Geography

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયા મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક ભૂમિબંદીસ્ત રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 8.64 લાખ (2017) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયન આલ્પ્સ

ઑસ્ટ્રેલિયન આલ્પ્સ : ઑસ્ટ્રેલિયાના પૂર્વકિનારે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ(પૂર્વનો પહાડી પ્રદેશ)નો સૌથી ઊંચો અગ્નિકોણીય વિસ્તાર (જે મહદ્અંશે પૂર્વ વિક્ટોરિયા અને દ. પૂ. ન્યૂ સાઉથવેલ્સ રાજ્યોમાં પથરાયેલો છે). વિશાળ કદ ધરાવવા ઉપરાંત તેના ઊંચા ભાગો પાંચ-છ માસ સુધી હિમાચ્છાદિત રહે છે, જેને આધારે તેને ઑસ્ટ્રેલિયન આલ્પ્સ નામ અપાયું છે. તેનાં…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…

વધુ વાંચો >

ઓસ્માનાબાદ

ઓસ્માનાબાદ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 180 10′ ઉ. અ. અને 760 02′ પૂ.રે.ની આજુબાજુનો 7,569 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ, પૂર્વે લાતુર અને કર્ણાટક રાજ્યનો બિદર, દક્ષિણે સોલાપુર તથા પશ્ચિમે સોલાપુર અને અહમદનગર જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

ઓસ્લો

ઓસ્લો : નૉર્વેનું પાટનગર. સૌથી મોટું શહેર, પ્રમુખ બંદર તથા મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર. નૉર્વેના દક્ષિણ પૂર્વમાં, ખુલ્લા દરિયાથી આશરે 97 કિમી. દૂર, ઉદ્યોગવ્યાપારનું મહત્વનું મથક. ભૌગોલિક સ્થાન : તે 590 55′ ઉ. અ. અને 100 45′ પૂ. રે.ની આજુબાજુનો 427 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. સ્થાપના 1024. અહીં 11મી સદીમાં…

વધુ વાંચો >

ઓહાયો

ઓહાયો : ઉત્તર અમેરિકામાં આવેલાં યુ.એસ.નાં પચાસ રાજ્યો પૈકીનું ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું રાજ્ય. ઓહાયો નામ ‘ઇરોક્વા’ શબ્દ ઉપરથી પડ્યું અને તેનો અર્થ સુંદર થાય છે. તે 380 27′ અને 410 58′ ઉ. અ. અને 800 32′ થી 890 49′ પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલું છે. તેની પૂર્વે એપેલેશિયન ગિરિમાળાનો છેડો…

વધુ વાંચો >

ઔદ્યોગિક ભૂગોળ

ઔદ્યોગિક ભૂગોળ : આર્થિક ભૂગોળની વિશિષ્ટ શાખા. ઔદ્યોગિક ઉત્પાદન સાથે સંબંધિત બાબતોનો અભ્યાસ મુખ્યત્વે બે વિદ્યાશાખાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે : અનુભવજન્ય અર્થશાસ્ત્ર (empirical economics) તથા આર્થિક ભૂગોળ. તેમાંની પ્રથમ વિદ્યાશાખામાં ઉત્પાદનનાં આર્થિક લક્ષણો અને પરિબળોનું વર્ણન તથા આર્થિક પરિપ્રેક્ષ્યમાં તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, તો બીજીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓની…

વધુ વાંચો >

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >