Drama
ઉલ્લાઘરાઘવ (તેરમી સદી)
ઉલ્લાઘરાઘવ (તેરમી સદી) : અણહિલવાડ પાટણના ચૌલુક્ય વંશના રાજપુરોહિત સોમેશ્વરનું રચેલું આઠ અંકનું સંસ્કૃત નાટક. કવિ વસ્તુપાલનો પ્રશંસક અને સમકાલીન છે. તેની અન્ય ખ્યાત કૃતિઓ છે – ‘સુરથોત્સવ’ મહાકાવ્ય, સ્તોત્રકાવ્ય ‘કર્ણામૃતપ્રપા’, ‘કીર્તિકૌમુદી’ ઉપરાંત રામપ્રશસ્તિ, દેલવાડાના મંદિરની પ્રશસ્તિ વગેરે. રામાયણકથાને જ જરા જુદી રીતે અહીં રજૂ કરવામાં આવી છે. જનક રાજાના…
વધુ વાંચો >ઋતુમૂર્તિ
ઋતુમૂર્તિ : મલયાળમ નાટક. મલયાળમ નાટ્યકાર અને કવિ એમ. પી. ભટ્ટતિરિપાદે (જ. 1908) આ નાટક વીસમી સદીના પાંચમા દાયકામાં રચ્યું હતું. સામાજિક પ્રશ્નો ચર્ચતાં આધુનિક મલયાળમ નાટકોમાં તે અગ્રગણ્ય છે. નિર્દય સામાજિક પરંપરાએ લાદેલા કુરિવાજોની ભીંસમાં પિલાતી નામ્બુદિરિ સ્ત્રીઓની કરુણ દુર્દશાનું તેમાં તાશ ચિત્ર છે. નામ્બુદિરિ કન્યા વયમાં આવતાં ઋતુમતિ-રજસ્વલા…
વધુ વાંચો >એક ઉંદર અને જદુનાથ
એક ઉંદર અને જદુનાથ (1966) : પહેલું ગુજરાતી ઍબ્સર્ડ નાટક. લેખકો લાભશંકર ઠાકર અને સુભાષ શાહ. જીવનની વ્યર્થતા સૂચવતી કલા-ફિલસૂફીના યુરોપીય વિચારપ્રવાહના અનુસરણ રૂપે ગુજરાતમાં અવતરેલી નાટ્યપ્રણાલીનું પ્રથમ ગણાતું ઉદભટ (absurd) નાટક. અમદાવાદની એક કૉલેજના પ્રથમ વાર્ષિક ઉત્સવમાં એ ભજવાયું ત્યારે એમાં સુસ્પષ્ટ આદિ, મધ્ય અને અંતના અભાવવાળું નાટ્યવસ્તુ, અલગારી…
વધુ વાંચો >એકાંકી
એકાંકી એક અંકવાળું નાટક. અંગ્રેજી ઉપરાંત અર્વાચીન ભારતીય ભાષાઓમાં જોવા મળતા એકાંકીના સ્વરૂપની રચના પશ્ચિમને આભારી છે. તેના વિકાસનો ઇતિહાસ સોએક વર્ષથી વધુ જૂનો નથી. સંસ્કૃતમાં ચૌદ જેટલા એક-અંકી પ્રકારોની ગણતરી કરવામાં આવી છે. એમાં ભાણ, વીથિ, અંક, વ્યાયોગ, પ્રહસન, ઇહામૃગ, રાસક, વિલાસિકા, ઉલ્લાપ્ય, શ્રીગદિત વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ…
વધુ વાંચો >એકેગરે ઓજ
એકેગરે ઓજ (જ. 19 એપ્રિલ 1832, મેડ્રિડ, સ્પેન; અ. 4 સપ્ટેમ્બર 1916 મેડ્રિડ, સ્પેન) : પોતાના પૂરા નામ ઓજ એકેગરે ઈ એકેગરે(Jose Echegaray Y Echegaray)ના પ્રથમ બે શબ્દોથી સ્પેનના સાહિત્યમાં ખૂબ જાણીતા બનેલા નાટ્યકાર. જીવનના આરંભનાં વર્ષોમાં એ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને થોડો સમય તેમણે આલ્મેરિયા અને ગ્રેનેદામાં ઇજનેર તરીકે…
