Botany

અપુષ્પ વનસ્પતિ

અપુષ્પ વનસ્પતિ : પુષ્પવિહીન વનસ્પતિ. તેમના જીવનક્રમ દરમિયાન બીજનિર્માણ પણ થતું નથી. વનસ્પતિના આ જૂથમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીઓનો સમાવેશ થાય છે. એકાંગી વનસ્પતિઓની દેહરચના એકકોષી (જીવાણુઓ), બહુકોષી તંતુમય (લીલસ્પાઇરોગાયરા); ફૂગમ્યૂકર) અથવા સુકાય (લાઇકન્સ-ઉસ્નિયા) જેવી; પ્રજનન દ્વિભાજન પ્રકારનું અને બીજાણુઓ કે જન્યુઓ દ્વારા પણ; જીવાણુઓ અને નીલ-હરિત લીલમાં આદિકોષકેન્દ્રી (prokaryotic)…

વધુ વાંચો >

અફીણ

અફીણ :  દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…

વધુ વાંચો >

અભિરંજન-પ્રક્રિયાઓ

અભિરંજન-પ્રક્રિયાઓ (staining processes) : રંગકો વડે કોષમાં આવેલાં રસાયણોની પરખ મેળવવાની પ્રવિધિઓ. આ પ્રવિધિઓનો આધાર રંગકોની વરણાત્મક (selective) અભિરંજનશક્તિ પર રહેલો છે. કોષના બંધારણમાં આશરે 1,800 રસાયણો નોંધાયેલાં છે. તે આંક દિનપ્રતિદિન વધતો જ રહે છે. રંગસૂત્રોના બંધારણમાં 36% ડી. એન. એ., 37 % હિસ્ટોન્સ, 10 % આર. એન. એ.,…

વધુ વાંચો >

અભિશોષણ (રસાયણ)

અભિશોષણ (રસાયણ) : જુઓ શોષણ.

વધુ વાંચો >

અમરવેલ

અમરવેલ : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cuscuta reflexa Roxb. (સં. आकाशलरी, अमरवल्लरी; હિં. आकाशवेल, अमरवेल; મ. અમરવેલ, આકાશવેલ, અંતરવેલ, સોનવેલ; અં. ડૉડર) છે. સંપૂર્ણ પરોપજીવી વેલ. મૂલરહિત, પર્ણરહિત આછાં પીળાં પાતળાં પ્રકાંડ. પુષ્પો પરિમિત અને સફેદ. એક હોય તો એક સેમી. લાંબું અથવા વધુમાં વધુ…

વધુ વાંચો >

અમલબેદ

અમલબેદ : દ્વિદળી વર્ગના રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus medica Linn. (સં. अम्लवेतस्, अकृम्लवेतस्; હિં. बरानिम्बु; અં. કૉમન સોરેલ) છે. મોસંબી, સંતરાં, લીંબુ, પપનસ વગેરે તેનાં સહસભ્યો છે. બીજોરા જેવી આ એક લીંબુની જાત છે. નાનું, કાંટાળું ઝાડ, ભૂરી નાની કૂંપળો. એકપર્ણિકાવાળું, પક્ષવત્ દંડ ધરાવતું પર્ણ. તેનાં…

વધુ વાંચો >

અમેન્સાલિઝમ

અમેન્સાલિઝમ (amensalism) : એક જ સ્થાને વસતી એક કે ભિન્ન જાતિઓના સજીવો વચ્ચે જોવા મળતો જૈવિક સંબંધનો એક પ્રકાર, જેમાં એક જીવના સ્રાવથી બીજા જીવનો નાશ થાય છે. આ પ્રકારના સંબંધમાં સજીવો વચ્ચે પારસ્પરિક બે જીવનપદ્ધતિઓ જોવા મળે છે : (i) સ્પર્ધાત્મક (competitive) અને (ii) પ્રતિજીવિતા (antibiosis). પ્રથમ પદ્ધતિમાં સબળ…

વધુ વાંચો >

અમેરૅન્થેસી

અમેરૅન્થેસી (amaranthaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તેને જ્યૉર્જ બેન્થમ અને જૉસેફ ડાલ્ટન હુકરના વર્ગીકરણ મુજબ ઉપવર્ગ : અદલા (apetalae) અને શ્રેણી : કર્વેમ્બ્રીમાં મૂકવામાં આવ્યું છે. નીકટાજિનેસી, ચીનોપોડિયેસી અને પૉલિગોનેસી તેનાં સહકુળો છે. તે કુળમાં લાંબડી, મોરશિખા, કણેજરો, કાંટાળો ડાંભો, રાજગરો, તાંદળજો, ગોરખ ગાંજો, અઘેડો, ઝીપટો, પાણીની ભાજી…

વધુ વાંચો >

અમ્બેલીફેરી

અમ્બેલીફેરી : જુઓ, એપિયેસી

વધુ વાંચો >

અરૂન્ડો

અરૂન્ડો : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક પ્રજાતિ. Arundo donax Linn. (હિં. चारा नल; અં. great reed; spanish cane) તેની એક જાણીતી જાતિ છે. વાંસ, શેરડી, બાજરો વગેરે તેના સહસભ્યો છે. ચિરસ્થાયી ઘાસ, 6–5 મીટર ઊંચાઈ. તેનું પ્રકાંડ પોલું કાષ્ઠમય, નળાકાર, પર્ણતલ નિત્યસંલગ્ન પરિવેષ્ટિત. ભેજયુક્ત જમીન, નદી-નાળાંના કિનારા…

વધુ વાંચો >