Geology

સોનામુખી

સોનામુખી : જુઓ મીંઢીઆવળ.

વધુ વાંચો >

સોપસ્ટોન

સોપસ્ટોન : શંખજીરુંનું ખનિજ બંધારણ ધરાવતો ખડક અથવા અશુદ્ધ શંખજીરુંનું ઘનિષ્ઠ-દળદાર સ્વરૂપ. તેને સ્ટિયેટાઇટ પણ કહે છે. તેનો સ્પર્શ સાબુ કે તેલ જેવો મુલાયમ હોય છે. આ ખડક શ્વેતથી રાખોડી કે રાખોડી-લીલો હોય છે અને કઠિનતા ઓછી હોય છે, નખથી તેને ખોતરી શકાય છે. પેરિડોટાઇટ જેવા પારબેઝિક અગ્નિકૃત ખડકની મૂળ…

વધુ વાંચો >

સોપાન-શિરા (Ladder-vein/Lode)

સોપાન-શિરા (Ladder-vein/Lode) : ખનિજીય કે ધાતુખનિજીય જમાવટનો બખોલ-પૂરણી પ્રકાર. ખનિજ કે ધાતુખનિજ શિરાઓ જ્યારે સીડીનાં સોપાનો સ્વરૂપે મળે ત્યારે તેમને સોપાન-શિરા કહે છે. પ્રાદેશિક ખડકોમાં પ્રવેશેલાં ડાઇક જેવાં અંતર્ભેદનો જ્યારે ઠરીને ઘનીભવન પામતાં હોય છે ત્યારે ડાઇકની દીવાલોની લંબ દિશામાં તડો, ફાટો કે સાંધાઓ વિકસે છે. જો ડાઇક ઊભી સ્થિતિમાં…

વધુ વાંચો >

સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone)

સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone) : જર્મનીના સોલહૉફેન વિસ્તારમાં પથરાયેલા ઊર્ધ્વ જુરાસિક (વ. પૂ. 19થી 13.6 કરોડ વર્ષ) કાળનો ખડકવિભાગ. અહીંના ઊર્ધ્વ જુરાસિક ખડકો જીવાવશેષયુક્ત છે અને પરવાળાંના ખરાબાથી બનેલા છે. જુરાસિક કાળ દરમિયાન તેમાં ખાડીસરોવરો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ સરોવરોમાં ચૂનાયુક્ત નિક્ષેપો એકઠા થયે જતા હતા, જેમાંથી અતિસૂક્ષ્મ ચૂનાખડક તૈયાર…

વધુ વાંચો >

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય)

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય) : ભારતના પંજાબ રાજ્ય તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંત બંનેમાંથી પસાર થતી હારમાળા. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર તેમજ સ્તરવિદ્યાત્મક અભ્યાસ માટે સૉલ્ટ-રેન્જ ભારત–પાકિસ્તાન બંનેનો મહત્વનો વિસ્તાર ગણાય છે. ઘણા જૂના સમયથી આ વિસ્તાર તરફ ભૂસ્તરવિદોનું ધ્યાન દોરાયેલું. તેમાં જીવાવશેષયુક્ત સ્તરો રહેલા છે માટે તે મહત્વની છે. તે ઉપરાંત તેમાં જુદા જુદા…

વધુ વાંચો >

સૉલ્ટ-રેન્જ (ભૌગોલિક)

સૉલ્ટ-રેન્જ (ભૌગોલિક) : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઉત્તર ભાગમાં, સિંધુ અને જેલમ નદીઓની ખીણો વચ્ચે આવેલી ટેકરીઓ તેમજ ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતોની શ્રેણી. ભૌગોલિક સ્થાન : તે 71° પૂ. રે.થી 74° પૂ. રે. વચ્ચે પૂર્વ–પશ્ચિમ વિસ્તરેલી છે. તળેટી ટેકરીઓના નીચલા ઢોળાવોમાં રહેલા વિસ્તૃત સિંધવ-નિક્ષેપોને કારણે તેને ક્ષાર-હારમાળા (salt-range) નામ અપાયેલું છે.…

વધુ વાંચો >

સૉસ્યુરાઇટીકરણ (Sossuritisation)

સૉસ્યુરાઇટીકરણ (Sossuritisation) : સૉસ્યુરાઇટ બનવાની પ્રક્રિયા. બેઝિક (કૅલ્શિયમધારક) પ્લેજિયોક્લેઝનું સૉસ્યુરાઇટ નામના લાક્ષણિક ખનિજજૂથમાં પરિવર્તન પામવાની પ્રક્રિયા. આ લાક્ષણિક ખનિજજૂથમાં ઝૉઇસાઇટ, ક્લોરાઇટ, ઍમ્ફિબોલ અને કાર્બોનેટ ખનિજોનો સમાવેશ થાય છે. અર્થાત્ બેઝિક પ્લેજિયોક્લેઝનું પરિવર્તન કૅલ્સાઇટ, અબરખ અથવા તેને સમકક્ષ અન્ય કોઈ પણ પડગુંથિત ખનિજમાં તેમજ ક્વચિત્ મળી આવતા રંગવિહીન ઍમ્ફિબોલ (જે એપિડૉટને…

વધુ વાંચો >

સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) :

સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) : કૅરિબિયન સમુદ્રમાંના લઘુ ઍન્ટિલિઝ ટાપુજૂથમાં સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર આવેલો સક્રિય જ્વાળામુખી પર્વત. 1,234 મીટરની ઊંચાઈ ધરાવતો સેન્ટ વિન્સેન્ટ ટાપુ સુંદર ભૌમિતિક આકાર ધરાવે છે. 1812માં અને ફરીથી 1902માં તેનાં પ્રચંડ પ્રસ્ફુટનો થયેલાં, તે વખતે અડધા ટાપુનો નાશ થયેલો અને અંદાજે 2,000 લોકોનાં મૃત્યુ થયેલાં.…

વધુ વાંચો >

સ્કાર્ન

સ્કાર્ન : કણશ: વિસ્થાપન દ્વારા ઉદભવેલો વિશિષ્ટ ખડકપ્રકાર. સ્વીડનના ખાણિયાઓએ ધાતુખનિજ શિરાઓના સંપર્કમાં રહેલી ખડક-દીવાલોમાં મળતા ઘેરા રંગવાળા ખનિજ વિભાગો માટે આપેલું નામ. પછીથી આ નામ એ પ્રકારના સ્થૂળ દાણાદાર ખડક માટે અથવા ચૂનાખડક કે ડોલોમાઇટ પર ઉષ્ણ સિલિકા-સમૃદ્ધ દ્રાવણો કે ઍસિડિક વાયુબાષ્પની પ્રક્રિયાને કારણે ઉદભવતા ખનિજસમૂહો માટે પણ વપરાતું…

વધુ વાંચો >

સ્કેપોલાઇટ

સ્કેપોલાઇટ : મારીઆલાઇટ, ડાયપાયર, મિઝોનાઇટ અને મીઓનાઇટ ખનિજોને સમાવી લેતા ખનિજ જૂથ માટેનું સામૂહિક નામ. તે વર્નેરાઇટના નામથી પણ ઓળખાય છે. તેમનું સામૂહિક રાસાયણિક બંધારણ દર્શાવતું સૂત્ર (Na, Ca, K) 4Al3 (Al, Si)3 Si6O24 (Cl, F, OH, CO3, SO4) મુકાય છે. બીજી રીતે, મારીઆનાઇટ = 3 આલ્બાઇટ + NaCl, મીઓનાઇટ…

વધુ વાંચો >