Ecology

ચેરેન્કવ વિકિરણ

ચેરેન્કવ વિકિરણ : અત્યંત ઝડપી વિદ્યુતભારિત કણ, કોઈ પારદર્શક, અવાહક કે ઘન માધ્યમમાંથી, તે માધ્યમમાંની પ્રકાશની ઝડપ કરતાં વધુ ઝડપે પસાર થાય ત્યારે ઉદભવતો પ્રકાશ. ન્યૂક્લિયર રિઍક્ટર જળમાં, સક્રિય બળતણ ઘટકો નજીક જોવા મળતી વાદળી દીપ્તિ (glow) આ પ્રકારના વિકિરણનું ઉદાહરણ છે. ચેરેન્કવ વિકિરણનું ઉત્સર્જન, ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે…

વધુ વાંચો >

જળચક્ર (1)

જળચક્ર (1) : સૂર્યઊર્જા અને ગુરુત્વાકર્ષણના બળ હેઠળ વાતાવરણ, સમુદ્ર અને પૃથ્વીના પોપડા (crust) વચ્ચે બાષ્પ, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં પાણીનો અવિરત વિનિમય. તે એક સંકુલ વિધિ (process) છે અને ખુશ્કી (terrestrial) તેમજ વાતાવરણીય પર્યાવરણો વચ્ચે પાણીનું આવાગમન વિભિન્ન સ્વરૂપે થયા કરે છે. પાણીનાં સંગ્રહ-બિંદુઓમાં ભૂગર્ભ અને પૃષ્ઠજળ, હિમચાદરો(ice-caps), સમુદ્રો…

વધુ વાંચો >

જળચક્ર (2)

જળચક્ર (2) : સપાટી, જળસ્રોતો, વાતાવરણ અને ભૂપૃષ્ઠની અંદરના ભાગો વચ્ચે નિરંતર થતી રહેતી જળનાં જુદાં જુદાં સ્વરૂપોની આપ-લે દ્વારા સર્જાતી જળની ચક્રાકાર ગતિ. જલાવરણ, વાતાવરણ અને શિલાવરણ અથવા ભૂપૃષ્ઠ એ પૃથ્વી પરનાં ત્રણ એવાં માધ્યમો છે જેમાં સપાટીજળ, હવામાંના ભેજ અને ભૂગર્ભીય જળનું પરિભ્રમણ થતું રહે છે. જળ-પરિભ્રમણની આ…

વધુ વાંચો >

જળવિદ્યા અને જળસ્રોતો

જળવિદ્યા અને જળસ્રોતો : પૃથ્વી ઉપરના પાણીના જીવનના સમગ્ર ઇતિહાસને આવરી લેતા વૈજ્ઞાનિક અભ્યાસનું ક્ષેત્ર. જળવિદ્યામાં જલાવરણ અને વાતાવરણમાંના પાણીની પ્રાપ્તિ, તેનું પરિવહન અને વિતરણ ઉપરાંત તેના ગુણધર્મો તથા પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ સાથેના તેના પારસ્પરિક સંબંધની ર્દષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. જળસ્રોતોમાં ઘન, પ્રવાહી અને બાષ્પરૂપમાં મળતું પાણી; નદી,…

વધુ વાંચો >

જળહવામાનશાસ્ત્ર (hydrometeorology)

જળહવામાનશાસ્ત્ર (hydrometeorology) : વાતાવરણમાં પાણીનાં ઉદભવ, ગતિ અને તેની સ્થિતિમાં થતાં પરિવર્તનોના અભ્યાસનું શાસ્ત્ર. જલશાસ્ત્રીઓ તેનો એક સીમિત અર્થ પણ કરે છે જેમાં ભૂમિતલ અને વાતાવરણ વચ્ચે થતા જલવિનિમયનો જ વિચાર કરવામાં આવે છે. તેમાં વૃષ્ટિ તથા ઝાકળ અને બાષ્પીભવન તથા પ્રાકૃતિક સપાટીઓ ઉપરથી થતી જલનિષ્કાસનની પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે…

વધુ વાંચો >

જીવાવરણ

જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને…

વધુ વાંચો >

જીવાવરણ (biosphere)

જીવાવરણ (biosphere) : પૃથ્વી પર આવેલા શિલાવરણ (lithosphere), જલાવરણ (hydrosphere) અને વાતાવરણ- (atmosphere)થી બનેલા સજીવોના આવાસ. પૃથ્વી પર આ આવરણો અત્યંત પાતળા પડ રૂપે આવેલાં છે. જો પૃથ્વીના પરિઘનું નિરીક્ષણ કરવામાં આવે તો ક્ષૈતિજ કક્ષાએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશેષ પ્રમાણમાં પ્રસરેલી છે. આમ તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીનો વ્યાસ 12,753 કિમી.…

વધુ વાંચો >

જેટ પ્રવાહ (jet stream)

જેટ પ્રવાહ (jet stream) : પૃથ્વીના મધ્યવર્તી અક્ષાંશના પ્રદેશો પર ક્ષોભમંડળ(troposphere)ની ઉપરના અને સમતાપમંડળ(stratosphere)ની નીચેના અવકાશમાં પશ્ચિમથી પૂર્વમાં જતી પવનની અત્યંત વેગીલી ધારા. આ પવનધારા ધ્રુવપ્રદેશના અધોગામી, ઊંચાઈવાળા, શીતળ વાયુના સ્થાયી ક્ષેત્ર તથા ઉષ્ણકટિબંધના ઊર્ધ્વગામી, નિમ્નદાબવાળા, તપ્તવાયુનાં સ્થાયી ક્ષેત્રોની વચ્ચેના પટા ઉપર વાય છે. તેમને તલપ્રદેશનું ભૂપૃષ્ઠ નડતું નહિ હોવાથી…

વધુ વાંચો >

ઝાકળ

ઝાકળ : ભૂમિતલની નજીકના ઘાસ, છોડ અને બારીના કાચ જેવા પદાર્થો ઉપર જામતું પાણીનું પાતળું પડ. દિવસે પૃથ્વીની સપાટી સૂર્યનાં કિરણોનું શોષણ કરે છે. આથી તે ગરમ થાય છે. સૂર્યાસ્ત પછી પૃથ્વીની સપાટી ધીમે ધીમે ઠંડી પડે છે.  આકાશ વાદળો વિનાનું હોય તો સપાટી જલદી ઠંડી પડે છે અને આકાશ…

વધુ વાંચો >

ટ્રોપોસ્ફિયર

ટ્રોપોસ્ફિયર : જુઓ, વાતાવરણ (ભૌગોલિક)

વધુ વાંચો >