Chemistry

આલ્કાઇલીકરણ

આલ્કાઇલીકરણ (alkylation) : કાર્બનિક સંયોજનોમાં વિસ્થાપન કે યોગશીલ પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની રાસાયણિક પ્રવિધિ. આલ્કાઇલીકારકો તરીકે ઑલિફિન, આલ્કોહૉલ અથવા આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરીને કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અથવા ધાતુ મારફત જોડાયેલ આલ્કાઇલ સમૂહયુક્ત સંયોજનો મળે છે. વિલિયમસન ઈથર સંશ્લેષણ, ફ્રીડેલ–ક્રાફટ્સ પ્રક્રિયા અને વુર્ટ્ઝ પ્રક્રિયા આલ્કાઇલીકરણનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >

આલ્કાઇલેટિંગ કારકો

આલ્કાઇલેટિંગ કારકો (Alkylating Agents) : પ્રબળ ક્રિયાશક્તિ ધરાવતા હાઇડ્રોજનના વિસ્થાપન દ્વારા આલ્કાઇલ સમૂહ (દા.ત., R-CH2-CH2+) પ્રસ્થાપિત કરી શકતાં કેટલાંક કાર્બનિક સંયોજનો. સૂક્ષ્મ જીવોમાં આલ્કાઇલેશન દ્વારા વિકૃતિ માટે આવાં કારકો જવાબદાર હોય છે. કેટલાયે કોષીય પદાર્થો આવી પ્રક્રિયા કરી શકતા હોવા છતાં, ડી. એન. એ.નું આલ્કાઇલેશન એક નિર્ણાયક કોષિકા વિષ ક્રિયાવિધિ…

વધુ વાંચો >

આલ્કીન સંયોજનો

આલ્કીન સંયોજનો (alkenes) : કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ (double bond) ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો. આલ્કેનની સરખામણીમાં એક દ્વિબંધયુક્ત આલ્કીનના અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ ઓછા હોય છે. તેમનું સામાન્ય સૂત્ર CnH2n છે. તે ઑલિફિન્સ તરીકે પણ ઓળખાય છે. સરખા કાર્બન પરમાણુયુક્ત આલ્કેનની સરખામણીમાં આલ્કીન સંયોજનોમાં સમઘટકો(isomers)ની સંખ્યા વધુ હોય છે; દા. ત.,…

વધુ વાંચો >

આલ્કેન સંયોજનો

આલ્કેન સંયોજનો (alkanes) : સંતૃપ્ત એલિફેટિક હાઇડ્રોકાર્બન શ્રેણીનાં સંયોજનો. તેમનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. શ્રેણીના પ્રથમ ત્રણ સભ્યો મિથેન (CH4), ઇથેન (C2H6) અને પ્રોપેન (C3H8) માટે એક જ બંધારણીય સૂત્ર શક્ય છે. બ્યુટેન(C4H10)નાં બે બંધારણીય સૂત્રો અને તેથી બે સમઘટકો (isomers) શક્ય છે. આલ્કેનના અણુમાં જેમ કાર્બન-પરમાણુઓની સંખ્યા વધતી જાય…

વધુ વાંચો >

આલ્કેમી

આલ્કેમી : જુઓ રસસિદ્ધિ.

વધુ વાંચો >

આલ્કેલાઇન મૃદધાતુઓ

આલ્કેલાઇન મૃદધાતુઓ (Alkaline Earth Metals) : આવર્ત કોષ્ટકના 2જા (અગાઉના II A) સમૂહનાં રાસાયણિક ધાતુતત્વો તેમાં બેરિલિયમ (Be), મૅગ્નેશિયમ (Mg), કૅલ્શિયમ (Ca), સ્ટ્રૉન્શિયમ (Sr), બેરિયમ (Ba) અને રેડિયમ(Ra)નો સમાવેશ થાય છે. આ ધાતુઓ ધનવિદ્યુતી (electropositive) છે. બહારનું ઇલેક્ટ્રૉન કવચ (shell) s2 પ્રકારનું છે, જે સરળતાથી M2+ આયનો આપે છે. ‘મૃદ્’…

વધુ વાંચો >

આલ્કોહૉલ

આલ્કોહૉલ : કુદરતી રીતે છોડવાઓમાં મળી આવતાં તેમજ સંશ્લેષિત રીતે ઇથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી સંશ્લેષણ દ્વારા મેળવી શકાય તેવાં હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ. આ સંયોજનોમાં ઑક્સિજન-પરમાણુ કાર્બન-પરમાણુ સાથે એકાકી (single) બંધથી જોડાયેલ હોય છે. આલ્કોહૉલ તેમજ ફિનૉલમાં આ ઑક્સિજન-પરમાણુ બીજી સંયોજકતા દ્વારા હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે. આ…

વધુ વાંચો >

આલ્કોહોલી આથવણ

આલ્કોહોલી આથવણ (alcoholic fermentation) : ઑક્સિજન કે જારક શ્વસનને લગતા ઉત્સેચકોની ગેરહાજરીમાં ખાંડ, ગોળ, શેરડીનો રસ અને દ્રાક્ષ જેવા શર્કરાયુક્ત પદાર્થોમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન કરીને તેને ઇથાઇલ આલ્કોહૉલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા યીસ્ટ (Saccharomyces cereviseae) જેવા સૂક્ષ્મ જીવો ઊર્જા મેળવે છે. આ પ્રક્રિયાને નીચે પ્રમાણે ટૂંકમાં રજૂ કરી…

વધુ વાંચો >

આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો

આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો (aldehydes and ketones) : કાર્બોનિલ સમૂહ > C = O ધરાવતાં કાર્બનિક સંયોજનો. આલ્ડિહાઇડમાં આ સમૂહ હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય છે અને આ રૂપમાં તે ફૉર્માઇલ સમૂહ -HC = O તરીકે ઓળખાય છે. કીટોનમાંનો કાર્બોનિલ સમૂહ બે કાર્બન સાથે જ જોડાયેલ હોય છે. આ સમૂહો આલ્કાઇલ…

વધુ વાંચો >

આલ્ડ્રિન

આલ્ડ્રિન : હેકઝાક્લોરોહેક્ઝાહાઇડ્રોડાયમિથેનો નૅપ્થેલીનો(C12H8Cl6)માંનો એક કીટનાશક સમઘટક, હેક્ઝાક્લોરોપેન્ટાડાઇન સાથે બાયસાયક્લોહેપ્ટાડાઇનની પ્રક્રિયાથી તે બને છે. તે કીટકના મધ્યસ્થ ચેતાતંત્ર(central nervous system)ને ઉત્તેજિત કરે છે. તે ગરમ લોહીવાળાં પ્રાણીઓ માટે ઝેરી છે. ખોરાક, શ્વાસોચ્છવાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશીને ઝેરી અસર ઉપજાવે છે. આલ્ડ્રિનની પેરૉક્સિએસેટિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી બીજું કીટનાશક ડીલ્ડ્રિન મળે…

વધુ વાંચો >