Geography
વત્સદેશ
વત્સદેશ : ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનું એક મહત્વનું રાજ્ય. બૌદ્ધ ધર્મના ગ્રંથ ‘અંગુત્તર નિકાય’ તથા જૈન ધર્મના ગ્રંથ ‘ભગવતી- સૂત્ર’માં સોલ મહાજનપદોમાંના એક તરીકે તેનો ઉલ્લેખ મળે છે. વત્સનું રાજ્ય ઘણું સમૃદ્ધ અને ઉચ્ચ કક્ષાના સુતરાઉ કાપડ માટે જાણીતું હતું. તેનું પાટનગર કોસામ્બી યમુના નદીના ક્ધિાારે આવેલું હતું.…
વધુ વાંચો >વનસ્થલી (વંથલી)
વનસ્થલી (વંથલી) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે 12 કિમી. ઉપર ઉબેણ નદીના પૂર્વ કિનારે આવેલું નગર. તે ‘સ્કંદપુરાણ’માં ‘વામન નગર’ તરીકે નોંધાયેલું છે. ત્યાં નોંધાયેલી અનુશ્રુતિ મુજબ વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવીને રહ્યા હતા. આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જળવાઈ રહ્યા છે. ત્યાં વામન ભગવાનનું…
વધુ વાંચો >વરસોડા
વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું.…
વધુ વાંચો >વર્જિન ટાપુઓ
વર્જિન ટાપુઓ : કૅરિબિયન સમુદ્રમાં પથરાયેલાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓનાં બે જૂથ – બૃહદ્ ઍન્ટિલ્સ અને લઘુ ઍન્ટિલ્સ – વચ્ચે આશરે 18° 30´ ઉ. અ. અને 65° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલું લગભગ 100 જેટલા નાના નાના ટાપુઓનું જૂથ. આ જૂથ ‘વર્જિન ટાપુઓ’ તરીકે ઓળખાય છે. આ ટાપુઓ પ્યુર્ટોરિકોથી પૂર્વ દિશામાં…
વધુ વાંચો >વર્જિનિયા
વર્જિનિયા : પૂર્વ યુ.એસ.માં આવેલું રાજ્ય. ઉપનામ : ઓલ્ડ ડોમિનિયન. ભૌગોલિક સ્થાન : તે 36° 30´થી 39° 15´ ઉ. અ. અને 75° 30´થી 83° 00´ પ. રે. વચ્ચેનો 1,05,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેન્સિલ્વેનિયા, ઈશાનમાં મૅરીલેન્ડ, પૂર્વમાં ઍટલૅંટિક મહાસાગર, દક્ષિણે ઉત્તર કૅરોલિના અને ટેનેસી તથા પશ્ચિમે…
વધુ વાંચો >વર્ધા
વર્ધા : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 20° 18´થી 21° 21´ ઉ. અ. અને 78° 05´થી 79° 15´ પૂ. રે. વચ્ચેનો 6,309 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વે અમરાવતી અને નાગપુર જિલ્લા, અગ્નિકોણમાં ચંદ્રપુર જિલ્લો,…
વધુ વાંચો >વર્નામ્બૂલ (Warrnambool)
વર્નામ્બૂલ (Warrnambool) : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 23´ દ. અ. અને 142° 29´ પૂ. રે.. તે મેલબૉર્નની પશ્ચિમે 263 કિમી.ને અંતરે મહાસાગર કંઠારમાર્ગને મળતા પ્રિન્સ ધોરી માર્ગ પર આવેલું છે. આ સ્થળ ડેરી, ચરિયાણ અને શાકભાજી ઉગાડતા કેન્દ્ર તરીકે જાણીતું છે. અહીંના ખેડૂતો દૂધનું ઉત્પાદન…
વધુ વાંચો >વર્મોન્ટ
વર્મોન્ટ : ઈશાન યુ.એસ.ના ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 24,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે યુ.એસ.નાં નાના કદનાં રાજ્યો પૈકીનું એક છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વમાં ન્યૂ હૅમ્પશાયર, દક્ષિણે મૅસેચૂસેટ્સ તથા પશ્ચિમે ન્યૂયૉર્કનાં…
વધુ વાંચો >વર્ષાછાયા (Rain Shadow)
વર્ષાછાયા (Rain Shadow) : પર્વતોથી અવરોધાતાં વર્ષાવાદળોને લઈ જતા પવનોની વાતવિમુખ બાજુ. વાતા પવનોના માર્ગમાં પર્વતો આવતાં વર્ષાવાદળો અવરોધાય છે. પર્વતોની વાતાભિમુખ બાજુ પર વર્ષાવાદળો અવરોધાવાથી ત્યાં મોટાભાગનો વરસાદ પડી જાય છે, બાકી રહેલાં ઓછા ભેજવાળાં વર્ષાવાદળો પર્વતોને ઓળંગીને વાતવિમુખ બાજુ પર પહોંચે છે ત્યારે ત્યાં ઓછો વરસાદ પડે છે.…
વધુ વાંચો >વલભી
વલભી : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ પ્રાચીન નગરી અને મૈત્રકોની રાજધાની વલભી. ઈ. સ. 470ના અરસામાં મૈત્રક રાજ્યની રાજધાની બની તે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી. ‘બૃહત્કથામંજરી’ તથા ‘કથાસરિત્સાગર’ની કથાઓમાં વલભીનો ઉલ્લેખ વાણિજ્ય તથા વિદ્યાના કેન્દ્ર તરીકે થયો છે. તેથી વલભી પ્રથમ સદી જેટલી પ્રાચીન ગણાય. જૈન આગમગ્રંથોની વાચના…
વધુ વાંચો >