Costume

કાશ્મીરી શાલ

કાશ્મીરી શાલ : વિશ્વભરમાં નામના હાંસલ કરી ચૂકેલી કાશ્મીરની વણાટ-કલાના વિશિષ્ટ નમૂનારૂપ ચીજ. ઘણી સદીઓથી કાશ્મીરી શાલ કાશ્મીરનું નામ જગતભરમાં રોશન કરતી આવી છે. એના પોતની કમનીય મુલાયમતા અને ઉત્કૃષ્ટ પ્રકારના રંગીન ઊનના વણાટ વડે સર્જાતી નયનરમ્ય ડિઝાઇન-ભાતને કારણે તેનો જોટો દુનિયાભરમાં જડે તેમ નથી. કાશ્મીરની વધુ ઊંચાણવાળી જગાઓ પર…

વધુ વાંચો >

ખાદી

ખાદી : હાથે કાંતેલ અને હાથે વણેલ ભારતીય વસ્ત્રનો પ્રકાર અને ભારતના રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય પ્રતીક. ભારતમાં હાથકાંતણ અને હાથવણાટનો ગ્રામોદ્યોગ પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ ખેતીને પૂરક વ્યવસાય તરીકે પ્રાચીન કાળથી તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રાચીન કાળથી તે ઘણી મોટી સંખ્યાના લોકો માટે પૂરક…

વધુ વાંચો >

ઘરેણાં

ઘરેણાં : ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યાં છે. લોકસમાજના વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવયુક્ત શણગારોને જન્મ આપ્યો છે. ‘પ્રવીણ-સાગર’ ગ્રંથમાં નારીનાં 12 આભરણ અને 16 શણગારનો ઉલ્લેખ છે. દેહને ભૂષિત કરે તે આભૂષણ. સંસ્કૃતમાં એને માટે ‘અલંકાર’, ‘આભૂષણ’, ‘ભૂષણ’, ‘શૃંગારક’ ઇત્યાદિ શબ્દો મળે છે. ગુજરાતી ભાષામાં ‘ઘરેણું’,…

વધુ વાંચો >

પાઘડી (પોશાક)

પાઘડી (પોશાક) : શિરોવેષ્ટન; માથાનું ઢાંકણ. ભારતમાં પ્રાચીન કાળથી સંરક્ષણ અને શોભાના સાધન ઉપરાંત મોભાના પ્રતીક તરીકે માથે વિવિધ સ્વરૂપે વસ્ત્ર ધારણ કરવાની પ્રથા ચાલી આવે છે. વૈદિક કાળમાં તેને ‘ઉષ્ણીષ’ કહેતા. પ્રાચીન કથાનકોમાં માથે પાંદડાં, કમળ કે તાવડી આકારના ઉષ્ણીષ ધારણ કરેલા સૈનિકોના ઉલ્લેખો મળે છે. મુકુટ કે કિરીટ…

વધુ વાંચો >

પોશાક

પોશાક વિશ્વમાં સર્વત્ર માણસો દ્વારા રક્ષા, શોભા કે બીજા કોઈ હેતુથી શરીર ઢાંકવા માટે વપરાતાં આવરણ. તેમાં માથાનાં તથા પગનાં આવરણ પણ આવી જાય છે. આવાં આવરણ કાપડનાં અથવા અન્ય પદાર્થનાં અથવા તેમનાં મિશ્રણોનાં અને સીવેલાં અથવા વગર સીવેલાં હોય છે. પુરાતત્ત્વવિદોનું અનુમાન છે કે આશરે એક લાખ કરતાં વધારે…

વધુ વાંચો >

બાળકનો પોષાક

બાળકનો પોશાક : જુઓ પોશાક

વધુ વાંચો >

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ (જ. 1818, હૉમર, ન્યૂયૉર્ક; અ. 1894) : મહિલા-અધિકાર અને મહિલા-પોશાક-વિષયક સુધારાના અગ્રણી પુરસ્કર્તા. મહિલાઓ માટે સમાન હકની માગણીને વાચા આપવા તથા તે બાબતે જાગૃતિ લાવવા અને લોકમત કેળવવાના ઉદ્દેશથી તેમણે ‘ધ લિલી’ નામના અખબારની સ્થાપના કરી; 1849થી 1855 દરમિયાન તેમણે તેનું તંત્રીપદ સંભાળ્યું. પોશાક-વિષયક સમાનતાના આગ્રહને…

વધુ વાંચો >

સ્ત્રીનો પોશાક

સ્ત્રીનો પોશાક : જુઓ પોશાક.

વધુ વાંચો >