Economics

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર

કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર : સામાજિક કલ્યાણના સંદર્ભમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની પદ્ધતિની આર્થિક કાર્યક્ષમતા તથા આર્થિક નીતિઓની સમીક્ષા કરતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા. તે મુખ્યત્વે ત્રણ બાબતોને સ્પર્શે છે : આર્થિક કાર્યક્ષમતાની વ્યાખ્યા કરવી; જુદી જુદી આર્થિક પદ્ધતિમાં થતી સાધનફાળવણીની કાર્યક્ષમતાની મુલવણી કરવી; તથા સામાજિક-આર્થિક કલ્યાણમાં સુધારો સૂચવતી શરતો નિર્ધારિત કરવી. અર્થશાસ્ત્રની સંલગ્ન…

વધુ વાંચો >

કસ્ટમ યુનિયન

કસ્ટમ યુનિયન : બે અથવા વધુ સાર્વભૌમ દેશો વચ્ચે પારસ્પરિક તથા અન્ય દેશો સાથે થતા વ્યાપારને સ્પર્શતા જકાત દરો અંગે કરવામાં આવતો કરાર. જુદા જુદા દેશો આર્થિક એકીકરણ(integration)ના હેતુથી ભિન્ન ભિન્ન પ્રકારના કરારો કરે છે. કસ્ટમ યુનિયન તેનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. આવા આર્થિક સંગઠનના બે મુખ્ય ગુણધર્મો હોય છે…

વધુ વાંચો >

કંપની-વેરા

કંપની-વેરા : કંપનીઓના ચોખ્ખા નફા પર આકારવામાં આવતો આવકવેરો. ભારતમાં સૌપ્રથમ 1857ના બળવાની અસરને કારણે બ્રિટિશ સરકારની નાણાકીય જરૂરિયાતોને અનુલક્ષીને 1860માં વધુ આવક મેળવવાના હેતુથી આવકવેરો દાખલ કરવામાં આવ્યો હતો. 1867માં લાઇસન્સ-ટૅક્સ તરીકે અને 1868માં સર્ટિફિકેટ-ટૅક્સ તરીકે તે અમલમાં આવ્યો, પરંતુ હવે તે કેન્દ્ર-સરકારની આવકનું કાયમી સાધન બન્યો છે અને…

વધુ વાંચો >

કામદારવળતર

કામદારવળતર : અકસ્માતને કારણે ઊભી થતી મુશ્કેલીમાં કામદારોને ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવતું વળતર. આ માટે કામદારવળતર ધારો 1923માં ઘડવામાં આવ્યો. તેમાં 1984માં સુધારા કરવામાં આવ્યા છે. કામદારવળતર ધારો કારીગરોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં પ્રથમ કદમ છે. આ કાયદો ‘વસ્તુની કિંમતમાં કારીગરના શ્રમનો પૂરો સમાવેશ થવો જોઈએ’ તે સિદ્ધાંત ઉપર…

વધુ વાંચો >

કામનો અધિકાર

કામનો અધિકાર : ગરીબીનિવારણ અને બેકારીનિવારણની આર્થિક સમસ્યાઓનો એક કાયદાકીય ઉકેલ. ભારતમાં આ અધિકારને બંધારણીય અધિકારનું કે કાનૂની અધિકારનું સ્વરૂપ આપવા અંગે ભારે મતભેદ છે. કામનો અધિકાર કોઈ એક અધિકાર નથી. તે એકથી વધુ અધિકારોનો સમુચ્ચય છે. કામના અધિકારના ઘટક અધિકારો વિખ્યાત રાજ્યશાસ્ત્રી હેરલ્ડ લાસ્કી આ પ્રમાણે જણાવે છે :…

વધુ વાંચો >

કાયદેસરનું ચલણ

કાયદેસરનું ચલણ : ચુકવણી માટે પરિપક્વ થયેલા દેવાની પતાવટ માટે યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે દેવાદાર દ્વારા રજૂ કરવામાં આવેલું એવું ચલણ, જે કાયદેસર હોવાથી લેણદારે સ્વીકારવું જ પડે છે. જે લેણદાર દેવાની પતાવટ સામે તેવું ચલણ સ્વીકારવાની ના પાડે તે પોતાનો ધારણાધિકાર (lien) ગુમાવે છે અને તે પછીના સમય…

વધુ વાંચો >

કાર્ટેલ

કાર્ટેલ : બજારનો ઇજારો પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક પેઢીઓ દ્વારા રચાતું સંગઠન (syndicate). સામાન્ય રીતે તે વેચાણકરારમાં પરિણમે છે. સરખી વસ્તુનું ઉત્પાદન કરતી સ્વતંત્ર પેઢીઓ વિધિસરની સંધિ દ્વારા પોતાનું મંડળ રચે છે. તેની મારફત વસ્તુની સમાન કિંમત નક્કી કરે છે અને કેટલીક વાર દરેક ઉત્પાદક માટે મૂડીરોકાણ અને ઉત્પાદનનું કદ…

વધુ વાંચો >

કાર્ય અને રોજગારી

કાર્ય અને રોજગારી : વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કાર્ય. તેને રોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્ય એ સવેતન કે અવેતન ઉદ્યમ હોઈ શકે, પરંતુ રોજગારી અનિવાર્ય રીતે એવા કાર્યનો સંકેત આપે છે જેના બદલામાં નાણાં અથવા અન્ય પ્રકારનું વળતર ચૂકવવામાં આવે. કેટલાંક કાર્યો શારીરિક કે માનસિક મહેનત માગી લેતાં…

વધુ વાંચો >

કાર્યક્ષમતા, આર્થિક

કાર્યક્ષમતા, આર્થિક : ઉત્પાદનનાં સાધનો તથા અન્ય નિવેશ(inputs)નાં ઉપયોગ અને ફાળવણીની કાર્યસાધકતા. ઓછામાં ઓછા ખર્ચે, સાધનોના દુર્વ્યય વિના તથા તકનીકી કાર્યક્ષમતા સહિત મહત્તમ ઉત્પાદન હાંસલ કરવાથી ઉત્પાદનની કાર્યક્ષમતાનો ઇષ્ટ સ્તર જાળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં આ ખ્યાલ પેઢી, આર્થિક એકમો, વ્યવસ્થાપદ્ધતિ (system) તથા શ્રમના ઘટકની ક્ષમતા (performance) સાથે સંબંધ ધરાવે છે.…

વધુ વાંચો >

કાર્યસંવૃદ્ધિ (job-enrichment)

કાર્યસંવૃદ્ધિ (job-enrichment) : જે કાર્યમાં વિપુલ પ્રમાણમાં વિવિધતા રહેલી હોય, જેમાં ઉચ્ચસ્તરનું જ્ઞાન તથા નિપુણતાની આવશ્યકતા હોય અને જેમાં કારીગરને વધુ સ્વાયત્તતા તથા જવાબદારી સોંપાતી હોય તેવા કાર્યનું આયોજન. ઐતિહાસિક ર્દષ્ટિએ 1940 સુધી વધુ અને વધુ વિશિષ્ટ કાર્યો (specialised jobs) કરવા તરફ વલણ વધતું ગયેલું હતું. ત્યારપછીથી અતિવિશિષ્ટીકરણ (overspecialisation) નહિ…

વધુ વાંચો >