Chemistry
ક્રોમાઇટ
ક્રોમાઇટ : ક્રોમિયમનું ખનિજ. રા. બં. : FeCr2O4; સ્ફ.વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રનયુક્ત સ્ફટિકો, ક્વચિત્ ક્યૂબ સહિતના સામાન્યત: દળદાર, સૂક્ષ્મ દાણાદાર; રં. : કાળો; ચ. : ધાતુમય; ભં. સ. : ખરબચડી, બરડ; ચૂ. : કથ્થાઈ; ક. : 5.50; વિ. ઘ. : 4.5થી 4.8; પ્ર. અચ. : વક્રીભવનાંક : =…
વધુ વાંચો >ક્રોમિયમ
ક્રોમિયમ : આવર્તક કોષ્ટકના 6ઠ્ઠા (અગાઉના VI A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા, Cr. તે અનેક રંગીન સંયોજનો બનાવતું હોવાથી ગ્રીક શબ્દ ‘ક્રોમો’ (= રંગ) પરથી આ નામ આપવામાં આવ્યું છે. 1797માં ફ્રેંચ રસાયણશાસ્ત્રી એલ. એન. વૉક્યુલિને તેને શોધી કાઢેલું. કુદરતમાં તે મુક્ત અવસ્થામાં મળી આવતું નથી. પૃથ્વીના પોપડામાંના ખડકોમાં 123…
વધુ વાંચો >ક્રોમેટોગ્રાફી
ક્રોમેટોગ્રાફી : જુઓ વર્ણલેખન
વધુ વાંચો >ક્રોમોફોર
ક્રોમોફોર (Colour bearer) : રંગધારકો, જેને લીધે કાર્બનિક પદાર્થ રંગીન દેખાય અથવા જે વર્ણપટના ર્દશ્ય અને પારજાંબલી વિભાગમાં પ્રકાશનું અવશોષણ દર્શાવે, તે રંગઘટકોનો સમૂહ. દા.ત., – C = C-, – C-NO2, – N = N- સમૂહ વગેરે. પદાર્થ રંગીન હોવાનું કારણ શોધવાનો પ્રયત્ન આશરે 1870માં થયેલો. ક્વિનોન, ઍરોમૅટિક નાઇટ્રો અને…
વધુ વાંચો >ક્લુગ, આરોન
ક્લુગ, આરોન (જ. 11 ઑગસ્ટ 1926, લિથુઆનિયા; અ. 20 નવેમ્બર 2018 કૅમ્બ્રિજ, યુ. કે.) : રસાયણશાસ્ત્રના 1982ના નોબેલ પુરસ્કારના વિજેતા બ્રિટિશ વૈજ્ઞાનિક. તેમના પિતા દક્ષિણ આફ્રિકામાં રહેવા ગયા ત્યારે તેમની ઉંમર ત્રણ વર્ષની હતી. તેઓ જોહાનિસબર્ગમાં વિટવૉટર્સરૅન્ડ યુનિવર્સિટીમાં આયુર્વિજ્ઞાનના અભ્યાસ માટે દાખલ થયા. પણ વિજ્ઞાનમાં સ્નાતક પદવી મેળવી. કેપટાઉન યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ક્લૅથ્રેટ સંયોજનો
ક્લૅથ્રેટ સંયોજનો : વિશિષ્ટ પ્રકારની પિંજરીય રચનાવાળાં સંકીર્ણ (complex) સંયોજનો. તેમની રચનામાં યજમાન(host)-આગંતુક (guest) સંબંધ ધરાવતા અણુઓ રહેલા હોય છે. એક પદાર્થના અણુની ગોઠવણીમાં રહેલી ખાલી જગ્યાઓમાં બીજા પદાર્થના યોગ્ય પરમાણુઓ કે અણુઓ ગોઠવાઈ જવાથી મળતાં આવાં સંયોજનો સમાવિષ્ટ (included) સંયોજનો તરીકે પણ ઓળખાય છે. ક્વિનૉલ[હાઇડ્રોક્વિનોન, C6H4(OH)2]ની કેટલાંક વાયુરૂપ સંયોજનો…
