Geography
અલીઘની પર્વતમાળા
અલીઘની પર્વતમાળા : ઉત્તર અમેરિકાનાં પેન્સિલ્વેનિયા અને વર્જિનિયા રાજ્યોમાં આવેલી પર્વતમાળા. તેની પૂર્વે ઍપેલેશિયન પર્વતનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તરે પેન્સિલ્વેનિયાની મધ્યમાંથી તે શરૂ થાય છે અને દક્ષિણ વર્જિનિયામાં પૂરી થાય છે. પેન્સિલ્વેનિયામાં આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ડેવિસ 980 મીટરની ઊંચાઈએ છે : જ્યારે વર્જિનિયામાં તેનું સર્વોચ્ચ શિખર…
વધુ વાંચો >અલીબાગ
અલીબાગ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું, મુંબઈથી દક્ષિણે 31 કિમી. દૂર, અરબી સમુદ્રકાંઠે વસેલું શહેર. સત્તરમી સદીમાં ‘અલી’ નામના એક મુસ્લિમ શ્રીમંતે આ સ્થળે આંબાનાં અને સોપારીનાં વૃક્ષોનો બગીચો બનાવેલો. તે પરથી આ શહેરનું નામ અલીબાગ પડેલું. અગાઉ આ શહેર મરાઠાઓના કબજામાં હતું. એમની પાસેથી મુસ્લિમોએ જીતી લઈ આ શહેરનું નવું…
વધુ વાંચો >અલ્જિયર્સ
અલ્જિયર્સ : આફ્રિકાના અલ્જિરિયાનું પાટનગર અને મુખ્ય બંદર. સાહેલ ટેકરીઓ પર વસેલા અલ્જિયર્સ શહેરની વસ્તી 39,15,811 (2011) છે. ફિનિશિયા(આધુનિક લેબનન અને આસપાસના વિસ્તારનો પ્રાચીન પ્રદેશ)ની પ્રજાએ ઉત્તર આફ્રિકામાંનાં તેનાં અનેક સંસ્થાનોની સ્થાપના વખતે અરબોએ 935માં આ શહેરની સ્થાપના કરી હતી. અનેક આક્રમણોમાં નાશ પામેલા અલ્જિયર્સની પુન: સ્થાપના બર્બર વંશે દસમી…
વધુ વાંચો >અલ્જિરિયા
અલ્જિરિયા ઉત્તર આફ્રિકાનો ભૂમધ્યસમુદ્રને કિનારે મઘ્રેબ (વાયવ્ય આફ્રિકા)માં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 9° ઉ.અ.થી 37° ઉ.અ. અને 9° પૂ.રે.થી 12° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 23,84,741 ચોકિમી છે. તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે અને આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યુનિસિયા…
વધુ વાંચો >અલ્તાઈ પર્વતમાળા
અલ્તાઈ પર્વતમાળા : મધ્ય એશિયામાં રશિયા, મોંગોલિયા અને ચીનમાં પથરાયેલી લગભગ 1,600 કિમી. લાંબી પર્વતમાળા. પશ્ચિમ સાઇબીરિયાના ગોબી રણથી તે શરૂ થાય છે. તુર્ક-મોંગોલિયન ભાષાના ‘અલ્તાન’ (સોનેરી) શબ્દ પરથી આ પર્વતમાળાનું નામ પડ્યું છે. રશિયાના મધ્ય અને પૂર્વ ભાગમાં અલ્તાઈ પર્વતમાળા સૌથી ઊંચી છે. ત્યાં સૌથી ઊંચું શિખર બેલુખા (4496…
વધુ વાંચો >અલ્બુકર્કી
અલ્બુકર્કી : અમેરિકાના સંયુક્ત રાજ્યોના ન્યૂ મેક્સિકો રાજ્યનું એક મહત્વનું શહેર. 35° ઉત્તર અક્ષાંશ અને 106° 40´ પશ્ચિમ રેખાંશ પર રિયોગ્રાન્ડે નદીના કિનારા પર તે આવેલું છે. દેશના અર્ધશુષ્ક પ્રદેશમાં હોવાથી અલ્બુકકીર્ર્માં વાર્ષિક વરસાદ ફક્ત 230 મિમી. જેટલો થાય છે. જાન્યુઆરીમાં તાપમાન 4° સે. અને જુલાઈમાં 27° સે. રહે છે.…
વધુ વાંચો >અલ્બેટ્રૉસ ટાપુઓ
અલ્બેટ્રૉસ ટાપુઓ : અલ્બેટ્રૉસ નામથી ઓળખાતા બે ટાપુઓ, જે ભિન્ન ભિન્ન સ્થળે આવેલા છે. તેમાંનો એક આર્જેન્ટીનાના કિનારા નજીક તો બીજો ઑસ્ટ્રેલિયાના કિંગ ટાપુ અને તાસ્માનિયા ટાપુની વચ્ચે છે. આર્જેન્ટીનાના કિનારા નજીકનો અલ્બેટ્રૉસ ટાપુ બ્રિટનની સત્તા હેઠળ છે અને તે દક્ષિણ જ્યૉર્જિયાનો ભાગ છે. તેનું ભૌગોલિક સ્થાન આટલાન્ટિક સમુદ્રની દક્ષિણે…
વધુ વાંચો >અલ્મા-આતા
અલ્મા-આતા : રશિયામાં અગ્નિ કઝાખમાં આવેલો પ્રદેશ અને તેનું પાટનગર. વસ્તી : પ્રદેશ 18,66,000 (1980); શહેર 11,47,000 (1990). વિસ્તાર 1,04,700 ચોકિમી. ઉત્તરમાં બાલ્ખાશ સરોવરથી શરૂ કરી ઇલી નદીના બંને કાંઠે, અગ્નિએ ચીનની સરહદ સુધી આ પ્રદેશ વિસ્તરેલો છે. કૃષિ અને પશુપાલન આ પ્રદેશના મુખ્ય વ્યવસાયો છે. ઉદ્યોગો અલ્મા-આતા શહેરમાં કેન્દ્રિત…
વધુ વાંચો >અલ્-મૂત
અલ્-મૂત : ઈરાનમાં કઝવીન પાસેનો પ્રાચીન દુર્ગ. હસન બિન સબ્બાહ નામના એક બાતિની ધાર્મિક ઉપદેશકે પોતાના અંતિમવાદી ધાર્મિક સિદ્ધાંતોના પ્રચારાર્થે ઈરાનની કઝવીન નામની જગ્યાની વાયવ્ય દિશામાં 1090માં અલ્-મૂત (ગરુડનો માળો), જે પર્વતમાં મજબૂત અને અભેદ્ય કિલ્લા જેવો હતો, તેનો કબ્જો લીધો અને ત્યાંથી ઇસ્લામી જગતને ધાકધમકી અને ખૂનરેજીથી ભયભીત કરવા…
વધુ વાંચો >અલ્મોડા
અલ્મોડા : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લો : હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,139 ચોકિમી. અને વસ્તી 6,22,506 (2011) છે. આ શહેરની વસ્તી 35,513 (2011) છે. તેની ઉત્તરે ચમોલી, પૂર્વે પિથોરાગઢ, દક્ષિણે નૈનીતાલ તથા પશ્ચિમે ગઢવાલ જિલ્લાઓ આવેલા છે. અલ્મોડા શહેર જિલ્લાનું…
વધુ વાંચો >