Geography

રેસિયા ઘાટ (Resia Pass)

રેસિયા ઘાટ (Resia Pass) : ઇટાલી-ઑસ્ટ્રિયાની સીમાની દક્ષિણે આશરે 1.6 કિમી. અંતરે તથા સ્વિસ ફ્રન્ટિયરની તદ્દન નજીક પૂર્વ તરફ આવેલો ઘાટ. આ ઘાટ ઑસ્ટ્રિયાના ઇન-રિવર ખીણપ્રદેશને ઇટાલીના એડિજ રિવર ખીણપ્રદેશ ‘વાલ વેનોસ્ટા’થી અલગ પાડે છે. આ ઉપરાંત આ ઘાટ એડ્રિયાટિક સમુદ્ર અને કાળા સમુદ્રના જળવિભાજકો તથા ર્હીટિયન આલ્પ્સ અને ઓઝતાલ…

વધુ વાંચો >

રેસીફ (Recife)

રેસીફ (Recife) : બ્રાઝિલના ઈશાન ભાગમાં આવેલા પર્નામ્બુકો રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 8° 58´ દ. અ. અને 34° 55´ પ. રે.. તે ઍટલૅન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે કૅપબારિબે અને બેબીરિબે નદીઓના નદીનાળ મુખસંગમ પર આવેલું છે. આ શહેરનો કેટલોક ભાગ બ્રાઝિલની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ટાપુ પર આવેલો…

વધુ વાંચો >

રેહ

રેહ : અમુક પ્રદેશોમાં ભૂમિસપાટી પર જોવા મળતું ક્ષાર-પડ. સપાટી-આવરણ તરીકે મળતું, જમીનોની ફળદ્રૂપતાનો નાશ કરતું વિલક્ષણ ક્ષારવાળું સફેદ પડ ઉત્તર ભારતનાં કાંપનાં મેદાનોના સૂકા ભાગોમાં ‘રેહ’ કે ‘ઊસ’ નામથી, સિંધમાં ‘કેલાર’ નામથી અને મહારાષ્ટ્રમાં ‘ચોપાન’ નામથી ઓળખાય છે. રેહ, કેલાર કે ઊસ એ વિશિષ્ટપણે ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની…

વધુ વાંચો >

રૅંગલ ટાપુ (Wrangel Island)

રૅંગલ ટાપુ (Wrangel Island) : આર્ક્ટિક મહાસાગરમાં પૂર્વ સાઇબીરિયન સમુદ્ર અને ચુકચી સમુદ્ર વચ્ચે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 70° 30´થી 71° 00´ ઉ. અ. અને 179° 30´થી 179° 30´ પ. રે. વચ્ચેનો આશરે 7,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 125 કિમી. (NE–SW) અને પહોળાઈ 48…

વધુ વાંચો >

રૉકિઝ પર્વતમાળા

રૉકિઝ પર્વતમાળા : ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું વિશાળ પર્વત-સંકુલ. આ સંકુલની પર્વતમાળાઓ ઉત્તર અમેરિકાના પશ્ચિમ ભાગમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની આરપાર 4,800 કિમી.થી વધુ લંબાઈમાં વિસ્તરેલી છે. તેની પહોળાઈ કેટલાંક સ્થાનોમાં આશરે 560 કિમી. જેટલી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પર્વતો ન્યૂ મેક્સિકો, કૉલોરાડો, યૂટાહ, વાયોમિંગ, ઇડાહો, મૉન્ટાના, વૉશિંગ્ટન અને અલાસ્કામાં…

વધુ વાંચો >

રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ

રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ : રૉકિઝ પર્વતોમાં આવેલો ગર્ત. આ ગર્ત યુ.એસ.ના પશ્ચિમ મૉન્ટાનાથી કૅનેડાના બ્રિટિશ કોલંબિયાની આરપાર પસાર થાય છે અને ફ્લૅટહેડ સરોવરની દક્ષિણે થઈને યુકોન નદીના ઉપરવાસના ઉદભવસ્થાન સુધી ઉત્તર-વાયવ્ય દિશામાં વિસ્તરે છે. આ ગર્ત રૉકિઝ પર્વતમાળાના પશ્ચિમ ઢોળાવને સમાંતર ચાલી જાય છે અને તે જૂની પશ્ચિમ હારમાળાના ઉગ્ર…

વધુ વાંચો >

રૉક્સ

રૉક્સ : ઑસ્ટ્રેલિયાના સિડનીના બંદર નજીક આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે એટલો બધો જાણીતો છે કે અનેક પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. દર વર્ષે અહીં આશરે દસ લાખ જેટલા પ્રવાસીઓ તે જોવા માટે આવે છે. આ આખોય વિસ્તાર સિડનીના દરિયાકિનારાની અંતર્ગોળ કમાનની પશ્ચિમ બાજુએ આવેલો છે અને 23 હેક્ટર…

વધુ વાંચો >

રોગાલૅન્ડ

રોગાલૅન્ડ : નૉર્વેના નૈર્ઋત્ય છેડા પર આવેલો પ્રદેશ, એક પરગણું. ભૌગોલિક સ્થાન : તે આશરે 59° ઉ. અ. અને 6° 30´ પૂ. રે.ની આજુબાજુનો, 9,141 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમે ઉત્તર સમુદ્ર અને પૂર્વમાં બાયકલહાઇન-જુવેનના પ્રદેશો આવેલા છે. પશ્ચિમ કિનારો ટાપુઓ અને ફિયૉર્ડનાં લક્ષણોવાળો છે. આ કિનારા પર…

વધુ વાંચો >

રૉચેસ્ટર (1)

રૉચેસ્ટર (1) : ઇંગ્લૅન્ડના કૅન્ટ પરગણામાં આવેલું શહેર અને પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 51° 24´ ઉ. અ. અને 0° 30´ પૂ. રે. પર લંડનથી પૂર્વ દિશાએ વહેતી મેડવે (Medway) નદીના કાંઠે આવેલું છે. લંડન અને રૉચેસ્ટર વચ્ચે માત્ર 15 કિમી.નું અંતર છે. રાજા એથેલબેર્હટ પહેલાએ ઈ. સ.…

વધુ વાંચો >

રૉજર્સ ઘાટ

રૉજર્સ ઘાટ : કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલો ઘાટ. તે બ્રિટિશ કોલંબિયાના અગ્નિ ભાગમાં ગ્લેશિયર નૅશનલ પાર્કમાં હર્મિટ અને સેલકર્ક પર્વતોની સર ડોનાલ્ડ હારમાળા વચ્ચે 1,327 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 148 કિમી. લંબાઈવાળો કૅનેડિયન પેસિફિક રેલમાર્ગ આ ઘાટમાંથી પસાર થાય તે રીતે તૈયાર કરવાનો હતો ત્યારે 1881માં એ. બી. રૉજર્સ…

વધુ વાંચો >