Geography
રાજકોટ
રાજકોટ : સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 32´થી 23° 10´ ઉ. અ. અને 70° 02´થી 71° 31´ પૂ. રે. વચ્ચેનો 11,203 ચોકિમી. (રાજ્યના કુલ વિસ્તારના 5.52 %) જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ચોથા ક્રમે આવે છે.…
વધુ વાંચો >રાજગઢ
રાજગઢ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 45´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 6,154 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તર તરફ રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો; ઈશાનમાં ગુના; પૂર્વમાં ભોપાલ; અગ્નિમાં સિહોર; દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં…
વધુ વાંચો >રાજગિરિ ટેકરીઓ
રાજગિરિ ટેકરીઓ : બિહારના નાલંદા જિલ્લાના દક્ષિણ ભાગમાં નાલંદા-નવાડા-ગયા સરહદ પર આવેલો પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 00 ઉ. અ. અને 85° 15´ પૂ. રે.. અહીંની ટેકરીઓ બે સમાંતર ડુંગરધારોમાં વહેંચાયેલી છે અને વચ્ચે સાંકડો ખીણપ્રદેશ છે. આ ટેકરીઓ 388 મીટરની ઊંચાઈ ધરાવે છે. રાજગિરિ (જૂનું…
વધુ વાંચો >રાજગૃહ
રાજગૃહ : બિહાર રાજ્યના પટણા જિલ્લાના દક્ષિણ-પૂર્વ ખૂણે આવેલું પ્રાચીન નગર. હાલ રાજગિર નામે ઓળખાય છે. ગૌતમ બુદ્ધે અને મહાવીર સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત અહીં વર્ષાવાસ કર્યો હતો. જૈનોના 20મા તીર્થંકર મુનિસુવ્રતનું આ જન્મસ્થળ છે. પ્રાચીન કાળમાં રાજગિરનાં અનેક નામો હતાં; જેવાં કે ‘વસુમતી’, ‘બાર્હદ્રથપુર’, ‘ગિરિવ્રજ’, ‘કુશાગ્રપુર’ અને…
વધુ વાંચો >રાજનંદગાંવ
રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ…
વધુ વાંચો >રાજપીપળા
રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ…
વધુ વાંચો >રાજપુર
રાજપુર : (1) ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું વતન. ‘અંગુત્તર નિકાય’ ગ્રંથમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઈ. પૂ. છઠ્ઠી સદીમાં કામ્બોજ જાતિના લોકોનું કામ્બોજ નામનું રાજ્ય આવેલું હતું. વાયવ્ય સરહદ પ્રાંતના હજારા જિલ્લા સહિત રાજોરી અથવા પ્રાચીન રાજપુરનો તે રાજ્યમાં સમાવેશ થતો હતો. રાજપુર કામ્બોજ જાતિના લોકોનું વતન…
વધુ વાંચો >રાજપૂતાના
રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii)…
વધુ વાંચો >રાજમહાલ
રાજમહાલ : ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લામાં (જૂના સાંતાલ પરગણા વિસ્તારમાં) આવેલું ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 02´ ઉ. અ. અને 87° 50´ પૂ. રે.. તે દુમકા જિલ્લામાં ઉત્તર તરફ સાહેબગંજની દક્ષિણે, પશ્ચિમ બંગાળની સરહદ નજીક ઇંગ્લિશ બજારથી પશ્ચિમે તથા ગંગા નદીની પશ્ચિમ તરફ રાજમહાલની ટેકરીઓમાં આવેલું…
વધુ વાંચો >રાજમહાલ ટેકરીઓ
રાજમહાલ ટેકરીઓ : ઝારખંડ રાજ્યના ડુમકા જિલ્લામાં આવેલી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : આ ટેકરીઓ 24° 40´ ઉ. અ. અને 87° 75´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલી છે. આ ટેકરીઓની ઉત્તરે બિહાર અને પૂર્વે પ. બંગાળ રાજ્યોની સીમા આવેલી છે. પ્રાકૃતિક પરિસ્થિતિ : છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના ભાગરૂપે આવેલી આ ટેકરીઓ ઉત્તર-દક્ષિણે એક ચાપ…
વધુ વાંચો >