Geography
સ્ટ્રૅબો (Strabo)
સ્ટ્રૅબો (Strabo) [જ. ઈ. પૂ. 63 (?), અમાસિયા, તુર્કસ્તાન; અ. ઈ. સ. 24 (?)] : ગ્રીક ભૂગોળવેત્તા અને ઇતિહાસવિદ. તેમણે રોમ અને ઍલેક્ઝાંડ્રિયામાં અભ્યાસ કરેલો. ત્યાર બાદ તેમણે અરબસ્તાન, દક્ષિણ યુરોપ તથા ઉત્તર આફ્રિકામાં પણ પ્રવાસો ખેડેલા. સ્ટ્રૅબો ભૌગોલિક માહિતી એકત્રિત કરી તેને લખાણબદ્ધ કરવા માટે તેઓ જાણીતા છે. તેમણે…
વધુ વાંચો >સ્થાનિક સમય
સ્થાનિક સમય : સામાન્ય માણસ માટે સમયના સંદર્ભમાં ઉપયોગમાં લેવાતો શબ્દ. પૃથ્વી ચોવીસ કલાકમાં એક અક્ષભ્રમણ પૂરું કરે છે, એટલે કે દર ચોવીસ કલાકે પૃથ્વી પરનાં કાલ્પનિક 360° રેખાંશવૃત્તો પૈકીનું પ્રત્યેક રેખાંશવૃત્ત સૂર્યની બરાબર સામેથી એક વખત પસાર થાય છે. કોઈ પણ રેખાંશવૃત્ત જ્યારે સૂર્યની બરાબર સામે આવે ત્યારે ત્યાં…
વધુ વાંચો >સ્પાઇસ ટાપુઓ
સ્પાઇસ ટાપુઓ : વિષુવવૃત્ત નજીક આવેલા ઇન્ડોનેશિયન ટાપુઓનો સમૂહ. આ ટાપુઓમાં ટર્નેટ, ટિડોર, હાલ્માહેરા, અંબોન (અંબોનિયા) અને બાંદાનો સમાવેશ થાય છે. આ ટાપુઓ હવે મોલુકા અથવા માલુકુ નામથી ઓળખાય છે. અહીં મસાલા થતા હોવાથી આ પ્રમાણેનું નામ પડેલું છે. અહીંથી મળતા મસાલાને કારણે યુરોપિયન વેપારીઓ ઇન્ડોનેશિયન વિસ્તારમાં આવવા આકર્ષાયેલા. પોર્ટુગીઝોએ…
વધુ વાંચો >સ્પાર્ટા
સ્પાર્ટા : પ્રાચીન ગ્રીસનું એક વખતનું ખૂબ જ શક્તિશાળી રાજ્ય અને શહેર. ભૌગોલિક સ્થાન : 37° 05´ ઉ. અ. અને 22° 27´ પૂ. રે.. લૅકોનિયાનું પાટનગર. તે લૅસેડીમૉન નામથી પણ ઓળખાતું હતું. તે તેના લશ્કરી સત્તા-સામર્થ્ય તેમજ તેના વફાદાર સૈનિકો માટે ખ્યાતિ ધરાવતું હતું. દેશના રક્ષણ કાજે મરી ફીટવા તૈયાર…
વધુ વાંચો >સ્પેન
સ્પેન પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 36o 00´થી 43o 30´ ઉ. અ. અને 4o 00´ પૂ. રે. થી 9o 30´ પ. રે. વચ્ચેનો 5,04,750 ચોકિમી. જેટલો (ભૂમધ્ય સમુદ્રમાં આવેલા બેલારિક ટાપુઓ તથા ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા કૅનેરી ટાપુઓ સહિત) વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ મહત્તમ લંબાઈ…
વધુ વાંચો >સ્વાઝીલૅન્ડ (Swaziland)
સ્વાઝીલૅન્ડ (Swaziland) : આફ્રિકા ખંડના અગ્નિ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ દ. અ. અને 31° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 17,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં મોઝામ્બિક દેશ આવેલો છે, જ્યારે બાકીની બધી બાજુઓ પર દક્ષિણ આફ્રિકા દેશ આવેલો છે. તેનું સત્તાવાર રાષ્ટ્રીય…
વધુ વાંચો >સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty)
સ્વાતંત્ર્યદેવી-પૂતળું (Statue of Liberty) : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના સ્વાતંત્ર્યની યાદ અપાવતું, ન્યૂયૉર્ક શહેરમાં આવેલું, ખૂબ જ લોકપ્રિય બનેલું ભૂમિચિહ્ન. ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર ટાવર સમું બની રહેલું તાંબાનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ બનાવે છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને…
વધુ વાંચો >સ્વિટ્ઝર્લૅન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડ યુરોપના મધ્યભાગમાં આવેલો નાનો ભૂમિબંદિસ્ત, સમવાયતંત્રી દેશ. ભૌગોલિક સ્થાન : તે 45° 45´થી 47° 45´ ઉ. અ. અને 6° 00´થી 10° 30´ પૂ. રે. વચ્ચેનો 1,355 ચોકિમી.ના આંતરિક જળવિસ્તાર સહિત કુલ 41,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ તેના ખૂબ જ સુંદર, રમણીય હિમાચ્છાદિત પર્વતો તેમજ સ્વાતંત્ર્યપ્રેમી…
વધુ વાંચો >સ્વીડન
સ્વીડન : જુઓ સ્કેન્ડિનેવિયા.
વધુ વાંચો >સ્વેનસિયા (Swansea)
સ્વેનસિયા (Swansea) : સાઉથ વેલ્સમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક મથક અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : તે 51° 35´ ઉ. અ. અને 3° 52´ પ. રે.ની આજુબાજુનો 378 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સ્થાનિક વેલ્શ નામ ઍબરતાવ છે. આ નામ સ્વેનસિયા અખાતને મથાળે ઠલવાતી તાવ નદીમુખ પરથી પડેલું છે.…
વધુ વાંચો >