Geography
વિરુદુનગર (Virudunagar)
વિરુદુનગર (Virudunagar) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લાનું વડું મથક અને શહેર. વિરુદુનગરનું જૂનું નામ કામરાજર હતું. ભૌગોલિક સ્થાન : તે 9° 36´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 4,288 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે મદુરાઈ, ઈશાનમાં પસુમ્પન થિવર થિરુમગન, પૂર્વમાં રામનાથપુરમ્,…
વધુ વાંચો >વિલેમસ્ટાડ (Willemstad)
વિલેમસ્ટાડ (Willemstad) : નેધરલૅન્ડ ઍન્ટિલીઝનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 00´ ઉ. અ. અને 69° 00´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાંના ક્યુરાકાઓ ટાપુના નૈર્ઋત્ય કિનારે આવેલું છે. સેન્ટ એન્ના આ નગરને પુંડા અને ઔત્રાબાંદા નામના બે વિભાગોમાં વહેંચી નાખે છે. પશ્ચિમ ગોળાર્ધમાંનાં જૂનામાં જૂના બે યહૂદી ભૂમિચિહ્નો વિલેમસ્ટાડમાં જોવા મળે…
વધુ વાંચો >વિલ્લુપુરમ્ (Villupuram)
વિલ્લુપુરમ્ (Villupuram) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 56´ ઉ. અ. અને 79° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,896 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાનમાં તિરુનવલ્લુર, પૂર્વ તરફ બંગાળાનો ઉપસાગર, અગ્નિ તરફ કડલોર, નૈર્ઋત્ય તરફ સેલમ, પશ્ચિમે ધરમપુરી તથા વાયવ્યમાં…
વધુ વાંચો >વિશાખાપટનમ્
વિશાખાપટનમ્ : આંધ્રપ્રદેશનો જિલ્લો, તાલુકો, જિલ્લામથક, તાલુકામથક, મહત્વનું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : તે 17° 12´ ઉ. અ. અને 83° 18´ પૂ. રે.ની આજુબાજુનો 11,161 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વિજયનગરમ્ જિલ્લો, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે પૂર્વ ગોદાવરી જિલ્લો તથા પશ્ચિમે કોરાપુટ જિલ્લો આવેલા છે. જિલ્લાને…
વધુ વાંચો >વિષુવવૃત્ત (equator)
વિષુવવૃત્ત (equator) : પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા. ઉ. ગોળાર્ધ અને દ. ગોળાર્ધને અલગ પાડતું વર્તુળ. બંને ગોળાર્ધ વાસ્તવિકપણે જોતાં એકસરખા નથી, ઉ. ગોળાર્ધ નાનો છે અને દ. ગોળાર્ધ મોટો છે, આ સંદર્ભમાં જોતાં પૃથ્વી જમરૂખ…
વધુ વાંચો >વિસનગર
વિસનગર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 72° 33´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 493 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામાં વિસનગર શહેર અને 60 ગામડાં આવેલાં છે. આ તાલુકાનો ઉત્તર વિભાગ સમતળ છે, જ્યારે દક્ષિણ…
વધુ વાંચો >વિસાયસ ટાપુઓ
વિસાયસ ટાપુઓ : ફિલિપાઇન્સના લ્યુઝોન અને મિન્ડાનાઓ વચ્ચે આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9°થી 12° ઉ. અ. અને 122°થી 124° 30´ પૂ. રે. વચ્ચેનો 56,607 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહમાં ઘણા ટાપુઓ આવેલા છે. તેમાં સમાર, નિગ્રોસ, પનાય, લેયટ, સીબુ અને બોહોલ મુખ્ય છે.…
વધુ વાંચો >વિસાવદર
વિસાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું નગર (તાલુકામથક). ભૌગોલિક સ્થાન : આ તાલુકો 21° 30´ ઉ. અ. અને 70° 55´ પૂ. રે.ની આજુબાજુનો 902 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગીરના જંગલની ઉત્તર સરહદે આવેલું છે. આ તાલુકામાં વિસાવદર નગર અને 98 ગામો…
વધુ વાંચો >વિસ્કૉન્સિન
વિસ્કૉન્સિન : યુ.એસ.ના મધ્ય-ઉત્તર ભાગમાં સરોવરપ્રદેશથી પશ્ચિમમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 30´થી 47° 00´ ઉ. અ. અને 86° 30´થી 93° 00´ પ. રે. વચ્ચેનો 1,45,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપીરિયર સરોવર અને મિનેસોટા રાજ્ય, ઈશાનમાં મિશિગન રાજ્ય, પૂર્વમાં મિશિગન સરોવર, દક્ષિણમાં ઇલિનૉય…
વધુ વાંચો >વિસ્તુલા નદી
વિસ્તુલા નદી : પૂર્વ-મધ્ય યુરોપનો મહત્વનો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 18° 55´ પૂ. રે.. પોલૅન્ડનો જળવ્યવહાર આ નદીના જળમાર્ગથી થાય છે. આ નદી દક્ષિણ પોલૅન્ડમાં કાર્પેથિયન પર્વતોમાંથી નીકળે છે, ત્યાંથી તે ઉત્તર તરફ વર્તુળાકાર માર્ગ ગ્રહણ કરે છે, અને વૉર્સો શહેરને વીંધીને પસાર થાય છે.…
વધુ વાંચો >