Geography
રાણાઘાટ
રાણાઘાટ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લાનું વડું વહીવટી મથક અને અગત્યનું નગર. કૃષ્ણનગરનો એક વહીવટી ઉપવિભાગ. ભૌગોલિક સ્થાન : 23° 11´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે. પ્રાકૃતિક રચના-આબોહવા : આ નગર ભાગીરથી નદી(હુગલી નદી)ના કાંપ-માટીનિર્મિત નિક્ષેપોના સમતળ મેદાની વિસ્તારમાં આવેલું છે. હુગલી નદી આ નગરથી પશ્ર્ચિમે આશરે…
વધુ વાંચો >રાણાવાવ
રાણાવાવ : પોરબંદર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 40´ ઉ. અ. અને 69° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વમાં કુતિયાણા તાલુકો તથા દક્ષિણે અને પશ્ર્ચિમે પોરબંદર તાલુકો આવેલા છે. તાલુકામથક પોરબંદરથી ઈશાનમાં 16 કિમી.ને…
વધુ વાંચો >રાણીખેત
રાણીખેત : ઉત્તરાંચલ રાજ્યના અલ્મોડા જિલ્લાનું હવા ખાવાનું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 29° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ. રે. પર તે શિવાલિક હારમાળામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી આશરે 1,500 મીટરની ઊંચાઈ પર આવેલું હોવાથી તેનું હવામાન ખુશનુમા રહે છે. રાણીખેત, તેની પૂર્વમાં આવેલું અલ્મોડા અને દક્ષિણમાં આવેલું નૈનીતાલ …
વધુ વાંચો >રાણીગંજ
રાણીગંજ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 37´ ઉ. અ. અને 87° 08´ પૂ. રે.. તે વર્ધમાન જિલ્લાના પશ્ર્ચિમ ભાગમાં વર્ધમાનથી વાયવ્યમાં કુલિક નદી પર આવેલું છે. તે તેની આજુબાજુના વિસ્તારો માટે કૃષિપેદાશોના વેપારનું અને શણનિકાસનું અગત્યનું મથક બની રહેલું છે. આ કારણે તે ઇંગ્લિશ બઝાર…
વધુ વાંચો >રાણી ગુફા
રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક…
વધુ વાંચો >રાતી ભરતી
રાતી ભરતી : સમુદ્ર-મહાસાગર, સરોવર, જળાશય કે નદીમાં ક્યારેક જોવા મળતાં રાતા કે કથ્થાઈ રંગનાં પાણી માટેનો શબ્દપ્રયોગ. પાણીમાં દેખાતો આવો રંગ એકાએક લાખોની સંખ્યામાં વધી જતા સૂક્ષ્મજીવાણુઓને કારણે હોય છે. આ રંગ અમુક કલાકોથી માંડીને ઘણા મહિનાઓ સુધી રહેતો હોય છે. દુનિયાના જળજથ્થાઓના મોટાભાગના વિસ્તારોમાં આવી રાતી ભરતી જોવા…
વધુ વાંચો >રાતો સમુદ્ર
રાતો સમુદ્ર : ઈશાન આફ્રિકા અને અરબ દ્વીપકલ્પને જુદા પાડતો સમુદ્ર. હિન્દ મહાસાગરનો લાંબો, સાંકડો ઉત્તર-પશ્ર્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 00´થી 30° 00´ ઉ. અ. અને 33° 00´થી 43° 00´ પૂ. રે. વચ્ચે વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલો છે. દુનિયાના ખૂબ જ વ્યસ્ત રહેતા જળમાર્ગો પૈકી આ સમુદ્રની ગણના…
વધુ વાંચો >રાધનપુર
રાધનપુર : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના નવ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા આઝાદી અગાઉનું એક દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો આશરે 23° 50´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં રાધનપુર નગર ઉપરાંત 54 જેટલાં ગામ આવેલાં…
વધુ વાંચો >રાપર (તાલુકો)
રાપર (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી એક તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર…
વધુ વાંચો >રામગંગા નદી યોજના
રામગંગા નદી યોજના : ઉત્તરાંચલ રાજ્યના ગઢવાલ જિલ્લામાં કાલાગઢથી આશરે 3 કિમી.થી ઉપરવાસમાં આવેલા સ્થળે રામગંગા નદી પર તૈયાર કરવામાં આવેલો બહુહેતુક યોજના ધરાવતો બંધ. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 78° 45´ પૂ. રે. તેના જળરાશિથી સિંચાઈ, ઊર્જા-ઉપલબ્ધિ અને પૂરનિયંત્રણના હેતુ સર્યા છે. ઇતિહાસ : 1943માં સર્વપ્રથમ…
વધુ વાંચો >