Geography

સંબલપુર

સંબલપુર : ઓરિસા રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 00 ઉ. અ. અને 84° 20´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,702 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ જિલ્લો, પૂર્વમાં સુંદરગઢ, દેવગઢ અને અંગૂલ જિલ્લા, દક્ષિણે અંગૂલ અને સોનેપુર જિલ્લા તથા…

વધુ વાંચો >

સંભલ

સંભલ : ઉત્તરપ્રદેશ રાજ્યના મોરાદાબાદ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 35´ ઉ. અ. અને 78° 33´ પૂ. રે.. પ્રાચીન વસાહતમાંથી વિકસેલા આ નગરનું મુસ્લિમ શાસન દરમિયાન વિશેષ મહત્ત્વ હતું. પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના પૂર્વાર્ધ કાળ દરમિયાન સિકંદર લોદીના સમયમાં તે પ્રાંતીય પાટનગર હતું. પ્રાચીન કાળમાં આ…

વધુ વાંચો >

સાઇપાન

સાઇપાન : ઉત્તર મરિયાના ટાપુઓના યુ. એસ. કૉમનવેલ્થના ભાગરૂપ ટાપુ. 1962થી પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં યુ. એસ. ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ ધ પૅસિફિક આઇલૅન્ડ્ઝનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 15° 12´ ઉ. અ. અને 145° 45´ પૂ. રે. આજુબાજુનો 122 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. પહાડી ભૂપૃષ્ઠ ધરાવતા આ ટાપુની લંબાઈ…

વધુ વાંચો >

સાઇબિરિયા

સાઇબિરિયા : ઉ. એશિયાનો યુરલ પર્વતમાળાથી પૅસિફિક મહાસાગર સુધી વિસ્તરેલો રશિયાના તાબા હેઠળનો ભૂમિવિસ્તાર. તે આશરે 42° ઉ. થી 80° ઉ. અક્ષાંશવૃત્તો તેમજ આશરે 64° પૂ.થી 170° પશ્ચિમ રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે. તેના ઉત્તર ભાગમાં ઉ. ધ્રુવવૃત્ત (661° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેના પૂર્વ છેડાના ભાગોને 180° રેખાંશવૃત્ત સ્પર્શે…

વધુ વાંચો >

સાઇમન્સટાઉન (Simonstown)

સાઇમન્સટાઉન (Simonstown) : દક્ષિણ આફ્રિકાના કેપટાઉન નજીકના ફૉલ્સ ઉપસાગરના ભાગરૂપ સાઇમનના અખાત પર આવેલું નગર તેમજ નૌકામથક. ભૌ. સ્થાન : 34° 14´ દ. અ. અને 18° 26´ પૂ. રે.. તે કેપટાઉનથી દક્ષિણે આશરે 40 કિમી.ને અંતરે કેપની ભૂશિરના પૂર્વ કાંઠા પર આવેલું છે. તે સાઇમનસ્ડૅડ નામથી પણ ઓળખાય છે. અહીંનાં…

વધુ વાંચો >

સાઇસ (Sais)

સાઇસ (Sais) : નાઇલ નદીના ત્રિકોણપ્રદેશના ગુલાબની પાંખડીઓની જેમ પથરાયેલા ફાંટાઓ પર આવેલું ઇજિપ્તનું પ્રાચીન શહેર. પ્રાચીન નામ ‘સાઇ’. ‘સાઇ’ પરથી ગ્રીક નામ ‘સાઇસ’ થયેલું છે. તેનું અરબી નામ ‘સા અલ-હજૂર (હગર)’ છે. આ સ્થળે યુદ્ધની દેવી નાઇથ(Neith)નું પવિત્ર તીર્થ આવેલું હતું. ઈ. પૂ.ની આઠમી સદીમાં દક્ષિણ ઇજિપ્ત પર કાબૂ…

વધુ વાંચો >

સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયા : રાતા સમુદ્ર અને પર્શિયન અખાત વચ્ચે વિસ્તરેલા અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મધ્ય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 0´થી 32° 10´ ઉ. અ. તથા 34° 30´ થી 56° 0´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે અને તેના લગભગ મધ્યભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તેનું ભૌગોલિક…

વધુ વાંચો >

સાઉં ટમે અને પ્રેન્સિપ (Sa o Tome´ and Principe)

સાઉં ટમે અને પ્રેન્સિપ (Sa o Tome´ and Principe) : બે મુખ્ય અને અનેક નાના ટાપુઓથી બનેલો આફ્રિકી દેશ. ભૌ. સ્થાન : તે બંને આશરે 0° થી 0° 25´  ઉ. અ. અને 6° 27´ થી 6° 45´ પૂ. રે. તથા 1° 30´થી 1° 45´ ઉ. અ. અને 7° 15´થી 7°…

વધુ વાંચો >

સાઓ પાવલો

સાઓ પાવલો : બ્રાઝિલના પૂર્વ કિનારે આશરે 23° 32´ દ. અ. તથા 46° 37´ પ. રે. પર આવેલું સાઓ પાવલો રાજ્યનું મહાનગર, વહીવટી મથક અને દેશનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર. તે સમુદ્રકાંઠાથી આશરે 65 કિમી. દૂર આંતરિક ભાગમાં સમુદ્રસપાટીથી લગભગ 795 મી.ની ઊંચાઈએ આવેલું છે. શરૂઆતમાં તે એક નાના કસબારૂપે…

વધુ વાંચો >

સાઓ ફ્રાન્સિસ્કો (નદી)

સાઓ ફ્રાન્સિસ્કો (નદી) : પૂર્વ બ્રાઝિલમાં આવેલી નદી. તે સાન ફ્રાન્સિસ્કો નામથી પણ ઓળખાય છે. આ નદી મિનાસ જેરાઇસ રાજ્યમાંથી નીકળે છે, ત્યાંથી તે ઈશાન તરફ વહી પૂર્વનો વળાંક લે છે. તે પછી બહિયા અને પર્નાન્મ્બુકો રાજ્યો વચ્ચેની સીમા રચે છે, ત્યારપછી તે અગ્નિ દિશા તરફ વહેતી રહીને છેવટે ઍટલૅંટિક…

વધુ વાંચો >