Geography
આન્વેઈ
આન્વેઈ (Anhui) : ચીનના પૂર્વ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 310 40´ ઉ. અ. અને 1170 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ચીનના 21 પ્રાંતો પૈકીનો આ નાનામાં નાનો પ્રાંત છે અને બધી બાજુએ ભૂમિભાગોથી બંધિયાર છે. તેની ઈશાન તરફ કિયાંગ્સુ, અગ્નિ તરફ ચેકિયાંગ,…
વધુ વાંચો >આફ્રિકા
આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો…
વધુ વાંચો >આબાદાન
આબાદાન (Abadan) : ઈરાનના ખૂઝેસ્તાન પ્રાંતમાં આવેલ આબાદાન ટાપુનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : આ શહેર 300 200 ઉ. અ. અને 480 160 પૂ. રે. પર આવેલું છે. તે ઈરાની (પર્શિયન) અખાતથી ઉત્તરે આશરે 53 કિમી. દૂર અને શત-અલ-અરબ નદીના પૂર્વ કાંઠે આવેલું છે. આબોહવા : આ શહેરનું જાન્યુઆરીનું…
વધુ વાંચો >આબિદજાન
આબિદજાન : આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગમાં નૈર્ઋત્ય ખૂણે આવેલા દેશ આઇવરી કોસ્ટ(કોટ-દ-આઇવરી-હાથીદાંત માટે વિખ્યાત)ની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 50 19´. અ. અને 40 02´ પ. રે. પર આવેલું છે. તે દેશનું મુખ્ય બંદર પણ છે. તે દેશના અગ્નિકોણમાં ઍટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને કાંઠે આવેલા એબ્રી ખાડી સરોવર…
વધુ વાંચો >આબુ
આબુ : રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ ગિરિમથક. તેનું ગુરુશિખર સમુદ્રની સપાટીથી 1,722 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. આબુ પર્વત 240 36´ ઉ. અક્ષાંશ અને 720 45´ પૂ. રેખાંશ પર આવેલ છે. અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ આ પર્વતની લંબાઈ આશરે 3 કિમી. અને…
વધુ વાંચો >આભીર (પ્રદેશ)
આભીર (પ્રદેશ) : આભીરોની વસ્તીવાળો પ્રદેશ. રામાયણ-કિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રની નજીક ‘શૂરાભીર’ પ્રદેશ સૂચવાયો છે. મહાભારતના ભીષ્મપર્વમાં ‘વાહીક’ અને ‘વાટધાન’ પ્રદેશ પછી ‘આભીર’ કહ્યો છે. રામાયણમાં પણ ‘વાલ્હીક’(વાહીક)નું સામીપ્ય છે જ. ‘શૂદ્રાભીર’ કહેલ છે તે ‘શૂરાભીર’ છે. મહાભારતના મૌશલ પર્વમાં જણાવ્યા પ્રમાણે અર્જુન જ્યારે દ્વારકાના વિનાશ પછી યાદવ સ્ત્રીઓને લઈને પંચનદના પ્રદેશમાંથી…
વધુ વાંચો >આમરી
આમરી : સિંધુ નદીને કિનારે આવેલા પ્રાચીન સંસ્કૃતિના ટીંબા. નન્દિગોપાલ મજુમદારે 1929માં અને કેસલે 1959-62 સુધીમાં સિંધુ નદીને કિનારે આવેલા આમરીના ટીંબામાં ઉત્ખનનો કર્યાં હતાં. તે હાલ પાકિસ્તાનમાં છે. તેમાંથી મળેલા અવશેષો એ તામ્રાશ્મયુગના હોવાનું અને આશરે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના હોવાનું દર્શાવે છે. આમરીના પ્રાચીન ટીંબાઓમાંથી મળેલાં માટીનાં વાસણો…
વધુ વાંચો >આમાન
આમાન (અમાન) : જૉર્ડનનું પાટનગર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 320 ૦૦´ ઉ. અ. અને 360 ૦૦´ પૂ. રે.. તે મૃત સમુદ્રથી ઈશાનમાં 40 કિમી.ને અંતરે જૉર્ડનના ઉત્તર ભાગમાં, જબલ અજલૂન પર્વતોની પૂર્વ સરહદે વસેલું છે. આ શહેરની મોટા ભાગની ઇમારતો ટેકરીઓ પર આવેલી છે. શહેરના મુખ્ય માર્ગ…
વધુ વાંચો >આમુર
આમુર : એશિયા ખંડના ઈશાન ખૂણે પૂર્વ સાઇબીરિયામાં રશિયા અને ચીનની સરહદે આવેલી નદી. આ નદી સિંચાઈ, મત્સ્ય-ઉદ્યોગ તેમજ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે. ચીનમાં આ નદીને હી-લંગ-જિયાંગ અર્થાત્ ‘કાળી નદી’ (Hei-Ho) તરીકે સંબોધવામાં આવે છે. તેના ભયાનક પૂરપ્રકોપના સ્વરૂપને કારણે તે ‘Black Dragon’નું બિરુદ પણ પામી છે. શાખાનદીઓ સહિતનો…
વધુ વાંચો >આમેર
આમેર : જુઓ અંબેર
વધુ વાંચો >