Geography

ખોરમ શહેર

ખોરમ શહેર (Khorram Shar) : ઈરાનના નૈર્ઋત્ય ખૂણે ઈરાની અખાતના મથાળાથી શત-અલ્-અરબ નદીથી ઉપરવાસમાં 72 કિમી. દૂર કરુન કે કારૂન નદીના ઉત્તર કાંઠે આવેલું બંદર. ભૌ. સ્થાન 30o 25′ ઉ. અ. અને 48o 11′ પૂ.રે. 1926 સુધી આ શહેર મોહમ્મેરાહ તરીકે ઓળખાતું હતું અને સ્થાનિક શેખના તાબે હતું. વાર્ષિક વરસાદ…

વધુ વાંચો >

ખોરાસાન

ખોરાસાન : ઈરાનના ઈશાન ખૂણે આવેલો મોટામાં મોટો પ્રાંત. તેની ઉત્તરે તુર્કમેનિસ્તાન, પૂર્વ તરફ અફઘાનિસ્તાન, વાયવ્યે ઈરાનનો માઝાંડરાન પ્રાંત, પશ્ચિમ અને વાયવ્ય ખૂણે સેમનાન પ્રાંત, પશ્ચિમ દિશાએ ઇસ્ફહાન અને યઝદ પ્રાંતો, દક્ષિણ દિશાએ કેરમાન શાહ પ્રાંત છે. સીસ્તાનને અડકીને આવેલ બલૂચિસ્તાન દક્ષિણ-અગ્નિ ખૂણે આવેલ છે. પ્રાચીન સમયમાં ખોરાસાન ‘ઊગતા સૂર્યના…

વધુ વાંચો >

ગજપતિ

ગજપતિ (Gajapati) : ઓડિસાના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21o 54´ ઉ. અ. અને 84o 15´ પૂ. રે.ની આજુબાજુનો 3,056 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફૂલબની (કંધમાલ); પૂર્વ તરફ ગંજામ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં આંધ્રપ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ રાયગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક…

વધુ વાંચો >

ગઝની

ગઝની : અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં આવેલ એ નામના પ્રાંતની રાજધાની તથા ઐતિહાસિક શહેર. પ્રાંતીય વિસ્તાર : 22,915 ચોકિમી. ભૌગોલિક સ્થાન : 33o 33´ ઉ. અ. તથા 68o 26´ પૂ. રે.. 3048 મી.ની ઊંચાઈએ અરગંદાબ અને તારનક નદીને બંને કાંઠે વસેલું આ શહેર કાબુલથી નૈર્ઋત્યમાં 150 કિમી. અને કંદહારથી ઈશાનમાં 358…

વધુ વાંચો >

ગઢચિરોલી

ગઢચિરોલી (Gadchiroli) : મહારાષ્ટ્ર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19o 57´ઉ. અ. અને 78o 40´ પૂ. રે.ની આજુબાજુનો 14,477 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નાગપુર વિભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભંડારા અને ગોંડા, પૂર્વ અને અગ્નિ તરફ છત્તીસગઢની…

વધુ વાંચો >

ગઢડા (સ્વામીના)

ગઢડા (સ્વામીના) : ભાવનગર જિલ્લાનું સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય તીર્થધામ તરીકે જાણીતું શહેર અને તે જ નામ ધરાવતો તાલુકો. ભૌગોલિક સ્થાન : 22o 25´ ઉ. અ. અને 70o 25´ પૂ. રે.. તાલુકાનો વિસ્તાર 898.5 ચોકિમી. અને વસ્તી 2,18,372 (2022) છે. સમગ્ર તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાની ઘેલો…

વધુ વાંચો >

ગઢવા (Gadhawa)

ગઢવા (Gadhawa) : ઝારખંડના પશ્ચિમ ભાગમાં પાલામૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 11´ ઉ. અ. અને 83o 49´ પૂ. રે.ની આજુબાજુનો 4,044 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ રોહતાસ જિલ્લો (બિહાર), પૂર્વ તરફ પાલામૌ જિલ્લો, દક્ષિણ તરફ સરગુજા…

વધુ વાંચો >

ગઢવાલ

ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા આ નામ ધરાવતા બે જિલ્લા – તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 29o 26´થી 31o 05´ ઉ. અ. અને 78o 12´થી 80o 06´ પૂ. રે. વચ્ચેનો 5,230 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તરકાશી; પૂર્વ તરફ રુદ્રપ્રયાગ,…

વધુ વાંચો >

ગણદેવી

ગણદેવી : નવસારી જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20o 49´ ઉ. અ. અને 72o 59´ પૂ. રે.. ગણદેવી તાલુકાનું ક્ષેત્રફળ 282.1 ચોકિમી. છે અને વસ્તી 2,40,128 (2001) છે. તાલુકામાં ગણદેવી તેમજ બીલીમોરા બે શહેરો છે. ગણદેવીની વસ્તી 23,600 (2023), બિલિમોરાની વસ્તી 75,000 (2023). ગણદેવી તાલુકાની જમીન સપાટ…

વધુ વાંચો >

ગદગ

ગદગ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાનું પ્રાચીન નગર. મહાભારતકાળના જનમેજયે આ નગર બંધાવ્યું હોવાનું મનાય છે. ગદગ 15° 25’ ઉ. અ. તથા 75° 38’ પૂ. રે. પર આવેલું છે. મુંબઈથી અગ્નિ દિશામાં લગભગ 482 કિમી. દૂર છે. તે ગુંટકલ-હૂબલી રેલવે પરનું જંક્શન છે. આ નગર દશમી શતાબ્દી(ઈ. સ.)થી…

વધુ વાંચો >