Geography

રાજપૂતાના

રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii)…

વધુ વાંચો >

રાજમહાલ

રાજમહાલ : ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લામાં (જૂના સાંતાલ પરગણા વિસ્તારમાં) આવેલું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 02´ ઉ. અ. અને 87° 50´ પૂ. રે.. તે દુમકા જિલ્લામાં ઉત્તર તરફ સાહેબગંજની દક્ષિણે, પશ્ચિમ બંગાળની સરહદ નજીક ઇંગ્લિશ બજારથી પશ્ચિમે તથા ગંગા નદીની પશ્ચિમ તરફ રાજમહાલની ટેકરીઓમાં આવેલું…

વધુ વાંચો >

રાજમહાલ ટેકરીઓ

રાજમહાલ ટેકરીઓ : ઝારખંડ રાજ્યના ડુમકા જિલ્લામાં આવેલી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : આ ટેકરીઓ 24° 40´ ઉ. અ. અને 87° 75´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલી છે. આ ટેકરીઓની ઉત્તરે બિહાર અને પૂર્વે પ. બંગાળ રાજ્યોની સીમા આવેલી છે. પ્રાકૃતિક પરિસ્થિતિ : છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના ભાગરૂપે આવેલી આ ટેકરીઓ ઉત્તર-દક્ષિણે એક ચાપ…

વધુ વાંચો >

રાજમુંદ્રી

રાજમુંદ્રી : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 0´ ઉ. અ. અને 81° 50´ પૂ. રે. તે ગોદાવરી નદીના મુખ પરના ત્રિકોણપ્રદેશના મથાળે આવેલું છે, તેમજ ચેન્નાઈ-હાવરા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે. તે તાલુકાનું તેમજ મહેસૂલી વિભાગનું મુખ્ય મથક પણ છે. વળી તે રેલ ઉપરાંત સડક અને…

વધુ વાંચો >

રાજશાહી (જિલ્લો)

રાજશાહી (જિલ્લો) : બાંગ્લાદેશમાં આવેલો જિલ્લો. તે 24° 30´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે.ની આજુબાજુનો 9,461 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે સ્પષ્ટપણે ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલો છે : (i) વાયવ્ય તરફનો ઊંચાણવાળો, અસમતળ ભૂમિ ધરાવતો બારિંદ વિસ્તાર; (ii) દક્ષિણ તરફનો પદ્મા નદીનો ખીણપ્રદેશ; (iii) જિલ્લાની મુખ્ય જળપરિવાહ…

વધુ વાંચો >

રાજસમંદ

રાજસમંદ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 16´ ઉ. અ. અને 74° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં મેવાડના પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે અજમેર અને પાલી, પૂર્વમાં ભીલવાડા અને ચિતોડગઢ,…

વધુ વાંચો >

રાજસ્થાન

રાજસ્થાન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 23° 04´ ઉ. અ.થી 30° 10´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 69° 27´ પૂ. રે.થી 78° 16´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલું છે. તેના છેક દક્ષિણ ભાગમાં આવેલા વાંસવાડા જિલ્લામાં થઈને કર્કવૃત્ત (23 1/2° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. રાજસ્થાનના પશ્ચિમ તથા વાયવ્ય ભાગમાં પાકિસ્તાન…

વધુ વાંચો >

રાજસ્થાનનો વાગડ પ્રદેશ

રાજસ્થાનનો વાગડ પ્રદેશ : પશ્ચિમ-મધ્ય રાજસ્થાનમાં આવેલો રણ સમો શુષ્ક પ્રદેશ. ‘વાગડ’ શબ્દ ‘સ્ટેપ’ (steppe) પ્રદેશનો અર્થ સૂચવે છે. તેનો કુલ વિસ્તાર 1,42,000 ચોકિમી. જેટલો છે. આ પ્રદેશ પાલી, સિકાર, ઝુનઝુનુ અને ગંગાનગર જિલ્લાઓના પશ્ચિમ ભાગો તથા બાડમેર, જોધપુર, નાગૌર અને ચુરુ જિલ્લાઓના પૂર્વ તરફના ભાગોને આવરી લે છે. પ્રાચીન…

વધુ વાંચો >

રાજાજી (જિલ્લો)

રાજાજી (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 11° 14´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 3429 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સેલમ જિલ્લો, પૂર્વમાં સેલમ જિલ્લો તથા પેરામ્બુર થિરુવલ્લુવર અને પેરુમ્બિડુગુ મુથરાયર જિલ્લા, અગ્નિ તરફ તિરુચિરાપલ્લી, દક્ષિણે દીરન ચિન્નામલાઈ જિલ્લો તથા પશ્ચિમે પેરિયાર…

વધુ વાંચો >

રાજાપાલયમ્

રાજાપાલયમ્ : જુઓ રામનાથપુરમ્

વધુ વાંચો >