Geography
મૉરિટાનિયા (Mauritania)
મૉરિટાનિયા (Mauritania) : પશ્ચિમ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 20° 00´ ઉ. અ. અને 12° 00´ પ. રે. ની આજુબાજુનો આશરે 10,30,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આટલાંટિક કિનારાથી પૂર્વમાં સહરાના રણ તરફ વિસ્તરેલો છે. તેની પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર, વાયવ્યમાં પશ્ચિમી સહરા,…
વધુ વાંચો >મૉરિશિયસ
મૉરિશિયસ : હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : 20° 17´ દ. અ. અને 57° 33´ પૂ. રે.. અહીંના સૌથી મોટા ટાપુનું નામ પણ મૉરિશિયસ છે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 800 કિમી.ને અંતરે તથા ભારતની મુખ્ય ભૂમિથી નૈર્ઋત્યમાં આશરે 4,000 કિમી.ને અંતરે આવેલો છે. અન્ય ટાપુઓમાં રૉડ્રિગ્ઝ (મુખ્ય ટાપુથી આશરે…
વધુ વાંચો >મોરેના
મોરેના : મધ્ય પ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ ઉ. અ. અને 78° 09´ પૂ. રે.. આજુબાજુનો 11,594 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ઉત્તર પ્રદેશનો આગ્રા જિલ્લો, પૂર્વમાં ભિંડ જિલ્લો, અગ્નિ તરફ ગ્વાલિયર અને શિવપુરી જિલ્લા.…
વધુ વાંચો >મોરૉક્કો
મોરૉક્કો : આફ્રિકા ખંડના વાયવ્યકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 28° ઉ. અ.થી 36° ઉ. અ. અને 2° 00´ પ. રે.થી 13° 00´ પ. રે. વચ્ચેનો 4,58,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન-નૈર્ઋત્ય મહત્તમ લંબાઈ 1,328 કિમી.; જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 760 કિમી. જેટલી છે. તેની ઉત્તરે…
વધુ વાંચો >મોરોની (Moroni)
મોરોની (Moroni) : આફ્રિકા ખંડના પૂર્વ ભાગની મુખ્ય ભૂમિથી અગ્નિકોણમાં તથા માડાગાસ્કરથી વાયવ્યમાં આવેલા ટાપુદેશ – કૉમોરોસનું પાટનગર અને સૌથી મોટું શહેર. તે 11° 41´ દ. અ. અને 43° 16´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. મોરોની મોઝામ્બિકની ખાડીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર આવેલું છે. તે બંદર પણ છે. ત્યાંથી વૅનિલા,…
વધુ વાંચો >મોલ્દોવા (મોલ્દેવિયા)
મોલ્દોવા (મોલ્દેવિયા) : દક્ષિણ મધ્ય યુરોપમાં 47° ઉ. અ. અને 29° પૂ. રે.ની આજુબાજુ આવેલો પ્રદેશ. ઈશાન રુમાનિયાનો પશ્ચિમ ભાગ મોલ્દેવિયા તરીકે ઓળખાય છે. બાકીનું મોલ્દેવિયા 1940થી 1991 સુધી સોવિયેત યુનિયનનો એક ભાગ હતો. તેનો વહીવટ સોવિયેત સંઘની સરકાર હેઠળ હતો, તે મોલ્દેવિયન સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક કહેવાતો હતો. 1991માં સોવિયેત…
વધુ વાંચો >મોસમી પવનો
મોસમી પવનો : મોસમ પ્રમાણે વાતા પવનો – ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. મોસમી શબ્દ અરબી ભાષાના ‘મૌસીમ’ શબ્દમાંથી ઊતરી આવેલો છે. ‘મૌસીમ’નો અર્થ મોસમ અથવા ઋતુ (season) થાય છે. પૃથ્વી પર ખંડો અને સમુદ્રો એકબીજાની પાસે આવેલા છે. ભૂમિ અને પાણી જુદા જુદા પ્રમાણમાં ગરમી ગ્રહણ કરે છે. આ…
વધુ વાંચો >મૉસ્કો (Moscow)
મૉસ્કો (Moscow) : રશિયાનું પાટનગર અને દુનિયાનાં મોટાં ગણાતાં શહેરો પૈકીનું એક. તે 55° 45´ ઉ. અ. અને 37° 35´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : મૉસ્કોનો વિસ્તાર ડેવોનિયન અને કાર્બોનિફેરસ કાળના ખડકોથી બનેલું ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીં આશરે 1,750 મીટરની ઊંડાઈએ…
વધુ વાંચો >મૉંગોલિયા
મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >મોંઘીર
મોંઘીર : જુઓ, મુંગેર
વધુ વાંચો >