Geography

ઉત્તર સમુદ્ર

ઉત્તર સમુદ્ર : બેલ્જિયમ, નેધરલૅન્ડ, જર્મની, ડેન્માર્ક, સ્વીડન તથા નૉર્વેથી ઇંગ્લૅન્ડને અલગ પાડતો દરિયાઈ જળપ્રદેશ. બ્રિટન તથા યુરોપખંડના અન્ય દેશો વચ્ચે આવેલ ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે ફાંટો છે. ભૌગોલિક સ્થાન : આશરે 51oથી 60o ઉ. અ. તથા 5o પ. રે. થી 10o પૂ. રે. વચ્ચેનો જળવિસ્તાર. 250 લાખ વર્ષ પહેલાં…

વધુ વાંચો >

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ : ઉત્તર ભારતનું નવેમ્બર 2000માં બનેલું સરહદી રાજ્ય. તે 28o 37’થી 31o 10′ ઉ. અ. અને 77o 30’થી 80o 46′ પૂ. રે.-ની વચ્ચેનો 53,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે હિમાચલ પ્રદેશ, પશ્ચિમે હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ, દક્ષિણે ઉત્તરપ્રદેશની આંતરરાજ્ય સીમાઓ તથા ઈશાન અને પૂર્વ તરફ ચીન અને નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાઓ…

વધુ વાંચો >

ઉત્તરાપથ

ઉત્તરાપથ : વિંધ્યથી ઉત્તરે હિમાલય સુધીનો સમગ્ર ઉત્તર ભારતનો પ્રદેશ. કાવ્યમીમાંસા પ્રમાણે પૃથુદક(આધુનિક પેહોઆ, થાણેશ્વરથી પશ્ચિમે લગભગ 22.44 કિમી.)થી પશ્ચિમે આવેલો પ્રદેશ. બ્રાહ્મણ કે બૌદ્ધ સાહિત્યમાં આ પ્રદેશની સરહદો દર્શાવવામાં આવી નથી. છતાં એક પરંપરા પ્રમાણે ઉત્તરાપથ કે ઉત્તર હિંદમાંના સમગ્ર સિંધુખીણના વિસ્તારનો તેમાં સમાવેશ થતો. ધર્મસૂત્રો પ્રમાણે જ્યાં સરસ્વતી…

વધુ વાંચો >

ઉદયપુર

ઉદયપુર : ભારતની ભૂતપૂર્વ મેવાડ રિયાસતનું પાટનગર તથા ભારતના વર્તમાન રાજ્ય રાજસ્થાનના એક જિલ્લાનું મથક. 1568માં મુઘલ સમ્રાટ અકબરે મેવાડની મૂળ રાજધાની ચિતોડગઢ પર કબજો કર્યા પછી મહારાણા ઉદયસિંહે પિછોલા તળાવને કિનારે અરવલ્લી પર્વતમાળાની મધ્યમાં આ નગર વસાવ્યું અને તેને પોતાની રિયાસતની નવી રાજધાની બનાવ્યું. દરિયાની સપાટીથી તે 762 મીટરની…

વધુ વાંચો >

ઉદવાડા

ઉદવાડા : પારસીઓનું મુખ્ય તીર્થધામ. પશ્ચિમ રેલવેના મુંબઈ-વડોદરા મુખ્ય રેલમાર્ગ પર મુંબઈથી આશરે 178 કિમી. અને વલસાડથી આશરે 17 કિમી. અંતરે અરબી સાગરને કિનારે આવેલું છે. તે પારડી તાલુકામાં આવેલું ગામ છે. મૂળ ઈરાનના વતની-પારસીઓ આઠમી અને દસમી સદીના ગાળામાં દક્ષિણ ગુજરાત મારફત ભારતમાં આવ્યા. વલસાડની દક્ષિણે આવેલા સંજાણ બંદરે…

વધુ વાંચો >

ઉદ્યાન

ઉદ્યાન (park) : કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ…

વધુ વાંચો >

ઉધના

ઉધના : સૂરત જિલ્લાના સિટી તાલુકાનું ઔદ્યોગિક મથક. તે અમદાવાદ-મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર આવેલું છે. ત્યાંથી ભૂસાવળ તરફ જતો તાપી-વેલી રેલવે માર્ગ જુદો પડે છે. ઉધનાનું રેલવે યાર્ડ ઘણું લાંબું અને વિશાળ છે. આઝાદી પૂર્વે ઉધનાનો સમાવેશ સચીન નામના દેશી રાજ્યમાં થતો હતો. સચીન બીજા વર્ગનું રાજ્ય હતું અને…

વધુ વાંચો >

ઉધમપુર (જિલ્લો-શહેર)

ઉધમપુર (જિલ્લો-શહેર) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો જિલ્લો અને શહેર. ભૌગોલિક માહિતી : ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો 32o 56′ ઉ. અ. અને 75o 08′ પૂ. રે.ની આજુબાજુનો 4,550 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અનંતનાગ, ઈશાને ડોડા, અગ્નિએ કથુઆ, વાયવ્યે રાજૌરી અને નૈર્ઋત્યે પુંચ અને જમ્મુ જિલ્લો સરહદ…

વધુ વાંચો >

ઉધમસિંઘનગર

ઉધમસિંઘનગર : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 29o 00′ ઉ. અ. અને 79o 25′ પૂ. રે.ની આજુબાજુનો 2,027 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર બંદૂકને આબેહૂબ મળતો આવે છે. તેની ઉત્તર તરફ નૈનીતાલ જિલ્લો અને પિથોરાગઢ જિલ્લાનો કેટલોક ભાગ, પશ્ચિમ તરફ બિજનોર જિલ્લો, નૈર્ઋત્ય તરફ…

વધુ વાંચો >

ઉનગાવા

ઉનગાવા : કૅનેડાના ઈશાન ખૂણે આવેલો દ્વીપકલ્પ. તે હડસન ઉપસાગર અને પશ્ચિમે આવેલા જેમ્સ ઉપસાગર વચ્ચે છે. તેની પૂર્વ દિશામાં લેબ્રેડોરના કાંઠાની પટ્ટી છે. ઉત્તર દિશામાં ઉનગાવા ઉપસાગર અને હડસનની સામુદ્રધુની આવેલાં છે. દક્ષિણે ઇસ્ટમેઇન નદી છે. તેનો 26,00,000 ચોકિમી. વિસ્તાર કૅનેડાના દશમા ભાગને આવરી લે છે. મૂળ તેની માલિકી…

વધુ વાંચો >