Geography

કર્કવૃત્ત

કર્કવૃત્ત : પૃથ્વીના ગોળા પરનું 23o 30′ ઉત્તરે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે કર્કવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિન્દુથી ઉત્તર ગોળાર્ધ તરફનું 23o 30′ કોણીય અંતર ગણાય. કર્કવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની ઉત્તર સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુની પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની ધરીને કક્ષાની સપાટી…

વધુ વાંચો >

કર્ણાટક

કર્ણાટક મૂળ મૈસૂર તરીકે ઓળખાતું પણ નવેમ્બર 1973થી કર્ણાટક તરીકે જાણીતું, દક્ષિણ ભારતમાં 11o 31′ અને 18o 45′ ઉ. અ. અને 74o  12′ અને 78o 40′ પૂ. રે. વચ્ચે આવેલું ભારતના ગણરાજ્યનું ઘટક રાજ્ય. વિસ્તાર : 1,91,791 ચોકિમી., વસ્તી : 6,11,30,721 (ઈ.સ. 2011 મુજબ). વિસ્તાર અને વસ્તીને લક્ષમાં લેતાં ઊતરતા…

વધુ વાંચો >

કર્નાલ

કર્નાલ (Karnal) : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 29o 09′ 50”થી 29o 59′ ઉ. અ. અને 76o 31′ 15”થી 77o 12′ 45” પૂ. રે. વચ્ચેનો 2,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્યમાં કુરુક્ષેત્ર જિલ્લો, પશ્ચિમ તરફ…

વધુ વાંચો >

કર્બી ઍંગલૉંગ

કર્બી ઍંગલૉંગ (Karbi Anglong) : આસામ રાજ્યનો પહાડી જિલ્લો. તે 25o 50′ ઉ. અ. અને 93o 30′ પૂ. રે.ની આજુબાજુનો 10,434 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે આસામનો સૌથી મોટો જિલ્લો છે. તેની ઉત્તરે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા; પૂર્વ તરફ ગોલાઘાટ જિલ્લો અને નાગાલૅન્ડ રાજ્યની સીમા; …

વધુ વાંચો >

કલકત્તા (કોલકાતા)

કલકત્તા (કોલકાતા) ભારતનું વસ્તીની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતું મોટું શહેર અને પશ્ચિમ બંગાળની રાજધાની. ભૌગોલિક સ્થાન : તે 22o 32′ ઉ. અ. અને 88o 22′ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. 1911 સુધી તે ભારતની રાજધાની હતું. 1981ની વસ્તીગણતરી અનુસાર એની વસ્તી 91,94,000 હતી, તેમાં 26 ટકા નિર્વાસિતો, 56…

વધુ વાંચો >

કલહરીનું રણ

કલહરીનું રણ : દક્ષિણ આફ્રિકામાં આવેલો વિશાળ રણપ્રદેશ. આશરે 2,60,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું આ રણ ઝિમ્બાબ્વે, બોટ્સવાના અને નામિબિયા જેવા દેશોમાં વિસ્તરેલું છે. દ. ગોળાર્ધમાં વિષુવવૃત્તથી દક્ષિણે દ. અક્ષાંશ (મકરવૃત્ત) ઉપર આ રણપ્રદેશ આવેલ છે. આ રણપ્રદેશની ઉત્તરે ઝાંબેઝી નદી, પૂર્વમાં ટ્રાન્સવાલ અને ઝિમ્બાબ્વેનો ઉચ્ચપ્રદેશ જ્યારે દક્ષિણમાં ઑરેંજ નદી આવેલી…

વધુ વાંચો >

કલિંગ

કલિંગ : પૂર્વ ભારતનું પ્રાચીન રાજ્ય. ભારતનાં નવ પ્રાચીન રાજ્યો પૈકી કલિંગ જનપદ, રાજ્ય અને શહેર છે. તેનું બીજું નામ કક્ષીવાન ઋષિ અને કલિંગની રાણીની દાસીના પુત્રના નામ ઉપરથી ઓરિસા પડ્યું છે. દીર્ઘતમા ઋષિ અને બાણાસુરની રાણી સુદેષ્ણાથી ઉત્પન્ન થયેલ પુત્ર કલિંગે પોતાના નામ ઉપરથી પછી રાજ્યનું નામ કલિંગ પાડ્યું…

વધુ વાંચો >

કલિંગપત્તન

કલિંગપત્તન : વિશાખાપત્તનમના ઉદય પૂર્વે આંધ્રપ્રદેશનું વંશધારા નદી ઉપર આવેલું બંદર. શ્રીકાકુલમ્ જિલ્લામથકથી 26 કિમી. દૂર, 18o 19′ ઉ. અ. અને 84o 07′ પૂ. રે. ઉપર આવેલું આ શહેર પૂર્વીય ગંગ રાજાઓની રાજધાની હતું. શણ, ડાંગર, મગફળી, જીંજરલીનાં બિયાં, અને કઠોળ મુખ્ય પાક છે. મુસ્લિમ શાસનકાળ દરમિયાન તે સૂબેદારનું મથક…

વધુ વાંચો >

કલોલ

કલોલ : ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો તાલુકો તથા તાલુકામથક. ભૌગોલિક : સ્થાન. 23o 15′ ઉ. અ. અને 72o 30′ પૂ. રે. તે અમદાવાદથી ઉત્તરે, મહેસાણાથી દક્ષિણે અને ગાંધીનગરથી પશ્ચિમે આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 17.2 ચોકિમી. જેટલું છે. તે અમદાવાદ-મહેસાણા-દિલ્હી બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. મહેસાણાથી 42 કિમી., ગાંધીનગરથી 28 કિમી. અને…

વધુ વાંચો >

કલ્પસર-યોજના

કલ્પસર-યોજના : ગુજરાતનો ખંભાતના અખાતને ઘોઘા-હાંસોટ વચ્ચે આડબંધ બાંધી ખારા પાણીના પટને વિશાળ મીઠા પાણીના સરોવરમાં ફેરવવાનો આયોજિત કરેલો મહત્વાકાંક્ષી પ્રકલ્પ. કલ્પવૃક્ષ જેમ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઇરાદાઓ પૂરાં પાડનાર અદભુત સરોવર. ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ…

વધુ વાંચો >