Film

લાઇટ ઑવ્ એશિયા, ધ

લાઇટ ઑવ્ એશિયા, ધ : ચલચિત્ર. હિંદી શીર્ષક : પ્રેમસંન્યાસ. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1925. નિર્માણસંસ્થા : ગ્રેટ ઈસ્ટર્ન ફિલ્મ્સ, એમેલ્કા ફિલ્મ (મ્યૂનિક, જર્મની). દિગ્દર્શક : ફ્રાન્ઝ ઑસ્ટિન. પટકથા : નિરંજન પાલ. કથા : 1861માં પ્રગટ થયેલી એડવિન આર્નોલ્ડની કવિતા પર આધારિત. છબિકલા : જોસેફ વર્શ્ચિંગ, વિવી કિરમિયર. મુખ્ય…

વધુ વાંચો >

લાઇફ ઑવ્ એમિલ ઝોલા

લાઇફ ઑવ્ એમિલ ઝોલા : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1937. નિર્માતા : હેન્રી બ્લૅન્ક. દિગ્દર્શક : વિલિયમ ડિયેટેર્લ (William Dieterle). પટકથા : નૉર્મન રેલી રેને, હેન્ઝ હેરાલ્ડ, ગેઝા હર્ઝેગ (Geza Herczeg). કથા : હેરાલ્ડ અને હર્ઝેગની વાર્તા પર આધારિત. સંગીત : લિયો એફ. ફૉર્બસ્ટિન. મુખ્ય…

વધુ વાંચો >

લાખો ફુલાણી

લાખો ફુલાણી : ગુજરાતીમાં કેટલીક રીતે નોંધપાત્ર એવું ચલચિત્ર. કચ્છના ઇતિહાસનું અને કચ્છ-કાઠિયાવાડની લોકકથાનું એક તેજસ્વી પાત્ર કચ્છમાં આવેલ કંથરોટના રાજવી લાખો ફુલાણીનું છે. કહેવાય છે કે ઇતિહાસમાં ‘લાખો’ નામના રાજવીઓ તો ઘણા થઈ ગયા, પણ ‘ફુલાણી’ તો એક જ ! લગભગ અગિયારસો વર્ષ પહેલાં થઈ ગયેલા આ રાજવીએ તે…

વધુ વાંચો >

લાગુ, શ્રીરામ ડૉ.

લાગુ, શ્રીરામ ડૉ. (જ. 16 નવેમ્બર 1927, પુણે, મહારાષ્ટ્ર અ. 17 ડિસેમ્બર 2019, પુણે, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ અભિનેતા. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્રીરામ લાગુ સફળ તબીબી કારકિર્દી ધરાવતા હતા. તે સાથે અભિનય પ્રત્યે પણ તેમને ખૂબ લગાવ હતો. શાળામાં  હતા ત્યારથી જ તેમણે નાટકોમાં કામ શરૂ કર્યું હતું. તેઓ 11…

વધુ વાંચો >

લા ડોલ્સા વિતા

લા ડોલ્સા વિતા : ચલચિત્ર. અંગ્રેજી શીર્ષક : ‘ધ સ્વીટ લાઇફ’. ભાષા : ઇટાલિયન, શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1960. નિર્માણ-સંસ્થા : રાઇમા (ઇટાલી) અને પાથે કૉન્સોર્ટિયમ સિનેમા (ફ્રાન્સ). નિર્માતા : ગિસેપ્પી એમેટો, ઍન્જેલો રિઝોલી. દિગ્દર્શક : ફેડરિકો ફેલિની. પટકથા : ફેડરિકો ફેલિની, એન્નિયો ફ્લેયાનો, તુલ્લિયો પિનેલી અને બ્રુનેલો રોન્ડી.…

વધુ વાંચો >

લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ

લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માણ-વર્ષ : 1973. નિર્માણ-સંસ્થા : પી.ઇ.એ. સિનેમેટોગ્રાફિકા (રોમ) અને લે આર્ટિસ્ટ્સ એસોસિઝ (પૅરિસ). નિર્માતા : આલ્બર્ટો ગ્રિમાલ્ડી. દિગ્દર્શક : બર્નાર્ડો બર્તોલુસી. પટકથા : બર્નાર્ડો બર્તોલુસી, ફ્રૅન્કો આર્કાલી. કથા : બર્નાર્ડો બર્તોલુસીની વાર્તાના આધારે.  છબિકલા : વિત્તોરિયો સ્ટોરારો. સંગીત : ગેટો…

વધુ વાંચો >

લાસ્ટ લાફ, ધ

લાસ્ટ લાફ, ધ : મૂક ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1924. દિગ્દર્શક : એફ. ડબ્લ્યૂ. મૂરનાઉ (F. W. Murnau). પટકથા : કાર્લ મેયર. છબિકલા : કાર્લ ફ્ર્યુન્ડ. મુખ્ય કલાકારો : એમિઇલ જેનિંગ્ઝ, માલી ડેલ્શૉફ્ટ (Maly Delschaft), મૅક્સ હિલર, હૅન્સ અન્ટરકિર્ચન (Hans Unterkirchen). જર્મનીના ખ્યાતનામ યુએફએ સ્ટુડિયોમાં નિર્માણ પામેલા આ…

વધુ વાંચો >

લા સ્ટ્રાડા

લા સ્ટ્રાડા : ચલચિત્ર. ભાષા : ઇટાલિયન. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1954. નિર્માતા : કાર્લો પૉન્ટી, ડિનો દ લૉરેન્ટિસ. દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની. પટકથા : ફ્રેડરિકો ફેલિની, તુલિયો પિનેલી, એનિયો ફલેયાનો. કથા : ફેનિલી અને પિનેલીની વાર્તા પર આધારિત. છબિકલા : ઑતેલો માર્તેલી. સંગીત : ફ્રેન્કો ફેરારા. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

લાંગ્લોઇ, હેન્રી (Langlois, Henri)

લાંગ્લોઇ, હેન્રી (Langlois, Henri) (જ. 13 નવેમ્બર 1914, સ્મીર્ના, તુર્કી; અ. 1977) : ચલચિત્રોના ઇતિહાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ તથા તેને લગતા દસ્તાવેજોના શકવર્તી સંગ્રાહક અને દફતરપાલ (આર્કેઇસ્ટ). જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી જ જે મળે તે જૂનાં ચલચિત્રોના ટુકડા એકઠા કરવાનો શોખ હતો. 1935માં તેમણે ‘સર્કલ દ સિનેમા’ નામની એક…

વધુ વાંચો >

લીન, ડૅવિડ (સર)

લીન, ડૅવિડ (સર) (જ. 25 માર્ચ 1908, ક્રૉયડન, લંડન; અ. 16 એપ્રિલ 1991) : ચલચિત્ર દિગ્દર્શક. રૂપેરી પડદા પર વિશાળ ફલક પર મહાગાથાઓ સમાન ભવ્ય અને લખલૂટ ખર્ચે ચિત્રો બનાવવા માટે જાણીતા સર ડૅવિડ લીને ‘ધ લૉરેન્સ ઑવ્ અરેબિયા’, ‘ડૉ. ઝિવાગો’ અને ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ’ સહિતનાં યાદગાર…

વધુ વાંચો >