Chemistry

સ્ટેનલેસ સ્ટીલ

સ્ટેનલેસ સ્ટીલ (કાટસહ્ય પોલાદ, Stainless Steel) જેને કાટ લાગતો ન હોય તેમજ જે ક્ષારણ(corrosion)નાં અન્ય સ્વરૂપોનો પણ અસાધારણ પ્રતિકાર કરી શકતી હોય તેવી લોહ (આયર્ન, Fe) આધારિત મિશ્રધાતુઓના સમૂહ માટેનું જાતિગત (generic) નામ. સામાન્ય રીતે તે ઓછામાં ઓછું 11 %થી 12 % ક્રોમિયમ (Cr), કાર્બન (C)નું નીચું પ્રમાણ તેમજ નિકલ…

વધુ વાંચો >

સ્ટેરૉઇડ્ઝ (steroids)

સ્ટેરૉઇડ્ઝ (steroids) : 17 કાર્બન પરમાણુઓ પરસ્પર જોડાયેલા ચાર વલયોની શ્રેણીમાં ગોઠવાવાથી રચાતા સાઇક્લોપેન્ટિનોપર-હાઇડ્રૉફિનાન્થ્રીન નામનો બંધારણીય એકમ ધરાવતાં કુદરતી (પ્રાણીજ અથવા વાનસ્પતિક) સંયોજનો. આ સંયોજનો એક સાઇક્લોપેન્ટેન અને ત્રણ સાઇક્લોહેક્ઝીન વલય ધરાવે છે. આમ સ્ટેરૉઇડ્ઝ એ નીચે દર્શાવેલી પરહાઇડ્રૉસાઇક્લોપેન્ટેનોફિનાથ્રીન વલય-પ્રણાલી ધરાવે છે. એક અન્ય વ્યાખ્યા મુજબ સ્ટેરૉઇડ એટલે એવો પદાર્થ…

વધુ વાંચો >

સ્ટૉડિંજર હરમાન (Staudinger Hermann)

સ્ટૉડિંજર, હરમાન (Staudinger, Hermann) (જ. 23 માર્ચ 1881, વર્મ્સ, જર્મની; અ. 8 સપ્ટેમ્બર 1965, ફ્રાઇબર્ગ-ઑન-બ્રીસ્ગો, જર્મની) : બહુલક (બૃહદણુ, polymer) રસાયણના સ્થાપક અને 1953ના નોબેલ પારિતોષિક-વિજેતા જર્મન કાર્બનિક-રસાયણવિદ. ડૉ. ફ્રાન્ઝ સ્ટૉડિંજરના પુત્ર. તેમણે શાળાકીય અભ્યાસ વર્મ્સ ખાતે કરી 1899માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ તેમણે હાલે (Halle) અને પછીથી…

વધુ વાંચો >

સ્ટોહલ જ્યૉર્જ અર્ન્સ્ટ

સ્ટોહલ, જ્યૉર્જ અર્ન્સ્ટ (Stahl, Georg Ernst) (જ. 21 ઑક્ટોબર 1660, અન્સબાક, ફ્રાન્કોનિયા; અ. 14 મે 1734, બર્લિન) : દહન અને તેની સાથે સંબંધિત શ્વસન, આથવણ અને કોહવાટ જેવી જૈવિક પ્રવિધિઓ માટેનો ફ્લોજિસ્ટન સિદ્ધાંત વિકસાવનાર જર્મન ચિકિત્સક અને રસાયણવિદ. એક પાદરીના પુત્ર એવા સ્ટોહલે જેના (Jena) ખાતે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરેલો અને…

વધુ વાંચો >

સ્ટ્રિક્નીન (Strychnine)

સ્ટ્રિક્નીન (Strychnine) : ભારતમાં ઊગતા એક વૃક્ષ, કૂચલ અથવા ઝેરકોચલા(Nux vomica)નાં બિયાંમાંથી મળતો એક રંગવિહીન, સ્ફટિકમય, ઝેરી આલ્કેલૉઇડ (alkaloid). અણુસૂત્ર : C21H22N2O2. અણુભાર : 334. ગ. બિં. : 275°થી 285° સે.  = –104.3. uvmax (95 % EtOH) 255, 280, 290 ને.મી. શુદ્ધ સ્વરૂપે મેળવાયેલો આ પ્રથમ આલ્કેલૉઇડ છે. 1818માં પેલેટિયર…

