અલ્બુકર્કી

January, 2001

અલ્બુકર્કી : અમેરિકાના સંયુક્ત રાજ્યોના ન્યૂ મેક્સિકો રાજ્યનું એક મહત્વનું શહેર. 35° ઉત્તર અક્ષાંશ અને 106° 40´ પશ્ચિમ રેખાંશ પર રિયોગ્રાન્ડે નદીના કિનારા પર તે આવેલું છે. દેશના અર્ધશુષ્ક પ્રદેશમાં હોવાથી અલ્બુકકીર્ર્માં વાર્ષિક વરસાદ ફક્ત 230 મિમી. જેટલો થાય છે. જાન્યુઆરીમાં તાપમાન 4° સે. અને જુલાઈમાં 27° સે. રહે છે. 3 લાખ કરતાં વધુ વસ્તી ધરાવતું આ શહેર ન્યૂ મેક્સિકો રાજ્યનું વેપાર અને વાહનવ્યવહારનું કેન્દ્ર છે. આ જૂના શહેરમાં સ્પૅનિશ બાંધકામની ઢબનાં મકાનો છે. હાલ આ નવું વિકસતું શહેર ઉદ્યોગો અને રહેઠાણોથી ભરપૂર છે. યુનિવર્સિટી ઑવ્ ન્યૂ મેક્સિકો, ઓલ્ડ ટાઉન પ્લાઝા તથા ચર્ચ ઑવ્ સાન ફેલિપ ડી-નોરી આ શહેરમાં જોવાલાયક સ્થાપત્યનાં આકર્ષણો છે. અહીંની વસ્તી 5,59,000 (2019) છે.

Downtown albuquerque

અલ્બુકર્કી શહેર

સૌ. "Downtown albuquerque" | CC BY-SA 3.0

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