Education
હરકુંવર શેઠાણી
હરકુંવર શેઠાણી (જ. 1820, ઘોઘા, જિ. ભાવનગર; અ. 5 ઑક્ટોબર 1876, અમદાવાદ) : ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક. તેઓ ગુજરાતના સમાજસુધારાની પ્રથમ પેઢીનાં પ્રતિનિધિ હતાં. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં જન્મેલાં હરકુંવર શાળામાં માત્ર બેત્રણ ધોરણો સુધી જ ભણ્યાં હતાં. આમ છતાં તેઓ સંસ્કારસંપન્ન…
વધુ વાંચો >હાર્વર્ડ યુનિવર્સિટી
હાર્વર્ડ યુનિવર્સિટી : અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે 10 ઑક્ટોબર, 1636માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન…
વધુ વાંચો >હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી. મૂળ નામ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી; પરંતુ વર્ષ 2003માં તેને ‘હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી’ એવું નવું નામ આપવામાં આવ્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સરકારે રાજ્યમાં ઉચ્ચશિક્ષણના વિકાસની સમીક્ષા તેમજ યુનિવર્સિટીઓના કાર્યક્ષેત્ર અને સુચારુ આયોજન માટે પ્રો. વી.…
વધુ વાંચો >હોપ ઍલેક ડેરવેન્ટ
હોપ, ઍલેક ડેરવેન્ટ (જ. 21 જુલાઈ 1907, કૂમા, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 13 જુલાઈ 2000, કૅનબેરા) : ઑસ્ટ્રેલિયન કવિ અને નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ કૂમા અને તાસ્માનિયામાં. ફોર્ટ સ્ટ્રીટ બોઇઝ હાઈસ્કૂલ, સિડની યુનિવર્સિટી અને પાછળથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધેલું. 24 વર્ષની ઉંમરે વતન પરત થયેલા. થોડો વખત કામધંધા વગર ગાળ્યા…
વધુ વાંચો >હોપ થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft)
હોપ, થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft) (જ. 9 ડિસેમ્બર 1831; અ. 4 જુલાઈ 1915, લંડન) : અંગ્રેજ કેળવણી અધિકારી, જેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું તેમજ ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રીતે રચાયેલી વાચનમાળાઓનો આગ્રહ રાખી, તે તૈયાર કરાવી હતી. તેમના પિતા જેમ્સ હોપ તબીબ હતા અને હૃદયરોગ સંબંધી સંશોધન માટે પ્રખ્યાત હતા;…
વધુ વાંચો >