Geography
રેક્વેના (Requena)
રેક્વેના (Requena) : પૂર્વ સ્પેનના વેલેન્શિયા પ્રાંતમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 39° 30´ ઉ. અ. અને 1° 03´ પ. રે. પર, સમુદ્રસપાટીથી 692 મીટરની ઊંચાઈએ રિયો નીગ્રો(નદી)ના ડાબા કાંઠે આવેલું છે. તેની નીચે તરફ ઊતિયેલનાં મેદાનો આવેલાં છે. રેક્વેના ઘણા લાંબા વખતથી ખેતીપેદાશોનું અગત્યનું મથક બની રહેલું છે.…
વધુ વાંચો >રેખાંશ (longitude)
રેખાંશ (longitude) : પૃથ્વીના ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતાં કાલ્પનિક અર્ધવર્તુળો. પૃથ્વીના મધ્યબિંદુમાંથી વિષુવવૃત્તીય પરિઘ તરફ જતી 360 ત્રિજ્યાઓ જો તેના 360 સરખા ભાગ પાડે, તો વિષુવવૃત્ત પર છેદાતા પ્રત્યેક બિંદુમાંથી ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતી અને ઉ.-દ. ધ્રુવોને જોડતી આવી 360 રેખાઓ દોરી શકાય. આ રેખાઓ અન્યોન્ય પૂર્વ-પશ્ચિમ કોણીય…
વધુ વાંચો >રેતીના ઢૂવા (sand dunes)
રેતીના ઢૂવા (sand dunes) : લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગ. મુખ્યત્વે રેતીકણોના બનેલા નરમ, બિનસંશ્લેષિત સપાટી-નિક્ષેપો. વાતા પવનો દ્વારા ઊડી આવતા રેતીના કણો અનુકૂળ સ્થાનોમાં પડી જાય ત્યારે આકારોમાં રચાતા ઢગલાઓને રેતીના ઢૂવા તરીકે ઓળખવામાં આવે છે. વાતા પવનોને પોતાની સાથે લઈ જવા માટે પૂરતી રેતી પ્રાપ્ત થતી હોય…
વધુ વાંચો >રેતીના વંટોળ (sandstorms)
રેતીના વંટોળ (sandstorms) : પવનથી ઉદભવતી રેતીની આંધી. હવાના દબાણમાં વધુ પડતો તફાવત થાય અને જે રીતે ચક્રવાત-પ્રતિચક્રવાત (cyclone-anticyclone) સર્જાય છે, તે જ રીતે રેતીના વંટોળ પણ સર્જાય છે. જોશબંધ ફૂંકાતા પવનો રેતીને એક જગાએથી ઊંચકીને બીજી જગાએ લઈ જાય છે. આ સ્થિતિમાં પવન ઘૂમરી લે છે અને રેતીકણોને ફંગોળે…
વધુ વાંચો >રેનિયર પર્વત
રેનિયર પર્વત : યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં માઉન્ટ નૅશનલ પાર્કમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 46° 45´ ઉ. અ. અને 121° 40´ પ. રે.. તે ટેકોમા શહેરથી અગ્નિકોણમાં 64 કિમી.ને અંતરે કાસ્કેડ હારમાળામાં આવેલો છે. તેનું સર્વોચ્ચ શિખર 4,392 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વત આશરે 260 ચોકિમી.ના વિસ્તારને આવરી લે…
વધુ વાંચો >રેનો
રેનો : યુ.એસ.ના નેવાડા રાજ્યનું લાસ વેગાસ પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 31´ ઉ. અ. અને 119° 48´ પ. રે.. આ શહેરનું એક પ્રવાસી મથક તરીકે વિશેષ મહત્વ છે. તે સિયેરા નેવાડાની તળેટીમાં પશ્ચિમ નેવાડામાં ટ્રકી નદીના કાંઠે વસેલું છે. રેનોમાં ઘણી સંખ્યામાં જુગારખાનાં અને…
વધુ વાંચો >રેન્ડિયર સરોવર
રેન્ડિયર સરોવર : ઉત્તર કૅનેડામાં સસ્કેચવાન-મૅનિટોબા સરહદે શંકુદ્રુમ જંગલની સીમા પર આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 102° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,651 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 245 કિમી. અને 56 કિમી. જેટલી છે. તેનો આકાર…
વધુ વાંચો >રૅબિડા ટાપુ (Rabida Island)
રૅબિડા ટાપુ (Rabida Island) : પૂર્વ પેસિફિક મહાસાગરમાં આવેલા ગાલાપાગોસ ટાપુસમૂહ પૈકીનો એક ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 0° 30´ દ. અ. અને 90° 30´ પ. રે.ની નજીકમાં આવેલો છે. તે ઇક્વેડૉરની પશ્ચિમે 985 કિમી. અંતરે આવેલો છે. તે જર્વિસ ટાપુના નામથી પણ ઓળખાય છે. તેનો વિસ્તાર માત્ર 3 ચોકિમી.…
વધુ વાંચો >રેવા
રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ…
વધુ વાંચો >