Film
ક્લાર્ક, ગેબલ
ક્લાર્ક, ગેબલ : જુઓ ગેબલ, ક્લાર્ક
વધુ વાંચો >ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન
ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન : સાઠના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મશહૂર બનેલું બહુચર્ચિત અને પુરસ્કૃત ચલચિત્ર. મૂળ ચિત્રાંકન ચેક ભાષામાં. અંગ્રેજીમાં 1965માં લોડેનિસ રેલવેમથક પર તે ઉતારવામાં આવ્યું. દિગ્દર્શક જિરી મૅન્ઝલ. અવધિ 89 મિનિટ. 1963માં ચેક સાહિત્યમાં ‘પર્લ્સ ઑવ્ ધ ડીપ’ નામના લઘુકથાઓના સંગ્રહમાંની પ્રથમ કૃતિ ‘ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન’ના…
વધુ વાંચો >ખજાનચી (ચલચિત્ર)
ખજાનચી (ચલચિત્ર) : હિંદી ફિલ્મમાં પંજાબી લોકસંગીતનો સર્વપ્રથમ ઉપયોગ ધરાવતી લોકપ્રિય અને સીમાચિહનરૂપ ફિલ્મ. નિર્માણવર્ષ : 1941. નિર્માતા : પંચોલી આર્ટ પિક્ચર, લાહોર. ભાષા : હિંદી. દિગ્દર્શન : દલસુખ એમ. પંચોલી. અભિનય : એમ ઇસ્માઇલ, રમોલા અને અન્ય. સંગીતનિર્દેશન : ગુલામ હૈદર. આ સિનેકૃતિના સર્જન પૂર્વેની સમજવાયોગ્ય ભૂમિકા કંઈક આ…
વધુ વાંચો >ખન્ના, રાજેશ
ખન્ના, રાજેશ (જ. 29 ડિસેમ્બર 1942, અમૃતસર; અ. 18 જુલાઈ 2012, મુંબઈ) : ભારતના ચલચિત્રજગતના જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ. તેમને દત્તક લઈ ઉછેરનાર તેમના પાલક પિતા રેલવેના કૉન્ટ્રેક્ટર હતા. રાજેશનું મૂળ નામ જતિન હતું. તેમના પરિવારે અમૃતસર છોડી મુંબઈ સ્થળાંતર કર્યું અને ત્યાં જ તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ…
વધુ વાંચો >ખન્ના, વિનોદ
ખન્ના, વિનોદ (જ. 6 ઑક્ટોબર 1946, પેશાવર, બ્રિટીશ ઇન્ડિયા; અ. 27 એપ્રિલ 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોના લોકપ્રિય અભિનેતા, નિર્માતા, સક્રિય રાજકારણી અને સાંસદ. ભારતના ભાગલા પડ્યા પછી ખન્ના પરિવારે પેશાવરથી અમૃતસર સ્થળાંતર કર્યું અને ત્યાર બાદ તે પરિવાર લુધિયાનામાં સ્થિર થયો. તેમણે દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતેની બાર્ન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ…
વધુ વાંચો >ખંડહર
ખંડહર : રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી થયેલી હિંદી ફિલ્મ. પ્રેમેન્દ્ર મિત્ર દ્વારા લિખિત કથા પર આધારિત. નિર્માણવર્ષ : 1984. નિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક : મૃણાલ સેન. પ્રમુખ ભૂમિકા : શબાના આઝમી, નસિરુદ્દીન શાહ, ગીતા સેન, પંકજ કપૂર, અન્નુ કપૂર, શ્રીલા મજમુદાર અને રાજેન તરફદાર. ચલચિત્રક્ષેત્રે ત્રણ દાયકાથી નાનીમોટી કુલ…
વધુ વાંચો >ખુરશીદ
ખુરશીદ (જ. 14 એપ્રિલ 1914, ચુનિયન, લાહોર; અ. 18 એપ્રિલ 2001, કરાચી) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત ગાયિકા-અભિનેત્રી. તેનું પ્રથમ ચલચિત્ર ‘કૌન કિસી કા’ (હિંદી). તેને પ્રથમ વાર રૂપેરી પડદે લાવવાનો જશ ગુજરાતી ચલચિત્રનિર્માતા નાનુભાઈ દેસાઈના ફાળે જાય છે. તેનું બીજું ચલચિત્ર ઇઝરામીરનું ‘સિતારા’. તે લોકપ્રિય બની વિખ્યાત ચલચિત્રઅભિનેતા મોતીલાલની ભૂમિકાવાળા…
વધુ વાંચો >ખેર, અનુપમ
ખેર, અનુપમ (જ. 7 માર્ચ 1955, સિમલા) : ભારતના ચલચિત્રજગતના પ્રતિભાસંપન્ન ચરિત્ર-અભિનેતા. તેઓ ભણ્યા ચંડીગઢમાં, અભિનયના શિક્ષક બન્યા દિલ્હીમાં અને અભિનયની પરમ સિદ્ધિ પર પહોંચ્યા મુંબઈમાં. તદ્દન મધ્યમ વર્ગના પરિવારના હોવા છતાં કોઈ ચીજનો અભાવ તેમણે જોયો નથી. અભ્યાસ દરમિયાન શાળાનાં નાટકોમાં ભૂમિકા કરતા અને ઇનામો જીતતા. નાટ્યવિદ્યાનો અભ્યાસ તેમણે…
વધુ વાંચો >ખોટે, દુર્ગા
ખોટે, દુર્ગા (જ. 13 જાન્યુઆરી 1905, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 1991, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતનાં વિખ્યાત અભિનેત્રી. મુંબઈના મધ્યમવર્ગીય શિક્ષિત પરિવારમાં જન્મ. મુંબઈની કેથીડ્રલ સ્કૂલમાં શિક્ષણ લીધું. મહિલાઓના સમાન અધિકારોનાં હિમાયતી અવંતિકા ગોખલેના પ્રભાવ હેઠળ આવતાં, જે જમાનામાં નાટક કે ચલચિત્ર જેવું ક્ષેત્ર સ્ત્રીઓ માટે નિષિદ્ધ ગણાતું તે જમાનામાં આ…
વધુ વાંચો >ગણેશન્, જૈમિનિ
ગણેશન્, જૈમિનિ (જ. 17 નવેમ્બર 1920, પદુકોટ્ટાઈ; અ. 27 માર્ચ 2005, ચેન્નાઈ) : તમિળ ફિલ્મોના વિખ્યાત અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. નાનપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં વ્યાખ્યાતા નિમાયા. આકર્ષક શરીરસૌષ્ઠવ અને ખુશમિજાજને કારણે લોકપ્રિય બન્યા. 1945માં તમિળ ચલચિત્રજગતના વિખ્યાત દિગ્દર્શક…
વધુ વાંચો >