Chemistry
કેન્ડ્ર્યુ જ્હૉન કાઉડેરી (સર)
કેન્ડ્ર્યુ, જ્હૉન કાઉડેરી (સર) (જ. 24 માર્ચ 1917, ઑક્સફર્ડ; અ. 23 ઑગસ્ટ 1997, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ વિજ્ઞાની. સ્પર્મ વહેલના સ્નાયુમાં આવેલા ગોળાકાર પ્રોટીન માયોગ્લોબિકા શોધીને તેનું આણ્વિક બંધારણ સમજાવ્યું તે બદલ 1962માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક તેમને ડૉ. મૅક્સ ફર્ડિનાન્ડ પેરુત્ઝ સાથે મળ્યું હતું. કેન્ડ્ર્યુ ઑક્સફર્ડ, બ્રિસ્ટલ અને કેમ્બ્રિજમાં અભ્યાસ…
વધુ વાંચો >કૅન્થૅરિડિન
કૅન્થૅરિડિન : કૅન્થૅરિડીઝ પ્રકારના કીટકના ડંખમાં રહેલો મુખ્ય રાસાયણિક ઘટક. મધ્ય તથા દક્ષિણ યુરોપમાં થતી લીટા વેસિકાટૉરિયા અથવા સ્પેનિશ માખી નામના જંતુના ડંખમાંથી નીકળતા કૅન્થેરિડીઝ નામના દ્રવ્યમાં 0.6થી 1 % કૅન્થેરિડિન હોય છે જે ચામડી પર ખંજવાળ અને ફોલ્લા કરે છે. સ્પેનિશ માખીનો તે કામોત્તેજક (aphrodisiac) પદાર્થ છે. રાસાયણિક નામ…
વધુ વાંચો >કૅફીન
કૅફીન (C8H10N4O2) : ઝૅન્થીન સમૂહનું આલ્કલૉઇડ (1, 3, 7 ટ્રાયમિથાઇલઝૅન્થીન). ચાનાં પત્તાં (5 %), કૉફી (1થી 2 %), કોકો, કોલા કાષ્ઠફળ (1થી 20 %), યરબામાતેનાં પાન, ગૌરાના પેસ્ટ, કૈકો વગેરેમાં તે મળી આવે છે. કૅફીન-મુક્ત કૉફીની બનાવટમાં તે ઉપપેદાશ તરીકે મળી આવે છે. થિયોફાઇલીન અથવા થિયોબ્રોમીનના મેથિલેશનથી મોટા પાયે તેનું…
વધુ વાંચો >કેરથર્ઝ – વૉલેસ હ્યૂમ
કેરથર્ઝ, વૉલેસ હ્યૂમ (જ. 27 એપ્રિલ 1896, બર્લિંગ્ટન, યુ.એસ.; અ. 29 એપ્રિલ 1937, ફિલાડેલ્ફિયા) : અમેરિકન રસાયણશાસ્ત્રી. તેમણે ઇલિનૉઇસ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્બનિક રસાયણના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી 1928માં ડ્યુ પૉન્ટ કંપનીની વિલમિંગ્ટન, ડેલ.ની કાર્બનિક સંશોધન પ્રયોગશાળાના ડિરેક્ટરપદે નિમાયા. ત્યાં તેમણે મોટા અણુભાર ધરાવતા બહુલકોનાં અણુભાર…
વધુ વાંચો >કૅરોટીન
કૅરોટીન : સજીવ સૃષ્ટિમાં રંજકદ્રવ્યો તરીકે મળી આવતાં ચરબીદ્રાવ્ય કાર્બનિક સંયોજનો. તે લીલકણો, ગાજર, (ગાય, ઊંટ જેવાનું) દૂધ, માખણ અને ઈંડાની જરદી જેવામાં મહત્વના ઘટકરૂપે મળી આવે છે. કૅરોટીનનું પ્રમાણસૂત્ર C40H56 હોય છે અને તેના સમઘટકો તરીકે a, b, g તથા d સ્વરૂપો આવેલાં હોય છે. આમાં b-કૅરોટીન વધુ અગત્યનું…
વધુ વાંચો >કેરોસીન