વધુ વાંચો >

સ્ટ્રૉન્શિયમ (strontium)

સ્ટ્રૉન્શિયમ (strontium) : આવર્તક કોષ્ટકના 2જા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Sr. આલ્કલાઇન મૃદા (alkaline earth) તત્વો પૈકી તે સૌથી ઓછી વિપુલતાવાળું તત્વ છે. અગ્નિકૃત (igneous) ખડકોમાં તેનું પ્રમાણ 0.00019 % જ્યારે પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 384 ppm (part per million) જેટલું એટલે કે ફ્લોરિન (340 ppm) અને ગંધક…

વધુ વાંચો >

સ્પર્મેસેટી (spermaceti)

સ્પર્મેસેટી (spermaceti) : સ્પર્મ વ્હેલના મસ્તિષ્કની બખોલમાંથી મેળવાતો ચળકતો, મીણ જેવો કાર્બનિક ઘન પદાર્થ. રાસાયણિક દૃષ્ટિએ તે મુખ્યત્વે સિટાઇલ પામિટેટ (cetyal palmitate), C15H31COOC16H33, ઉપરાંત અન્ય ચરબીજ આલ્કોહૉલના ચરબીજ ઍસિડો સાથેના એસ્ટરો ધરાવે છે. લૅટિન શબ્દ સ્પર્મા (sperma) [સ્પર્મ, sperm] અને સીટસ (cetus) [વ્હેલ] પરથી તેનું આ નામ પડ્યું છે. કારણ…

વધુ વાંચો >

સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી (spectrochemical series)

સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી (spectrochemical series) : ધાતુ સંકીર્ણો(complexes)માંના d-કક્ષકો(orbitals)ના ઊર્જાસ્તરોનું વિવિધ લિગન્ડો દ્વારા જે માત્રા(magnitude)માં (Δ મૂલ્યોમાં) વિદારણ થાય છે તે ક્રમ દર્શાવતી શ્રેણી. શ્રેણીને મહદ્અંશે ત્રણ ભાગમાં વહેંચી શકાય : (i) π-બેઇઝો અથવા લુઇસ બેઇઝો (Lewis bases) (ઇલેક્ટ્રૉન-યુગ્મ દાતા) કે જે ઊર્જાસ્તરોનું ઓછામાં ઓછું વિદારણ કરે છે. (દા.ત., Cl– અને…

વધુ વાંચો >

સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite)

સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite) : નાઇટ્રોગ્લિસરીન અને ગનકોટન (guncotton) (નાઇટ્રોસેલ્યુલોઝ કે સેલ્યુલોઝ નાઇટ્રેટ) ધરાવતો ઉચ્ચ વિસ્ફોટક. સ્વીડિશ વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલે 1867માં ઔદ્યોગિક દૃષ્ટિએ ઘણા અગત્યના એવા ડાઇનેમાઇટની શોધ કરી હતી. ડાઇનેમાઇટના ચાર મુખ્ય પ્રકાર છે : (i) સીધું (સરળ, straight) ડાઇનેમાઇટ, (ii)…

વધુ વાંચો >

સ્મિથ માઇકેલ (Smith Michael)

સ્મિથ, માઇકેલ (Smith Michael) (જ. 26 એપ્રિલ 1932, બ્લૅકપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 5 ઑક્ટોબર 2000, વાનકૂવર, કૅનેડા) : જન્મે બ્રિટિશ એવા કૅનેડિયન જૈવરસાયણવિદ અને 1993ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1950માં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1956માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ કૅનેડા ગયા અને બ્રિટિશ કોલંબિયા રિસર્ચ કાઉન્સિલમાં…

વધુ વાંચો >