Chemistry

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભુવનેશ્વર

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર : સી.એસ.આઇ.આર. (CSIR) સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. ભુવનેશ્વરમાં સ્થપાયેલી આ પ્રયોગશાળા ખનિજોનાં લક્ષણચિત્રણ, સંકીર્ણ અયસ્કોના સમપરિષ્કરણ તેમજ સંકેન્દ્રિત ખનિજના સંપીડન ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત ધાતુઓનું ઉષ્મીય તેમજ જળ-ધાતુકર્મીય નિષ્કર્ષણ, મિશ્રધાતુઓની બનાવટ ઉપરાંત રદ્દી (અપશિષ્ટ) ભંગારમાંથી ધાતુઓની પુન:પ્રાપ્તિ અંગે પણ કાર્ય કરે છે. સમુદ્રી વનસ્પતિમાંથી તથા…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભોપાલ

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સ્વાયત્ત સંસ્થાના નેજા હેઠળ સ્થપાયેલી ક્ષેત્રીય પ્રયોગશાળા. મુખ્યત્વે તે બાંધકામ માટેની સામગ્રી, ખનિજો, ધાતુવિજ્ઞાન (metallurgy) અને દ્રવ્યવિજ્ઞાન (materials science) તથા મધ્યપ્રદેશના કુદરતી સ્રોતોને લગતાં સંશોધન અને વિકાસ(R & D)નું કાર્ય કરે છે. આ ઉપરાંત તે પ્રદેશના આર્થિક અને…

વધુ વાંચો >

રીબોન્યૂક્લીક ઍસિડ

રીબોન્યૂક્લીક ઍસિડ : જુઓ ન્યૂક્લીઇક ઍસિડ.

વધુ વાંચો >

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold)

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold) (જ. 13 સપ્ટેમ્બર 1887, ફુકોવર, ઑસ્ટ્રિયા [ક્રોએશિયા]; અ. 26 સપ્ટેમ્બર 1976, ઝુરિક) : સ્વિસ રસાયણવિદ અને એડોલ્ફ બ્યુટેનન્ટ સાથે 1939ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનું પ્રાથમિક ભણતર ઓસિજેક(ક્રોએશિયા)માં થયું હતું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત તેમના રસના મુખ્ય વિષયો હતા; પણ કુદરતમાં મળી આવતા પદાર્થોમાં વિશેષ…

વધુ વાંચો >

રૂથરફૉર્ડિયમ (Rf)

રૂથરફૉર્ડિયમ (Rf) : આવર્તક કોષ્ટકના 4થા સમૂહમાં આવેલ વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Rf; પરમાણુક્રમાંક 104. ઍક્ટિનાઇડ શ્રેણી પૂર્ણ થયા પછીનું, અનુઍક્ટિનાઇડ શ્રેણીનું પ્રથમ અને બારમું અનુયુરેનિયમ તત્વ છે. વૈજ્ઞાનિકોનાં બે જૂથોએ (એક અગાઉના સોવિયેત યુનિયનનું અને બીજું યુનાઇટેડ સ્ટેટ્સનું) આ તત્વ સૌપ્રથમ પેદા કર્યાનો દાવો કરેલ. 1964માં ડ્યૂબનામાં આવેલ…

વધુ વાંચો >

રૂથેનિયમ

રૂથેનિયમ : આવર્તક કોષ્ટકના 8મા સમૂહનું રાસાયણિક ધાતુતત્ત્વ. સંજ્ઞા Ru. મેન્દેલિયેવના મૂળ આવર્તક કોષ્ટકના VIIIમા સમૂહમાં નવ તત્વોનો – Fe, Ru, Os; Co, Rh, Ir; Ni, Pd અને Ptનો  સમાવેશ થતો હતો. આ પૈકી પ્રથમ ત્રણ આગળ પડતા હતા. યુરલ પર્વતમાળામાંથી મળતા અયસ્કમાંથી કાચું પ્લૅટિનમ અમ્લરાજ(aqua regia)માં ઓગાળ્યા પછી વધેલા…

વધુ વાંચો >

રૂપું

રૂપું : જુઓ સિલ્વર.

વધુ વાંચો >

રૂબિડિયમ

રૂબિડિયમ : આવર્તક કોષ્ટકના પ્રથમ (અગાઉના IA) સમૂહમાં આવેલ આલ્કલી ધાતુઓ પૈકીનું એક રાસાયણિક તત્વ. સંજ્ઞા Rb. લેપિડોલાઇટના એક ગૌણ (minor) ઘટક તરીકે 1861માં આર. બુન્સેન અને જી. આર. કિર્છોફે આ તત્વ શોધ્યું હતું. 1860માં તેમણે સીઝિયમની શોધ કરી તે પછી થોડા મહિનાઓમાં જ આ તત્વ શોધેલું. આ અગાઉ સ્પેક્ટ્રૉસ્કોપ…

વધુ વાંચો >

રેઝિન

રેઝિન : પાઇન, ફર જેવાં ઝાડ તથા ક્ષુપ(shrubs)ની છાલ ઉપર રસસ્રાવ (exudation) રૂપે જોવા મળતું કાર્બનિક ઍસિડો, સુગંધી (essential) તેલો અને ટર્પીન-સંયોજનોનું ગુંદર જેવું, અસ્ફટિકમય (amorphous), હવામાં સખત બની જતું મિશ્રણ. સંશ્લેષિત રેઝિન એ માનવસર્જિત ઉચ્ચ બહુલક છે. કુદરતી રેઝિન દહનશીલ (combustible), વિદ્યુત-અવાહક, સખત અને ઠંડું હોય ત્યારે કાચસમ (glassy)…

વધુ વાંચો >

રેડિયમ

રેડિયમ : આવર્તક કોષ્ટકના બીજા (અગાઉના II A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ra. આલ્કલાઇન મૃદા ધાતુઓ (alkaline earth metals) પૈકી તે સૌથી ભારે તત્વ છે. 1898માં પિયરી અને મેરી ક્યુરી તથા જી. બેમૉન્ટે પિચબ્લેન્ડ નામના ખનિજના કેટલાક ટનનું ઐતિહાસિક પ્રક્રમણ કરી અલ્પ માત્રામાં તેને ક્લોરાઇડ રૂપે છૂટું પાડેલું. તે વિકિરણધર્મી…

વધુ વાંચો >