Geography

સાંગલી

સાંગલી : મહારાષ્ટ્ર રાજ્યમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 45´થી 17° 33´ ઉ. અ અને 73° 42´થી 75° 40´ પૂ. રે. વચ્ચેનો 8,572 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાતારા અને સોલાપુર જિલ્લા, પૂર્વમાં અને દક્ષિણમાં કર્ણાટક…

વધુ વાંચો >

સાંગ્રે દ ક્રિસ્ટો પર્વતો

સાંગ્રે દ ક્રિસ્ટો પર્વતો : દક્ષિણ રૉકીઝ પર્વતમાળાનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 37° 30´ ઉ. અ. અને 105° 15´ પ. રે. તે દક્ષિણ-મધ્ય કૉલોરાડોમાં આવેલા પોન્ચા ઘાટથી દક્ષિણ-અગ્નિ દિશા તરફ આશરે 400 કિમી.ની લંબાઈમાં લાસ વેગાસ(મધ્ય-ઉત્તર ન્યૂ મેક્સિકો)ની નૈર્ઋત્યમાં આવેલા નીચા જળવિભાજક સુધી વિસ્તરેલો છે. સામાન્ય રીતે ફ્રન્ટ રેન્જનું…

વધુ વાંચો >

સાંપાવાડા

સાંપાવાડા : અત્યારના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું નાનું ગામ. ગુજરાતમાં ચૌલુક્યો(સોલંકી)ના શાસનકાળ દરમિયાન ભીમદેવ બીજાના શાસનકાળની વચ્ચે ઈ. સ. 1218-24 દરમિયાન શાસન કરી જનાર જયંતસિંહના એક દાનપત્ર-તામ્રશાસનમાં તેનો ઉલ્લેખ આવે છે. આ દાનપત્રથી જ જયંતસિંહની ઐતિહાસિકતા સિદ્ધ થાય છે. આ તામ્રશાસન અનુસાર સ્પષ્ટ થાય છે કે એ સમયે સાંપાવાડા ગુજરાતના…

વધુ વાંચો >

સાંભર સરોવર (Sambhar Lake)

સાંભર સરોવર (Sambhar Lake) : રાજસ્થાનમાં જયપુર નજીક આવેલું, ભારતનું ખારા પાણીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 26° 53´ ઉ. અ. અને 74° 45´ પૂ. રે. પર તે જયપુર-અજમેર વચ્ચે આવેલું છે. તે 230 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. રાજસ્થાનના જયપુર-અજમેર અને નાગૌર જિલ્લાઓની સરહદો વચ્ચે તે ત્રિકોણાકારમાં પથરાયેલું…

વધુ વાંચો >

સિકર

સિકર : રાજસ્થાનના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´થી 28° 12´ ઉ. અ. અને 74° 44´થી 75° 05´ પૂ. રે. વચ્ચેનો 7,732 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝૂનઝૂનુ જિલ્લો, ઈશાનમાં હરિયાણાની સીમા, પૂર્વ અને દક્ષિણ તરફ જયપુર,…

વધુ વાંચો >

સિકંદરાબાદ

સિકંદરાબાદ : જુઓ હૈદરાબાદ.

વધુ વાંચો >

સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang)

સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang) : દક્ષિણ ચીનની સૌથી લાંબી, મહત્વની નદી. ભૌગોલિક સ્થાન : 22° 25´ ઉ. અ. અને 113° 23´ પૂ. રે. તે યુનાન(હુનાન)ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને દક્ષિણ ચીની સમુદ્રમાં ઠલવાય છે. ચીનની યાંગત્ઝે, સંગારી અને હુઆંગ હો (પીળી નદી) કરતાં તે ટૂંકી છે. તેની સહાયક નદીઓમાં પેઈ…

વધુ વાંચો >

સિક્કા

સિક્કા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં કચ્છના અખાતને પૂર્વ કિનારે આવેલું શહેર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 27´ ઉ. અ. અને 70° 07´ પૂ. રે. પર જામનગરથી 40 કિમી. પશ્ચિમ તરફ તથા ઓખાથી ઉત્તર-પૂર્વમાં 64 કિમી.ને અંતરે તથા બેડીની ખાડીના મુખથી 24 કિમી.ને અંતરે દક્ષિણ-પશ્ચિમ તરફ આવેલું…

વધુ વાંચો >

સિક્કિમ

સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા…

વધુ વાંચો >

સિડની (Sydney)

સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…

વધુ વાંચો >