Geography

શેત્રુંજી

શેત્રુંજી : સૌરાષ્ટ્રમાં આવેલી નદી. તે અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થઈને ખંભાતના અખાતને મળે છે. લંબાઈમાં તે ભાદર પછીના બીજા ક્રમે આવે છે. તેની લંબાઈ 174 કિમી. જેટલી છે. ગીરમાં બગસરાથી દક્ષિણે સીસવાણ ગામ નજીક આવેલા જંગલમાં મથુરામાળ નામની ડુંગરમાળાના ચાંચ શિખરમાંથી તે નીકળે છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના…

વધુ વાંચો >

શૅનૉન (નદી)

શૅનૉન (નદી) : બ્રિટિશ ટાપુઓમાં આવેલી નદીઓ પૈકીની લાંબામાં લાંબી નદી. તે આયર્લૅન્ડમાં આવેલી છે અને ત્યાંનો મુખ્ય જળમાર્ગ બની રહેલી છે. આ નદી આયર્લૅન્ડના ક્વિલકાઘ પર્વતોમાંથી નીકળે છે. ત્યાંથી દક્ષિણ તરફ આશરે 370 કિમી. અંતર માટે વહીને ઍટલાંટિકમાં ઠલવાય છે. આ નદીના જળમાર્ગમાં ત્રણ (ઍલન, રી અને દર્ગ) સરોવરો…

વધુ વાંચો >

શેન્યાંગ (મુકડેન)

શેન્યાંગ (મુકડેન) : ચીનના લાયોનિંગ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 48´ ઉ. અ. અને 123° 27´ પૂ. રે.. આ શહેર મંચુરિયાના ગીચ વસ્તીવાળા પ્રદેશની મધ્યમાં હુન નદીને કાંઠે વસેલું છે. અહીં પાંચ રેલમાર્ગો ભેગા થાય છે. શહેરની નજીક ત્રણ હવાઈ મથકો આવેલાં છે. શેન્યાંગમાં આવેલાં કારખાનાં ધાતુપેદાશો, યાંત્રિક ઓજારો…

વધુ વાંચો >

શેન્સી (Shensi, Shaanxi)

શેન્સી (Shensi, Shaanxi) : ચીનના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 109° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,98,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોંગોલિયન સ્વાયત્ત રાજ્યસીમા, પૂર્વે શાન્સી, હેનાન અને હેબેઈ પ્રાંતો; દક્ષિણે સિયુઆન તથા પશ્ચિમે ગાન્શુ અને નિંગ્શિયા સ્વાયત્ત રાજ્ય આવેલાં…

વધુ વાંચો >

શેફિલ્ડ

શેફિલ્ડ : મધ્ય ઇંગ્લૅન્ડના ઉત્તરભાગમાં આવેલું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 53° 23´ ઉ. અ. અને 1° 30´ પ. રે.. તે ડૉન અને શીફ નદીઓના સંગમ નજીક રમણીય પહાડી વિસ્તારમાં વસેલું છે. આ શહેર ઘણા લાંબા સમયથી ઉચ્ચ કક્ષાના પોલાદ અને તેની બનાવટો, ધાતુની પેદાશો અને ચાંદીનાં પાત્રો તથા તાસકો…

વધુ વાંચો >

શેબ્સી પર્વતો

શેબ્સી પર્વતો : પૂર્વ નાઇજિરિયામાં આવેલી પર્વતમાળા. બેન્યુ અને તરાબા નદીઓ વચ્ચે તે આશરે 160 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલી છે. તેનું દિમલાન્ગ (વૉજેલ) શિખર નાઇજિરિયાનું ઊંચામાં ઊંચું શિખર ગણાય છે; તેની ઊંચાઈ 2,042 મીટરની છે અને તે હારમાળાના મધ્ય ભાગમાં આવેલું છે. ભરપૂર વનરાજીવાળા તેના ઉપરના ઢોળાવો પરથી કૅમ, ફૅન,…

વધુ વાંચો >

શેલ્ડ નદી (Schelde River)

શેલ્ડ નદી (Schelde River) : બેલ્જિયમમાં આવેલી નદી. યુરોપના મહત્વના ગણાતા વેપારી જળમાર્ગો પૈકીના એક જળમાર્ગ તરીકે આ નદી વધુ જાણીતી છે. ભૌગોલિક સ્થાન : 51° 22´ ઉ. અ. અને 4° 15´ પૂ. રે.. તે ફ્રાન્સના લીલી(Lille)ના અગ્નિકોણમાંથી નીકળે છે અને બેલ્જિયમમાં થઈને ઈશાન તરફ વહે છે. એન્ટવર્પ ખાતે તે…

વધુ વાંચો >

શોણ (નદી)

શોણ (નદી) : છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લામાં વહેતી નદી. ગંગાની સહાયક નદીઓ પૈકીની એક. દક્ષિણ તરફથી નીકળીને શરૂઆતમાં તે માનપુર નજીકથી પસાર થાય છે ત્યારે તેનો પ્રવાહપથ ઉત્તર તરફનો રહે છે, પરંતુ પછીથી તે રેવા જિલ્લાને વીંધે છે ત્યારે તે ઈશાનતરફી વળાંક લે છે. આ નદી કૈમુર પર્વતમાળાને કોતરીને આગળ…

વધુ વાંચો >

શોણિતપુર

શોણિતપુર : આસામ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 37´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.ની આજુબાજુનો 5,324  ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરે અરુણાચલ પ્રદેશ, પૂર્વે લખીમપુર અને જોરહટ જિલ્લા, દક્ષિણે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા તથા…

વધુ વાંચો >

શ્કોદ્ર (Shkodra)

શ્કોદ્ર (Shkodra) : આલ્બેનિયાનું વસ્તીની દૃષ્ટિએ તિરાના પછી બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 05´ ઉ. અ. અને 19° 30´ પૂ. રે.. તે બ્યુના અને દ્રિની નદીઓના સંગમ નજીક, સ્કુતારી સરોવરના અગ્નિ છેડે વસેલું છે. આ શહેર રોમન કૅથલિક ધર્મગુરુનું મથક પણ છે. અહીં કેથીડ્રલ, મસ્જિદો અને ખ્રિસ્તી…

વધુ વાંચો >