદ શરૂ થયેલી બહુહેતુક નદી-પરિયોજનાઓ પૈકી આ યોજના સર્વપ્રથમ હાથ પર લેવાયેલી.…
વધુ વાંચો >હુબ્નેરાઇટ
હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. હુબ્નેરાઇટ તેના સ્ફટિકો ટૂંકા અને ત્રિપાર્શ્વીય હોય છે. ચમક : હીરકથી રાળમય. પ્રભંગ : ખરબચડો. કઠિનતા : 4. વિ. ઘ. : 7.2. રંગ…
વધુ વાંચો >