કેરોસીન : પૅરાફિન, પૅરાફિન તેલ અથવા કોલસાના તેલ તરીકે પણ ઓળખાતું, જ્વલનશીલ, રંગહીન અથવા આછો પીળો રંગ અને લાક્ષણિક વાસ ધરાવતું તૈલી પ્રવાહી. તે ફાનસ, સ્ટવ, જેટ એન્જિનો વગેરેમાં બળતણ તરીકે અને કીટનાશકો બનાવવા માટે આધાર (base) તરીકે વપરાય છે. 1850ના અરસામાં ડામર (coal tar) અને શેલ તેલ(shale oil)માંથી તેનું…
વધુ વાંચો >કૅલિફૉર્નિયમ
કૅલિફૉર્નિયમ : તત્વોની ઍક્ટિનાઇડ શ્રેણીનું નવમું વિકિરણધર્મી ધાતુતત્વ. સંજ્ઞા Cf. અસ્થિર હોવાને કારણે તે મુક્ત અવસ્થામાં કે સંયોજન-સ્વરૂપે મળી આવતું નથી. આથી કૃત્રિમ રીતે [નાભિકીય સંશ્લેષણ (nuclear synthesis) દ્વારા] તેનું સંશ્લેષણ કરવામાં આવે છે. 9 ફેબ્રુ. 1950ના રોજ ચાર યુ.એસ. વૈજ્ઞાનિકો સ્ટેન્લી જી. થૉમ્સન, કેનેથ સ્ટ્રીટ, આલ્બર્ટ ઘીઓર્સો અને ગ્લેન…
વધુ વાંચો >કૅલોમલ ધ્રુવ
કૅલોમલ ધ્રુવ : અજ્ઞાત અથવા દર્શક (indicator) વીજધ્રુવનો વિભવ (potential) માપવા માટે પ્રમાણભૂત હાઇડ્રોજન વીજધ્રુવની અવેજીમાં વપરાતો દ્વિતીયક સંદર્ભ વીજધ્રુવ. તે ધાતુ-અલ્પદ્રાવ્ય ક્ષાર પ્રકારનો પ્રતિવર્તી વીજધ્રુવ છે અને તેમાં મર્ક્યુરી (Hg) ધાતુ કૅલોમલ (મર્ક્યુરસ ક્લોરાઇડ, Hg2Cl2) વડે સંતૃપ્ત કરેલા પોટૅશિયમ ક્લોરાઇડ(KCl)ના દ્રાવણના સંપર્કમાં રહેલી હોય છે. આ માટે મર્ક્યુરી, કૅલોમલ…
વધુ વાંચો >કેલ્વિન ચક્ર
કેલ્વિન ચક્ર : પ્રકાશસંશ્લેષણ દરમિયાન અંગારવાયુનું કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર કરતી શ્રેણીબદ્ધ પ્રતિક્રિયાઓ. પ્રકાશસંશ્લેષણ બે પ્રકારની ક્રિયાઓ દ્વારા થાય છે. પહેલી ક્રિયામાં પ્રકાશની જરૂર પડે છે, જેને હિલની પ્રતિક્રિયા (Hill’s reaction) કહે છે. બીજીમાં પ્રકાશની જરૂર પડતી નથી; આથી તેને અંધારી (dark) પ્રતિક્રિયા કહે છે. પ્રકાશ-સંશ્લેષણની અંધારી પ્રતિક્રિયા દરમિયાન અંગારવાયુનું કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર…
વધુ વાંચો >કેલ્વિન – મેલ્વિન
કેલ્વિન, મેલ્વિન (જ. 8 એપ્રિલ 1911, સેન્ટ પૉલ, મિનેસોટા, યુ. એસ.; અ. 8 જાન્યુઆરી 1997, બર્કલી, કૅલિફૉર્નિયા) : અમેરિકન જીવરસાયણજ્ઞ અને નોબેલ પુરસ્કારવિજેતા. 1931માં મિશિગન કૉલેજ ઑવ્ માઇનિંગમાંથી બૅચલર ઑવ્ સાયન્સની અને 1935માં મિનેસોટા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં બે વર્ષ માટે (1935-37) રૉકફેલર ફાઉન્ડેશન તરફથી ફેલો તરીકે…
વધુ વાંચો >