Education

સંશોધન (Research)

સંશોધન (Research) જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ; જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની, જે તે સંશોધનવિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની, તેની…

વધુ વાંચો >

સાધુ હીરાનંદ

સાધુ હીરાનંદ (જ. 23 માર્ચ 1863, હૈદરાબાદ; અ. 14 જુલાઈ 1893, બાન્કીપુર, બિહાર) : સિંધી કેળવણીકાર, સંત અને સમાજસેવક. પિતા શૌકીરામ આડવાણીના બીજા પુત્ર અને સાધુ નવલરામના ભાઈ. તેઓ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે કોલકાતા ગયા. 13 ઑક્ટોબર 1883ના રોજ કૉલેજમાં તેમણે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને આવરી લઈ આદર્શોન્મુખ શ્રમયુક્ત…

વધુ વાંચો >

સિએમલે, ડેવિડ આર.

સિએમલે, ડેવિડ આર. (જ. 22 જાન્યુઆરી 1953, મુતરાપુર, આસામ ) : ઉત્તર-પૂર્વ ભારતના ઇતિહાસ અને શિક્ષણજગતમાં વિશેષ યોગદાન આપનારા ભારતના જાણીતા ઇતિહાસકાર અને શિક્ષણવિદ. જેમને 2025માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે શિલોંગ સ્થિત સેંટ એડમંડ કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 1976માં એમ.એ. અને 1980માં એમ.ફીલ પૂરું કર્યું. પછી 1985માં…

વધુ વાંચો >

સુલિવન ઍન.

સુલિવન, ઍન. (જ. 1866, ફીડિંગ, હિબ્સ, મૅસેચ્યૂસેટ્સ, અમેરિકા; અ. 1936) : અમેરિકાનાં અંધજનો માટેનાં અંધ-શિક્ષિકા. ખાસ કરીને તેઓ હેલન કૅલરનાં શિક્ષિકા તરીકે બહુ જાણીતાં થયાં. બાળપણમાં તાવના પરિણામે તેઓ લગભગ અંધ બની ગયાં હતાં. તેમણે મૅસેચ્યૂસેટ્સમાં વૉલધૅમ ખાતે આવેલા પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં શિક્ષણ લીધું હતું. નવાં દાખલ કરાયેલાં 7 વર્ષનાં હેલન…

વધુ વાંચો >

સૈનિક શાળા  બાલાચડી

સૈનિક શાળા  બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : ગુજરાતની સંલગ્ન કૉલેજ પ્રથા પર આધારિત એક યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23 મે, 1967ના રોજ થયેલી. રાજકોટ શહેરની પશ્ચિમે રૈયા અને મુંજકા ગામ વચ્ચેના ઉચ્ચ ભૂમિપ્રદેશમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ક્ષેત્રફળ 410 એકર હતું, જેમાંથી 50 એકર જમીન મેડિકલ કૉલેજ માટે અપાતાં હાલમાં (ઈ. સ. 2008માં) 360 એકર…

વધુ વાંચો >

સ્ત્રીશિક્ષણ

સ્ત્રીશિક્ષણ : સ્ત્રીઓમાં શાલેય અથવા ઔપચારિક શિક્ષણનો વ્યાપ. ભારતીય સમાજના વિકાસને અવરોધતી વિવિધ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા સ્ત્રીશિક્ષણ અંગેની છે. છેલ્લી વસ્તીગણતરીના આંકડાઓ અનુસાર વર્ષ 2001માં ભારતમાં સ્ત્રીસાક્ષરતાનો દર 54.16 % હતો. આઝાદીનાં 60 વર્ષ પછી પણ ભારતમાં 23 કરોડ સ્ત્રીઓ નિરક્ષર છે. હજુ પણ પછાત જ્ઞાતિઓની સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ…

વધુ વાંચો >

સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અમેરિકા

સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન, અમેરિકા : ફિઝિકલ એજ્યુકેશનની સંસ્થાઓમાં આ સંસ્થાની ગણના ફક્ત અમેરિકામાં જ નહિ; પરંતુ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે થાય છે. સ્થાપના : 1885. વાય.એમ.સી.એ. (youngs men’s Christian Association) એ એમના વ્યવસ્થાપકોને જુદા જુદા પ્રકારની તાલીમ આપવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. 1887માં તેમાં શારીરિક…

વધુ વાંચો >

હરકુંવર શેઠાણી

હરકુંવર શેઠાણી (જ. 1820, ઘોઘા, જિ. ભાવનગર; અ. 5 ઑક્ટોબર 1876, અમદાવાદ) : ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક. તેઓ ગુજરાતના સમાજસુધારાની પ્રથમ પેઢીનાં પ્રતિનિધિ હતાં. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં જન્મેલાં હરકુંવર શાળામાં માત્ર બેત્રણ ધોરણો સુધી જ ભણ્યાં હતાં. આમ છતાં તેઓ સંસ્કારસંપન્ન…

વધુ વાંચો >