વધુ વાંચો >ક્લૉરડેન
ક્લૉરડેન : ઑક્ટાક્લૉરોહેક્ઝાહાઇડ્રોમિથેનોઇન્ડિન(C10H6Cl8)ના એક જ અણુસૂત્રવાળા પરંતુ જુદાં જુદાં બંધારણીય સૂત્રોવાળા સમઘટકોનું સામૂહિક નામ. ક્લૉરડેન તેમાંનો એક સમઘટક છે જે સ્પર્શ-કીટકનાશક (contact insecticide) તરીકે વપરાય છે. તે ઑક્ટાક્લૉર તરીકે પણ ઓળખાય છે. સાયક્લૉપેન્ટાડાઇન અને હેકઝાક્લૉરોસાયક્લોપેન્ટાડાઇન વચ્ચે યોગશીલ પ્રક્રિયા થવાથી ક્લૉરડિન મળે છે. તેની ક્લોરિન સાથે યોગશીલ પ્રક્રિયા કરવાથી ક્લૉરડેન મળે.…
વધુ વાંચો >ક્લોરલ (ક્લોરલ હાઇડ્રેટ)
ક્લોરલ(ક્લોરલ હાઇડ્રેટ) : પાણીનું એક અણુ ધરાવતું ક્લોરિનયુક્ત ઍલિફૅટિક આલ્ડિહાઇડ પૈકીનું ટ્રાયક્લૉરોએસિટાલ્ડિહાઇડ સંયોજન. નિર્જળ ઇથેનૉલના ક્લોરિનેશનથી, મૉનોક્લોરો અને ડાયક્લોરો એસિટાલ્ડિહાઇડના SbCl3 ઉદ્દીપકની હાજરીમાં 70° સે. તાપમાને ક્લોરિનેશનથી તેમજ એસિટાલ્ડિહાઇડનું HClની હાજરીમાં 80°થી 90° સે. તાપમાને ક્લોરિનેશન કરતાં તે મળે છે. તે રંગવિહીન, તૈલી, ચોક્કસ પ્રકારની વાસવાળું પ્રવાહી છે. પાણી સાથે…
વધુ વાંચો >ક્લોરિન
ક્લોરિન (Cl2) : આવર્તકોષ્ટકના 17મા (અગાઉના VIIમા) સમૂહમાં આવતું વાયુમય રાસાયણિક તત્વ. 1774માં શીલેએ મ્યુરિયાટિક ઍસિડ (HCl) સાથે મૅંગેનીઝ ડાયૉક્સાઇડને ગરમ કરી સૌપ્રથમ ક્લોરિન વાયુ મેળવ્યો. આ વાયુનો આછો લીલો રંગ (લીલાશ પડતો પીળો) હોવાથી હમ્ફ્રી ડેવીએ તેને ક્લોરિન (chloros = greenish yellow) નામ આપેલું. પૃથ્વીની સપાટી ઉપરના 16 કિમી.…
વધુ વાંચો >ક્લૉરોફૉર્મ
ક્લૉરોફૉર્મ (CHCl3) : શસ્ત્રક્રિયા માટે દર્દીને બેભાન કરવા વપરાતું ભૂતકાળનું મહત્વનું ઔષધ. ત્રણ ભિન્ન વ્યક્તિઓ દ્વારા સૌપ્રથમ વાર આ પ્રવાહી બનાવવામાં આવ્યું. 1831માં જર્મનીમાં જસ્ટસ વૉન લિબિગ, અમેરિકામાં સૅમ્યુઅલ ગુથરી અને ફ્રાન્સમાં યુજીન સૂબેરાંએ લગભગ એક જ સમયે તે બનાવ્યું; પણ 1934માં ઍલેક્ઝાન્ડર ડુમાએ તેને ‘ક્લૉરોફૉર્મ’ નામ આપ્યું અને તેના…
વધુ વાંચો >