Geography
રાયપુર
રાયપુર : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19° 57´થી 21° 53´ ઉ. અ. અને 81° 25´થી 83° 38´ પૂ. રે. વચ્ચેનો 21,258 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છત્તીસગઢ રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ત્રીજા ક્રમે આવે…
વધુ વાંચો >રાયબરેલી
રાયબરેલી : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 49´થી 26° 36´ ઉ. અ. અને 80° 40´થી 81° 34´ પૂ. રે. વચ્ચેનો 4,609 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લખનૌ અને બારાબંકી જિલ્લા, પૂર્વ તરફ સુલતાનપુર જિલ્લો, અગ્નિકોણમાં…
વધુ વાંચો >રાયસેન
રાયસેન : મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 10´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે. આજુબાજુનો 8,466 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વિદિશા, ઈશાન અને પૂર્વમાં સાગર, અગ્નિમાં નરસિંહપુર, દક્ષિણમાં હોશંગાબાદ અને સિહોર તથા પશ્ચિમે સિહોર અને…
વધુ વાંચો >રારોટોંગા (ટાપુ)
રારોટોંગા (ટાપુ) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા કૂક ટાપુઓ પૈકીનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 21° 14´ દ. અ. અને 159° 46´ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી ઈશાનમાં 3,400 કિમી.ને અંતરે આવેલો છે. તેનો વિસ્તાર 67 ચોકિમી. જેટલો છે. આ ટાપુનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય હોઈ ખરબચડું છે. 653 મીટર ઊંચાઈ ધરાવતું…
વધુ વાંચો >રાવી (નદી)
રાવી (નદી) : વાયવ્ય ભારત અને ઈશાન પાકિસ્તાનમાં આવેલી નદી. ‘પંજાબ’ નામના આધારરૂપ પાંચ નદીઓ પૈકીની એક. તે હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા હિમાલય-વિભાગમાંથી નીકળે છે અને વાયવ્ય તરફ ચમ્બામાં થઈને વહે છે. ત્યાંથી તે પશ્ચિમ તરફ જમ્મુ-કાશ્મીર સીમા પરથી પસાર થાય છે. તે પછીથી આ નદી ભારત-પાકિસ્તાનની સરહદ પર…
વધુ વાંચો >રાહરનાં મેદાનો (Rahr plains)
રાહરનાં મેદાનો (Rahr plains) : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલાં નીચલી ગંગાનાં મેદાનો. આ મેદાનોનો વિસ્તાર આશરે 32,000 ચોકિમી. જેટલો છે. તે બાંકુડા, બીરભૂમ, વર્ધમાન તેમજ મેદિનીપુર જિલ્લાઓના વિસ્તારોને આવરી લે છે. આ પ્રદેશ પ્રાચીન કાળમાં આર્યોના પ્રદેશની છેક પૂર્વના છેડાની ભૂમિ તરીકે ઓળખાતો હતો. વેદમાં પણ તેનો વંગ (બંગ)…
વધુ વાંચો >રાંગામાટી (Rangamati)
રાંગામાટી (Rangamati) : બાંગ્લાદેશના પૂર્વ છેડા પર ચિતાગોંગ ઉપવિભાગના ચિતાગોંગ હિલ જિલ્લાનું વડું વહીવટીમથક. તે કર્ણફૂલી નદીથી પૂર્વમાં વસેલું છે, અને નદીમાર્ગે તથા સડકમાર્ગે ચિતાગોંગ સાથે જોડાયેલું છે. આ નગર ડાંગર છડવાની મિલોનું, સુતરાઉ વણાટનું તેમજ કૃષિબજાર માટેનું મથક બની રહેલું છે. અહીં હૉસ્પિટલ તથા ચિતાગોંગ યુનિવર્સિટી સંલગ્ન સરકારી કૉલેજ…
વધુ વાંચો >રાંચી
રાંચી : ઝારખંડ રાજ્યનો મોટામાં મોટો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 85° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,698 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હઝારીબાગ અને ચત્રા, પૂર્વમાં પુરુલિયા (પ. બં.) અને પશ્ચિમ સિંગભૂમ, દક્ષિણે પશ્ચિમ…
વધુ વાંચો >રિગા
રિગા : લૅટવિયાનું પાટનગર અને તે દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 57° 00´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે. તે બાલ્ટિક સમુદ્રના ભાગરૂપ રિગાના અખાતના દક્ષિણ છેડે ડ્વિના (ડૌગોવા) નદીના મુખ પર આવેલું છે. તે એક મહત્વનું જહાજી મથક હોવા ઉપરાંત લૅટવિયામાં થતા ઔદ્યોગિક ઉત્પાદનનો 50 %થી…
વધુ વાંચો >રિગાનો અખાત
રિગાનો અખાત : ઉત્તર ગોળાર્ધમાં આવેલા બાલ્ટિક સમુદ્રના પૂર્વ ભાગમાં વિસ્તરેલો અખાત. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 23° 35´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તે લૅટવિયાના ઉત્તર કિનારાથી, ઍસ્ટોનિયાના પશ્ચિમ કિનારાથી તથા ઉત્તર-વાયવ્ય તરફ આવેલા ટાપુથી ઘેરાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 18,000 ચોકિમી. જેટલું છે. તેની…
વધુ વાંચો >