વધુ વાંચો >એકોક્તિ
એકોક્તિ (monologue) : સાહિત્યમાં ખાસ કરીને નાટકમાં પ્રેક્ષકગણ સમક્ષ કે વિના પ્રયોજાતી એક પાત્ર કે વ્યક્તિની ઉક્તિરૂપ પ્રયુક્તિ. તેની દ્વારા ચિંતન અને ઊર્મિનો આવિષ્કાર થતો. ક્યારેક તેમાં દીર્ઘ સંભાષણ પણ હોય. પ્રેક્ષક માટે જે માહિતી અન્ય રીતે શક્ય ન હોય તે સ્વગતોક્તિ (soliloquy) દ્વારા રજૂ થતી. એકોક્તિ, સ્વગતોક્તિ અને સંવાદ…
વધુ વાંચો >ઍક્ટર્સ સ્ટુડિયો
ઍક્ટર્સ સ્ટુડિયો : ગ્રૂપ થિયેટર દ્વારા સ્થાપિત અભિનય-તાલીમશાળા. અમેરિકામાં ન્યૂયૉર્ક ખાતે 1947માં ઇલિયા કઝાન અને ચેરિલ ક્રૉફર્ડ દ્વારા ઍક્ટર્સ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં પાછળથી લી સ્ટ્રાસબર્ગ પણ જોડાયા હતા. સ્તાનિસ્લાવસ્કીની પ્રેરણાથી સામાજિક સભાનતા દર્શાવતાં નાટકો સર્જવાના વિચારથી લી સ્ટ્રાસબર્ગ, ચેરિલ ક્રૉફર્ડ અને હૅરોલ્ડ કલુરમેને પોતાની ત્રીસીમાં ‘ગ્રૂપ થિયેટર’…
વધુ વાંચો >ઍગેમેમ્નૉન
ઍગેમેમ્નૉન (ઈ. પૂ. 458) : ગ્રીક નાટ્યત્રયી ‘ઓરેસ્તીઆ’નું પ્રથમ નાટક. અન્ય બે કૃતિઓ ‘કોએફરાઇ’ (શોકગ્રસ્ત) અને ‘યુમેનાઇડીઝ’ (કોપદેવીઓ). ગ્રીક નાટ્યકાર ઇસ્કિલસે (ઈ. પૂ. 525) મહાકવિ હોમરકૃત ‘ઇલિયડ’ના એક પ્રસંગ ઉપરથી ‘ઓરેસ્તીઆ’નું અત્યંત હૃદયદ્રાવક કથાનક ઘડ્યું છે. ગ્રીક ટ્રૅજેડીનાં સ્વરૂપગત લક્ષણો સૌપ્રથમ ઇસ્કિલસના સર્જનમાં સ્ફુટ થયાં છે. ‘ઍગેમેમ્નૉન’ તેમજ તેની અનુગામી…
વધુ વાંચો >ઍઝ યુ લાઇક ઇટ
ઍઝ યુ લાઇક ઇટ : શેક્સપિયરની કૉમેડી પ્રકારની મશહૂર નાટ્ય- કૃતિ. 1599માં સરકારી દફતરે નોંધાયેલી, પરંતુ તે પહેલાં વર્ષો અગાઉ તેની રચના થયેલી જણાય છે. જોકે 1623ના પ્રથમ ફોલિયોમાં તે નાટક સૌપહેલાં છપાયું. વિલ્ટન મુકામે જેમ્સ પહેલાની સમક્ષ તે ભજવાયું હોય તે બાબતનો કોઈ સચોટ પુરાવો અત્રે પ્રાપ્ત થતો નથી.…
વધુ વાંચો >ઍડીપોલો પ્રાણસુખ
ઍડીપોલો પ્રાણસુખ (જ. 1883, ઝુલાસણ તા. વિસનગર; અ. 1955) : ગુજરાતી રગંભૂમિના એક મહાન નટ. મૂળ નામ નાયક પ્રાણસુખ હરિચંદ. 1891માં આઠ વર્ષની વયે મોરબી આર્યસુબોધ નાટક મંડળીમાં કવિનાટ્યકાર વાઘજી આશારામ ઓઝાએ પ્રાણસુખની પસંદગી કરી. કસરત કરી તેણે શરીર મજબૂત કર્યું. ‘મહમદ ગિઝની’ નાટકમાં ઇમરાજની ભૂમિકાના ગીતમાં ત્રણ વખત ‘વન્સમોર’…
વધુ વાંચો >