Chemistry

કૅલ્શિયમ

કૅલ્શિયમ : આવર્તક કોષ્ટકના બીજા અગાઉના II સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ca. તે મુક્ત અવસ્થામાં મળી આવતું નથી. વિપુલતાની ર્દષ્ટિએ બ્રહ્માંડમાં તેરમું અને પૃથ્વી પર પાંચમું સ્થાન, તેમજ ધાતુ તરીકે ત્રીજું સ્થાન ધરાવે છે. પૃથ્વીના પોપડામાં 3.22 % કૅલ્શિયમનાં સંયોજનો છે અને લગભગ સર્વત્ર મળી આવે છે. તે વનસ્પતિ અને…

વધુ વાંચો >

કૅવેન્ડિશ – હેન્રી સર

કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની…

વધુ વાંચો >

કોકેન

કોકેન : ઇરિથ્રોક્સિલમ કોકા નામના છોડનાં પાંદડાંમાંથી મળી આવતું સફેદ સ્ફટિકમય મુખ્ય આલ્કલૉઇડ. તેનું અણુસૂત્ર C17H21O4N છે તથા બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે. તેને બેન્ઝોઇલ મિથાઇલ એક્ગૉનીન પણ કહી શકાય. કોકોનો છોડ બેથી ત્રણ મીટર ઊંચાઈ ધરાવે છે. ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં અને ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં બોલિવિયા, પેરૂ, કોલંબિયા વગેરે…

વધુ વાંચો >

કોડીન

કોડીન : અફીણમાંનું એક પ્રકારનું આલ્કેલૉઇડ. પાપાવર સોમ્નીફેરમ નામના છોડનાં કાચાં ફળોમાંથી નીકળતા સૂકવેલા રસને અફીણ કહેવાય છે. અફીણમાં જુદાં જુદાં 24 આલ્કેલૉઇડ હોય છે. પોપીના છોડવા એશિયા માઇનોરમાં ઊગે છે (ખાસ કરીને તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ વગેરેમાં તે ગેરકાયદે ઉગાડવામાં આવે છે). અફીણમાંનાં આલ્કેલૉઇડ મુખ્યત્વે બે પ્રકારના સમૂહ…

વધુ વાંચો >

કૉપર

કૉપર (Cu) : આવર્તક કોષ્ટકના 11મા (અગાઉના IB) સમૂહનું, ગુજરાતીમાં તાંબું અને સંસ્કૃતમાં તામ્ર તરીકે ઓળખાતું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા, Cu. કૉપરનાં ઢાળેલાં વાસણો ઈ. પૂ. 4000માં ઇજિપ્ત તથા બૅબિલોનિયામાં વપરાતાં જણાયાં છે. ત્યારબાદ તે કાંસા (તાંબું + કલાઈ) તરીકે ઈ. પૂ. 3000માં સુમેરિયનો તથા ઈ. પૂ. 2500માં ઇજિપ્તવાસીઓ દ્વારા વપરાતું.…

વધુ વાંચો >

કોપરેલ

કોપરેલ : નારિયેળને સૂકવ્યા બાદ તેની કાચલીના કોપરામાંથી કાઢવામાં આવતું તેલ. નારિયેળમાં લગભગ 30 %થી 40 % તેલ હોય છે. પરંતુ કોપરામાં 65 %થી 70 % તેલ હોય છે. ફિલિપાઇન્સ તથા ભારતમાં કોપરાનું ઉત્પાદન નોંધપાત્ર છે. ભારતમાં થતા કોપરાના ઉત્પાદનનો 80 % ભાગ કોપરેલ કાઢવામાં વપરાય છે. કોપરાને ઘાણીમાં પીલીને…

વધુ વાંચો >

કોબાલેમિન

કોબાલેમિન (વિટામિન B12) : ‘B કૉમ્પ્લેક્સ’ તરીકે ઓળખાતા, જળદ્રાવ્ય વિટામિન B સમૂહનો કોબાલ્ટ આયન ધરાવતો ઘટક. અનેક રૂપે મળતા કોબાલેમિનો પૈકી ઔષધરૂપે વપરાતો સાયનોકોબાલેમિન મુખ્ય છે. વિટામિન B12 ઘેરા લાલ રંગનો, સ્ફટિકમય અને જલીય દ્રાવણમાં 4થી 7 pH મૂલ્યે વિશેષ સ્થાયી પદાર્થ છે. પાંડુરોગ ઉપરની અસરને કારણે તેની ગણના પ્રતિપ્રણાશીકારક…

વધુ વાંચો >

કોબાલ્ટ

કોબાલ્ટ : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIIIA) સમૂહનું સંક્રાન્તિ ધાતુતત્વ. સંજ્ઞા, Co છે. ઇતિહાસ : ઇજિપ્ત તથા બૅબિલોનિયામાંથી મળેલા વાદળી રંગના માટીકામના ટુકડા (ઈ. પૂ. 1450) દર્શાવે છે કે કોબાલ્ટ તેના વાદળી રંગને કારણે સિરામિક ઉદ્યોગમાં વપરાતું હશે. 1735માં બ્રાન્ડ્ટ દ્વારા તે શોધાયું અને તેના ગુણધર્મોનો અભ્યાસ 1780માં બર્ગમૅને કર્યો. પરમાણુ–આંક :…

વધુ વાંચો >

કોરી ઈલિયાસ જેમ્સ

કોરી, ઈલિયાસ જેમ્સ (જ. 12 જુલાઈ 1928, મૅથ્યુએન, યુ.એસ.) : પ્રખર કાર્બનિક રસાયણવિદ અને મોટા સંકીર્ણ અણુઓના સંશ્લેષણને સરળ બનાવતી પશ્ચસાંશ્લેષિત (retrosynthetic) વિશ્લેષણપદ્ધતિ અંગેના સંશોધનકાર્ય બદલ 1990ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી 1948માં સ્નાતક(B.S.)ની અને 1951માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >

કૉર્ટિસોન

કૉર્ટિસોન : C21H28O5; ગ.બિં. 215° સે. અધિવૃક્કગ્રંથિ(adrenal)ના બાહ્યક અથવા કોટલા(cortex)માંથી સ્રવતો સ્ટીરૉઇડ અંત:સ્રાવ (hormone). રાસાયણિક ર્દષ્ટિએ તે 17-હાઇડ્રૉક્સિ-11-ડીહાઇડ્રોકૉર્ટિકોસ્ટેરોન છે. અધિવૃક્કગ્રંથિમાંથી કૉર્ટિસોન સૌપ્રથમ 1935માં અલગ કરવામાં આવ્યું હતું. તે જાતીય વિકાસ સાથે સંકળાયેલ છે. તેના નિર્માણ ઉપર પીયૂષિકા(pituitary)ના અગ્રભાગ(anterior)માંથી સ્રવતા એડ્રીનો-કૉર્ટિકોટ્રૉપિક હૉર્મોન(ACTH)નો અંકુશ હોય છે. ACTH હૉર્મોન એ લગભગ ~20,000 અણુભારવાળા…

વધુ વાંચો >