Chemistry
સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation)
સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation) : અણુ અથવા આયનની સંરચના(structure)માં રહેલ હાઇડ્રોજનને સ્થાને સલ્ફોનિક ઍસિડ (SO3H) સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા (સલ્ફોનેશન); કાર્બન સાથે OSO2OH સમૂહ જોડાઈને ઍસિડ સલ્ફેટ (ROSO2OH) બનાવવાની અથવા બે કાર્બન પરમાણુઓ વચ્ચે SO4 સમૂહ જોડાઈને સલ્ફેટ, ROSO2OR બનાવવાની રાસાયણિક પ્રક્રિયા તે સલ્ફેશન. સલ્ફોનેશનના પ્રકારોમાં ઍલિફૅટિક સંયોજનોને મુકાબલે…
વધુ વાંચો >સલ્ફ્યુરિક ઍૅસિડ (ગંધકનો તેજાબ)
સલ્ફ્યુરિક ઍૅસિડ (ગંધકનો તેજાબ) : જલદ ખનિજ ઍસિડ. તે વિટ્રિયોલના તેલ (oil of vitriol) અથવા વિટ્રિયોલિક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર H2SO4. રાસાયણિક સંયોજનો પૈકી તે અત્યંત અગત્યનું હોઈ લગભગ દરેક દેશમાં તેનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે. પર્શિયન લેખક અબૂ બક્ર અલ રાઝીએ 940માં તેનો ઉલ્લેખ કરેલો…
વધુ વાંચો >સલ્ફ્યુરિલ ક્લોરાઇડ
સલ્ફ્યુરિલ ક્લોરાઇડ : કાર્બનિક સંશ્લેષણમાં એક અગત્યનો પ્રક્રિયક. તે ક્લૉરોસલ્ફ્યુરિક ઍસિડ, સલ્ફોનિલ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ક્લોરાઇડ, સલ્ફયુરિક ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફર (VI) ડાઇક્લોરાઇડ ડાયૉક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર SO2Cl2. ઉદ્દીપકની હાજરીમાં ક્લૉરોસલ્ફોનિક ઍસિડને ગરમ કરવાથી, અથવા સક્રિયકૃત (activated) કાર્બન અથવા ફેરિક ક્લોરાઇડ અથવા કપૂર જેવા ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને…
વધુ વાંચો >સંકરણ (hybridization) (રસાયણશાસ્ત્ર)
સંકરણ (hybridization) (રસાયણશાસ્ત્ર) : પારમાણ્વિક (atomic) કક્ષકો(orbitals)ના સંમિશ્રણ દ્વારા એકસરખી આબંધક (bonding) કક્ષકો બનવાની ઘટના. પારમાણ્વિક કક્ષકોના રૈખિક સંયોગ(linear combination)માંથી આણ્વીય (molecular) કક્ષકોની ઉત્પત્તિ (formation) વડે કેટલાક અણુઓમાંના બંધ-કોણ(bond angle)ને જ સમજાવી શકાય છે; પણ ઘણા કિસ્સાઓમાં, ખાસ કરીને કાર્બનની બાબતમાં તે નિષ્ફળ નીવડે છે. બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ…
વધુ વાંચો >સંકીર્ણ આયનો (complex ions)
સંકીર્ણ આયનો (complex ions) : ધનાયન કે કેટાયન (cation) તરીકે ઓળખાતા એકકેન્દ્રીય (central) ધાતુ-આયન અને હેલાઇડ કે સાયનાઇડ જેવા ઋણાયનો (anions) અથવા એમોનિયા કે પીરિડીન જેવા તટસ્થ અણુઓ (Ligand) વચ્ચે દાતા-સ્વીકારક (donor acceptor) પ્રકારની આંતરપ્રક્રિયાઓ(inter-actions)ને કારણે ઉદ્ભવતાં આયનો. આમ સંકીર્ણ આયન એ અલગ અસ્તિત્વ ધરાવી શકે તેવાં બે અથવા વધુ…
વધુ વાંચો >સંક્રાંતિ-તત્ત્વો (transition elements)
સંક્રાંતિ–તત્ત્વો (transition elements) : આવર્તક કોષ્ટક(periodic table)માં આલ્કલાઇન મૃદા (alkaline earth) ધાતુઓ પછી આવેલ અને 3d, 4d અને 5d જેવા અંતરતમ (inner) કવચો(shells)ના ભરાવાથી ઉદ્ભવતાં તત્ત્વોની ત્રણ શ્રેઢીઓ (series). સંક્રાંતિ-તત્ત્વો 10 તત્ત્વોની એક એવી ત્રણ હાર (rows) અને એક ચોથી અધૂરી ભરાયેલી હાર ધરાવે છે. આ તત્ત્વોને d-બ્લૉક(d-block)-તત્ત્વો તરીકે પણ…
વધુ વાંચો >સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties)
સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) : દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય(solute)ના કણોની સંખ્યા (સાંદ્રતા) ઉપર જ આધાર રાખતા હોય પણ તેમની પ્રકૃતિ પર આધારિત ન હોય તેવા ગુણધર્મો. અભિસારક (રસાકર્ષણ, પરાસરણ, osmotic) દબાણ, દ્રાવકના બાષ્પદબાણ(vapour pressure)માં થતો ઘટાડો (ΔP = P°A – PA), ઉત્કલનબિંદુમાં થતો વધારો (ΔTB) અને ઠારબિંદુમાં થતો ઘટાડો (ΔTF) –…
વધુ વાંચો >સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions)
સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions) : એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે અણુઓ સંયોજાઈ મોટો અણુ બનાવે અને તે દરમિયાન પાણી અથવા આલ્કોહૉલ જેવો નાનો અણુ દૂર થાય. આ વ્યાખ્યા બહુ સ્પષ્ટ નથી ગણાતી કારણ કે કેટલીક પ્રક્રિયાઓ યોગશીલન (addition) સોપાને જ અટકાવવી શક્ય હોય છે. અથવા જરૂર મુજબ આગળ પણ…
વધુ વાંચો >સંઘાત-સિદ્ધાંત (પ્રક્રિયા-દરનો) (collision theory of reaction rates)
સંઘાત–સિદ્ધાંત (પ્રક્રિયા–દરનો) (collision theory of reaction rates) : રાસાયણિક પ્રક્રિયાના દરની, ખાસ કરીને પ્રાથમિક (elementary) વાયુ-પ્રાવસ્થાકીય (gas phase) પ્રક્રિયાના દરને અણુઓ વચ્ચેના અસરકારક (effective) સંઘાત (collisions) સાથે સાંકળી લઈ, આગાહી કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત આર્હેનિયસ સમીકરણના ઉદ્ગમ (origin) માટેનું સૈદ્ધાંતિક માળખું પૂરું પાડે છે. સિદ્ધાંત એ અનુમાન પર આધારિત છે…
વધુ વાંચો >સંયોજકતા
સંયોજકતા : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >